________________
વૈશેષિક દર્શને
૩૦૫
જ શ્રેત્ર પ્રતિ ગતિ કરે છે (૩) કોઈક શબ્દને ઉપાડી શ્રેત્ર પાસે લઈ જાય છે. આ ત્રણમાંથી એક પણ વિકલ્પ ન્યાયશેષિક સ્વીકારી શકે નહિ. શ્રેત્ર પોતે
જ્યાં શબ્દ ઉત્પન્ન થયો હોય છે ત્યાં જાય છે એ વિકલ્પ સ્વીકારી શકાય નહિ કારણ કે શ્રોત્ર પોતે આકાશરૂપ જ છે અને આકાશ તે નિષ્ક્રિય છે, એટલે તે ગતિ કરી શકે નહિ. ઉત્પન્ન થયેલ શબ્દ શ્રેત્ર પ્રતિ ગતિ કરે છે એ વિકલ્પ પણ સ્વીકારી શકાય નહિ કારણ કે શબ્દ પોતે ગુણ હેઈ નિષ્ક્રિય છે. વાયુ ઉત્પન્ન થયેલા શબ્દને તેના ઉત્પત્તિસ્થાનરૂપ આકાશપ્રદેશમાંથી ઉપાડી કણુશખુલીઅવચ્છિન્ન આકાશપ્રદેશમાં ( શ્રેત્રમાં) લઈ જાય છે એ વિકલ્પ પણ સ્વીકારી શકાય નહિ કારણ કે શબ્દ આકાશમાં સમવાય સંબંધથી રહે છે. પટમાં સંયોગસંબંધથી રહેલી વસ્તુને પટના એક ભાગમાંથી બીજા ભાગમાં લઈ જવાય, પરંતુ પટમાં સમવાય સંબંધથી રહેલી વસ્તુને પટના એક ભાગમાંથી બીજા ભાગમાં લઈ જવાતી નથી. આમ ઉપરના ત્રણેય વિકલ્પ સ્વીકાર્ય ન હોઈ ન્યાયવૈશેષિકે શબ્દસંતાનની કલ્પના કરી છે. જળના તરંગે પોતાની ઉત્પત્તિના પ્રદેશમાં જ વિનાશ પામતા હોવા છતાં પોતાના અવ્યવહિત ઉત્તર પ્રદેશમાં પિતાના જેવી બીજી તરંગવ્યક્તિઓને ઉત્પન્ન કરે છે. આવી જ રીતે શબ્દતરંગે ઉત્પન્ન થાય છે અને કાન સુધી પહોંચે છે.પ૭ જળતરંગનું દષ્ટાન સંપૂર્ણ નથી. જળતાંગે તે પાણીની સપાટી ઉપર ગોળાકાર ઊઠે છે, જ્યારે શબ્દતરંગે તે આકાશમાં ગોલકાકાર ઊઠે છે. આ વાત સ્પષ્ટ કરવા કેટલીક વાર ન્યાયશેષિક કદમ્બના ફૂલનું દષ્ટાન્ત આપે છે અને કહે છે કે તે ફૂલ જેમ ગલકાકાર વિકસે છે તેમ શબ્દતરંગે ગોલકાકાર ઉત્પન્ન થાય છે અને વધુ ને વધુ મોટા ગલકાકારે ઉત્પન્ન થતા જાય છે. હવે પ્રશ્ન ઊઠે છે કે આવી રીતે શબ્દતરંગે ઉત્પન્ન થતા રહે તે અનવસ્થા થાય. એટલે શબ્દતરંગો ઉત્પન્ન થતાં ક્યાંક અને ક્યારેક અટવા જ જોઈએ. ન્યાય-વૈશેષિકે જણાવે છે કે શબ્દતરંગેની સંતતિ અટકે છે. શબ્દતરંગેની સંતતિ અટકવાનું કારણ શું છે ? આપણે પાણીમાં પથ્થર ફેંકીએ છીએ અને જળતરંગ ઊઠે છે. જે પથ્થર ધીમેથી નાખીએ છીએ તો જળતરંગેની ઉત્પત્તિ વહેલી અટકી જાય છે અને જે પથ્થર જોરથી નાખીએ છીએ તે જળતરંગોની ઉત્પત્તિ લાંબા વખત સુધી ચાલે છે. આનો અર્થ એ કે જેમ વેગ ઓછો તેમ જળતરંગની ઉત્પત્તિ વહેલી અટકવાની અને જેમ વેગ વધુ તેમ જળતરંગોની ઉત્પત્તિ મેડી અટવાની. આના ઉપરથી એ ફલિત થાય છે કે દરેક જળતરંગની સાથે વેગ હોય છે અને આ વેગની સહાયથી જ જળતરંગ બીજા જળતરંગને ઉત્પન્ન કરી શકે છે. વેગ સમાપ્ત થતાં જળતરંગ