________________
૩૩૪
પદર્શન અને તેથી બે સગી દ્રવ્યમાંના એકને નાશ થતાં બીજું દ્રવ્ય સંગી કહેવાતું જ નથી અને સંગનો નાશ થાય છે જ.૧૬૦ - એક સમસ્યા અવયવાવયવિવાદના સંદર્ભમાં ઉભી થાય છે કે જ્યારે કપિ વૃક્ષ સાથે સંગ થાય છે ત્યારે દેખીતી રીતે જ વૃક્ષના અગ્રભાગે કપિસંગ થાય છે. અહીં પ્રશ્ન ઉદ્ભવે છે કે કપિસાગ વૃક્ષાસ્ત્ર (=અવયવ) સાથે છે કે વૃક્ષ (=અવયવી) સાથે ? આના ઉત્તરમાં શ્રીધર નીચે પ્રમાણે જણાવે છે–“જે સંયોગને અવયવ (અહીં અગ્રભાગ) સાથે જ માનવામાં આવે અને અવયવી (અહીં વૃક્ષ) સાથે ન માનવામાં આવે તે પશ્માણ સિવાયના બધા અવયવો પોતે પણ પોતાના અવયવોની અપેક્ષાએ અવયવી હોઈને સંગ કેવળ નિરવયવ પરમાણુઓ વચ્ચે જ માનવો પડે, અને પરમાણુઓ પોતે પ્રત્યક્ષગ્રાહ્ય ન હોઈ તેમનો ગુણ સંગ પણ પ્રત્યક્ષગ્રાહ્ય નહિ થાય અને પરિણામે જગતમાં જ્યાંય સંગ પ્રત્યક્ષ નહિ થાય.” તેથી ન્યાય-વૈશેષિકે ભારપૂર્વક કહે છે કે બે અવયવી દ્રવ્ય વચ્ચેનો સંગ જે કે અમુક બિંદુએ થાય છે છતાં તે અવયવીરૂપ તે બે દ્રવ્યો વચ્ચે જ થાય છે અને નહિ કે તેમના અવયવો વગે. આનો અર્થ એ કે સંયોગગુણ અવયવીરૂપ દ્રવ્યમાં રહે છે; અલબત્ત તે અવનવીદ્રવ્યના અમુક ભાગમાં જ રહે છે અને આખા દ્રવ્યમાં રહેતા નથી. રૂપ વગેરે ગુણો પોતાના આશ્રયભૂત દ્રવ્યને વ્યાપીને રહે છે. વ્યાપક દ્રવ્યના વિશેષગુણો પણ પિતાના આશયભૂત દ્રવ્યોને વ્યાપીને રહે છે. આ ગુણોને વ્યાખ્યવૃત્તિ કહેવાય છે. આથી ઊલટું સંગ અવ્યાયવૃત્તિ છે. અવ્યયવૃત્તિનો પારિભાષિક અર્થ એ છે કે આખા દ્રવ્યને વ્યાપીને ને રહેવું પણ તેના અમુક ભાગને વ્યાપને રહેવું. આને અર્થ તે એવો થાય કે જે ગુણ દ્રવ્યમાં એક જ સમયે (સમવાયસંબંધથી) રહેતો હોય તેમ જ ન પણ રહેતા હોય તે અવ્યાપ્યવૃત્તિ ગુણ છે. શ્રીધર પોતે આને સ્વીકાર કરે છે. તેમની અવ્યયવૃત્તિ ગુણની વ્યાખ્યા જ આ છે-જે ગુણ પોતાના આશ્રયરૂપ દ્રવ્યમાં એક જ સમયે રહે છે અને નથી રહે તે અવ્યાખ્રવૃત્તિ છે.” એક જ સમયે પોતાના આશ્રમમાં હોવા અને ન હવામાં જે વિરોધ જણાય છે તેને પરિહાર શ્રીધર અવચ્છેદની સહાયથી કરે છે. તે કહે છે કે વૃક્ષમાં વૃક્ષાગ્રભાગાવચ્છિા કપિસોગ છે અને મૂલાવરિચ્છન્ન કપિલંગ નથી. આના ઉપર વિચાર કરીશું તે જણાશે કે શ્રીધરે અહીં આડકતરી રીતે અવયવો વચ્ચે જ સંગ હોય છે એનો અંશતઃ દ્વીકાર કર્યો છે. પરંતુ અવયવો વચ્ચે સંગ માનતા ઊભી થતી મુશ્કેલીઓથી સભાન હે ઈ તે એવી ભાષા બોલે છે કે સંગ અવયવો વચ્ચે છે એવો સીધો અર્થ ન નીકળે.૧૧