________________
વૈશાષકદન
૧૭
કે તેમનું સત્ત્વ તેમનાથી સ્વભાવમાં ભિન્ન કેાઈ વસ્તુને આભારી છે. અર્થાત્ તેમનું સત્ત્વ સ્વભાવભૂત નથી પરંતુ ઔપાધિક છે, આગંતુક છે. એમાંથી તે એ કલિત થાય કે સત્તાથી નિરપેક્ષ આ પદાર્થાનું કેાઈ અસ્તિત્વ જ નથી. વૈશેષિક પણ કદાચ કહેશે કે ખરેખર તેમનું સત્ત્વ સત્તાસામાન્ય નિરપેક્ષ છે જ નહિ. અહીં વૈશેષિકને કોઈ પ્રશ્ન પૂછે છે કે સત્ વસ્તુ સાથે સત્તા જોડાય છે કે અસત્ વસ્તુએ સાથે ? જો પ્રથમ વિકલ્પ સ્વીકારવામાં આવે તે સત્તા માનવાની કાઈ જરૂર રહેતી નથી કારણ કે સત્તાના સંબંધ વિનાય તે વસ્તુ તો સત્ છે. જો બીજો વિકલ્પ સ્વીકારવામાં આવે તેા શશશૃંગ જેવી અસત્ વસ્તુએ સાથે પણ સત્તાનેા સંબંધ માનવેા પડે.૧૨ આ આપત્તિને જવાબ શ્રીધર નીચે મુજબ આપે છે. નિત્ય વસ્તુઓની બાબતમાં સત્તાના જોડાણુ પહેલાં તે વસ્તુએ સત્ હતી કે પછી સત્તાના જોડાણ બાદ તે સત્ થઈ એ પ્રશ્ન જ અસ્થાને છે. અનિત્ય વસ્તુએની બાબતમાં પહેલાં અસત્ એવી વસ્તુ તેમના કારણેાના સામર્થ્ય થી જેવી ઉત્પન્ન થાય છે તેવી જ સત્તા સાથે જોડાઈ જાય છે એમ વૈશેષિકા માને છે. શશશૃંગ જેવી અસત્ વસ્તુઓ સાથે સત્તાનું જોડાણ થતું નથી કારણ કે તેવી અસત્ વસ્તુએને ઉત્પન્ન કરવા કાઈ કારણ સમ નથી.૧૩ ઉદ્યોતકર પણ આ જ વાત બીજી રીતે કહે છે. તે જણાવે છે કે સત્તા સત્ વસ્તુ સાથે કે અસત્ વસ્તુ સાથે જોડાતી નથી પરંતુ જ્યારે વસ્તુ ઉત્પન્ન થાય છે ત્યારે તે સત્તાજાતિયુક્ત જ ઉત્પન્ન થાય છે.૧૪ વૈશેષિકાને તેા એ પ્રસિદ્ધ સિદ્ધાંત છે કે વસ્તુની ઉત્પત્તિ અને તે વસ્તુનું સત્તા સાથેનું જોડાણ એક કાળે થાય છે.૧૫ પરંતુ આ સિદ્ધાંત પણ સમસ્યા ઉકેલવા શક્તિમાન નથી. માની લઈ એ કે પેાતાની ઉત્પત્તિની ક્ષણે જ વસ્તુને સત્તા સાથે સબંધ થાય છે, તેમ છતાં આપણી સમક્ષ એ પ્રશ્ન તેા રહે છે જ કે ઉત્પત્તિ અને સત્તાજોડાણ પછી દ્રવ્યવ્યક્તિ, ગુણવ્યક્તિ કે કમ વ્યક્તિ સત્તાથી ભિન્ન હોય છે કે અભિન્ન ? વૈશેષિકના તા એ સિદ્ધાંત છે કે જેમનામાં સત્તા રહે છે તેમનાથી તે સ્વભાવે ભિન્ન છે. પરંતુ સત્તાંને લઈ તે જો દ્રવ્યવ્યક્તિ, ગુણવ્યક્તિ અને કમવ્યક્તિનું સત્ત્વ હોય, સ્વરૂપ હેાય તે તે વ્યક્તિ સત્તાથી સ્વરૂપતઃ ભિન્ન કેવી રીતે હોઈ શકે ? તે વ્યક્તિ સત્તાથી સ્વરૂપે ભિન્ન તેા જ ઘટી શકે જો તેને તેનું પેાતાનું આગવું સ્વરૂપ હાય, સ્વાત્મસત્ત્વ હાય, સ્વરૂપસત્ત્વ હાય. એટલે દ્રવ્ય, ગુણ અને કને પણ સ્વરૂપસત્ત્વ હોય છે એમ માનવું તે એ. હવે જો સ્વરૂપસત્ત્વ પ્રથમ ત્રણ પદાર્થો સહિત બધા જ પદાર્થાંમાં માનવામાં આવે તે સત્તા જે પ્રથમ ત્રણ પદાર્થોમાં જ રહે છે તેને માનવાની કેાઈ જરૂર રહેતી નથી,
૧. ૨