________________
વૈશષિકદન
૩૧૫
(૧૮) સંખ્યા—એક, બે, ત્રણ, વગેરે સંખ્યા ગુણ છે. તેથી તે દ્રવ્યમાં જ રહે છે. સંખ્યાનું ખાદ્ય અસ્તિત્વ છે. કારણ કે આપણને ‘એક ધડે' એ ઘડા’ વગેરે પ્રતીતિ થાય છે. એક ધડા' એ ઘડા' વગેરે પ્રતીતિએ વિશિષ્ટ-પ્રતીતિ છે. વિશિષ્ટ-પ્રતીતિ વિશેષણપ્રતીતિ વિના ઉત્પન્ન થતી નથી. તેથી વિશિષ્ટ-પ્રતીતિની ઉત્પત્તિમાં વિશેષણ પણ કારણ છે. ઉદાહરણા, ‘દંડી. પુરુષ’ આ વિશિષ્ટ-પ્રતીતિ છે. આ વિશિષ્ટ-પ્રતીતિ વિશેષરૂપ દંડની પ્રતીતિ વિના જન્મતી નથી. તેથી ‘દંડી પુરુષ' એવા જ્ઞાનની ઉત્પત્તિમાં દંડ પણ એક કારણ છે જ. તેવી જ રીતે, ‘એક ધડે’ પ્રતીતિ પણ વિશિષ્ટ-પ્રતીતિ છે. તેથી ‘એક’સંખ્યારૂપ વિશેષણ પણ તેની ઉત્પત્તિમાં કારણ છે જ. આ દર્શાવે છે કે સંખ્યાગુણ બાહ્ય દ્રવ્યમાં અસ્તિત્વ ધરાવે છે,૯૪
કેટલાક સંખ્યાને દ્રવ્યથી અતિરિક્ત માનતા નથી. તેએ પેાતાના મતના સમર્થનમાં જણાવે છે કે દ્રવ્યની પ્રતીતિ ઉપરાંત અલગથી સંખ્યાની પ્રતીતિ થતી નથી, વ્યપ્રતીતિ અને સંખ્યાપ્રતીતિ એ જુદી પ્રતીતિ નથી પણ એક જ પ્રતીતિ છે, તેથી સંખ્યા દ્રવ્યથી ભિન્ન નથી. પ
આ મતને પ્રતિષેધ કરતાં ન્યાયવૈશેષિક જણાવે છે કે આ મત ખરાખર નથી કારણ કે એક બીજાની ખૂબ નજીક આવેલાં વૃક્ષાને દૂરથી નિહાળતાં તેમના સ્વરૂપનું (=વૃક્ષદ્રવ્યનું) જ્ઞાન થાય છે તેમ છતાં તે વૃક્ષદ્રવ્યમાં કેટલી સંખ્યા છે તેનું જ્ઞાન થતું નથી. જો દ્રવ્યથી સ ંખ્યા અભિન્ન હોત તે! દ્રવ્યનું જ્ઞાન થતાં સંખ્યાનું પણ જ્ઞાન અવશ્ય થાત, પરંતુ થતું નથી. તેથી સ ંખ્યા દ્રવ્યથી ભિન્ન છે.૯૬ વળી, જો સખ્યા દ્રવ્યથી અભિન્ન હેાત તેા ધડા લાવ' એમ કહેતાં સાંભળનારને પ્રશ્ન ન ઊડૂત કે બે, ત્રણ, ચાર કે પાંચ ? તેમ જ એક લાવ' એમ કહેતાં સાંભળનારને પ્રશ્ન ન ઊઠત કે ઘટ કે પટ ' આ દર્શાવે છે કે સખ્યા દ્રવ્યથી ભિન્ન છે.૯૭
સંખ્યાના એ પ્રકાર છે-એક જ દ્રવ્યમાં સમવાયસંબંધથી રહેનારી એકદ્રવ્યા અને અનેક દ્રવ્યામાં સમવાયસંબંધથી રહેનારી અનેકદ્રવ્યા. ‘એક ઘડા’– અહી’ ‘એક’સંખ્યા કેવળ એક દ્રવ્યમાં અર્થાત્ એક ધડામાં રહે છે. બે ઘડા’— અહી બે’સંખ્યાની એક જ વ્યક્તિ એ ધડાઓમાં રહે છે. એક’સંખ્યા એકદ્રવ્યા છે અને બે’સંખ્યાથી માંડી પરાધ સખ્યા સુધીની સંખ્યા
અનેકદ્રવ્યા છે.૯૮
એકદ્રવ્યા એક’સંખ્યા નિત્ય પણ હોઈ શકે છે અને અનિત્ય પણ હાઈ શકે છે. પ્રત્યેક પરમાણુદ્રવ્યમાં રહેનારી ‘એક’સખ્યા
નિત્ય છે. પ્રત્યેક