________________
३२०
પદર્શન
તેમને નાશ માને છે તે સંખ્યાઓ સ્થાયી અને નિત્ય બની જાય, તે ન્યાયવૈશેષિકને ઈષ્ટ નથી. સંસ્કાર બેસંખ્યાવિશિષ્ટદવ્યજ્ઞાનનો નાશ કરે છે..
નિમિત્તકારણ અપેક્ષાબુદ્ધિના નાશે અને કદ્રવ્ય સંખ્યાને નાશ થાય છે એ નિયમમાં અપવાદ પણ છે. અમુક ખાસ પરિસ્થિતિમાં અનેકદ્રવ્યા સંખ્યાને નાશ તેના આશ્રયભૂત(=સમવાયિકારણુ) દ્રવ્યનો નાશથી થાય છે.૧૧૧ જ્યારે અનેકદ્રવ્ય સંખ્યાના સમવાધિકારણ દ્રવ્યનો નાશ અને તેના નિમિત્તકારણ અપેક્ષાબુદ્ધિનો નાશ સમકાલ એક જ ક્ષણે થાય છે ત્યારે અપેક્ષબુદ્ધિના નાશને તે સંખ્યાના નાશનું કારણ નથી માનવામાં આવ્યું પરંતુ તે સંખ્યાના સમવાયિકાણ દ્રવ્યનો નાશને તે સંખ્યાના નાશનું કારણ માનવામાં આવ્યું છે. અનેકદ્રવ્ય સંખ્યાના સમવાયિકારણને નાશ (Eદ્રવ્યનાશ) અને તે સંખ્યાના નિમિત્તકારણને નાશ (=અપેક્ષાબુદ્ધિનાશ) એક સાથે એક ક્ષણે થાય એવી પરિસ્થિતિ જ્યારે નિર્માણ થાય છે ? આ સમજવા માટે પ્રથમ દ્રવ્યનાશની પ્રક્રિયા સમજવી જોઈએ. તે પ્રક્રિયા અનુસાર પ્રથમ દ્રવ્યના અવયવોમાં અવયવવિભાગ જનક કર્મ ઉત્પન્ન થાય છે. પછીની ક્ષણે અવયવોનો વિભાગ થાય છે. ત્રીજી ક્ષણે અવયવોના સંગને નાશ થાય છે. તેને પરિણામે એથી ક્ષણે દ્રવ્યનો નાશ થાય છે. હવે જે એક સામાન્યનું જ્ઞાન દ્રવ્યનાશની પ્રક્રિયાની પ્રથમ ક્ષણે થાય અર્થાત દ્રવ્યમાં અવયવવિંભાગજનક કર્મ જે ક્ષણે ઉત્પન્ન થાય તે જ ક્ષણે થાય તે અપેક્ષાબુદ્ધિની ઉત્પત્તિ અવયવવિભાગની ક્ષણે થાય, બે સંખ્યાની ઉત્પત્તિ અવયવસાગનાશની ક્ષણે થાય અને દ્વિત્વસામાન્યજ્ઞાનની ઉત્પત્તિ દ્રવ્યનાશની ક્ષણે થાય. અને બે જ્ઞાન એક સાથે રહેતા ન હોઈ દિવસામાન્યજ્ઞાન જે ક્ષણે ઉત્પન્ન થાય તે ક્ષણે અપેક્ષાબુદ્ધિને વિનાશ હોય. આમ દિવસામાન્ય જ્ઞાનની ઉત્પત્તિની ક્ષણે દ્રવ્યનાશ અને અપેક્ષાબુદ્ધિનાશ થાય. આ રીતે એક જ ક્ષણે બે સંખ્યાના નિમિત્તકારણ અપેક્ષાબુદ્ધિને નાશ અને સમવાધિકારણ દ્રવ્યને નાશ થાય છે. તેથી અહીં નિમિત્તકારણ અપેક્ષાબુદ્ધિના નાશથી બેસંખ્યાનો નાશ નથી મનાયે પરંતુ સમવાયિકારણ દ્રવ્યના નાશથી બેસંખ્યાને નાશ મનાય છે.૧૧૨
આ અપવાદને બાદ કરતાં અનેકદવ્યા સંખ્યાનો નાશ અપેક્ષાબુદ્ધના નાશથી જ થાય છે. આમ અનેકદ્રવ્યા સંખ્યાનાં ઉત્પત્તિ અને નાશ અપેક્ષાબુદ્ધિ ઉપર જ મુખ્યપણે આધાર રાખે છે. તેથી, અનેકદ્રવ્ય સંખ્યાને ચૂસ્તપણે અર્થ ગણી શકાય નહિ. અલબત્ત, ન્યાય-વૈશેષિક તો તેને ચૂસ્તપણે અર્થ ગણે છે જ.