________________
૩૦૬
પદર્શન બીજા જળતરંગને ઉત્પન્ન કરી શકતું નથી. શ્રીધર જણાવે છે કે કોઠામાંથી નીકળેલા વાયુની અનુવૃત્તિ જ્યાં સુધી શબ્દતરંગ સાથે હોય છે ત્યાં સુધી શબ્દતરંગો ઊઠે છે. અર્થાત , તે વાગત વેગ સમાપ્ત થતાં વાયુનું આગળ જવું અટકી જાય છે અને પરિણામે શબ્દતરંગો અટકી જાય છે. તે વાયુ સાથે જ્યાં સુધી શબ્દતરંગનો સંગ હોય છે ત્યાં સુધી જ શબ્દતરંગ બીજા શબ્દતરંગને ઉત્પન્ન કરી શકે છે, અન્યથા નહિ. ન્યાયશેષિક શબ્દતરંગમાં વેગ જ્યાં સુધી હોય છે ત્યાં સુધી તે બીજા શબ્દતરંગને ઉત્પન્ન કરી શકે છે એમ કહી શક્તા નથી કારણ કે વેગ એ ગુણ છે અને શબ્દ પણ ગુણ છે તેમ જ ગુણમાં ગુણ હોઈ શકે નહિ. એટલે શ્રીધરે શબ્દતરંગ સાથે કઠામાંથી નીકળેલા વાયુની. અનુવૃત્તિ માની છે. અનુવૃત્તિ કર્મ (ક્રિયા) છે. તે વાયુગત વેગથી જન્ય છે. એટલે જ્યારે વાયુગત વેગ સમાપ્ત થઈ જાય છે ત્યારે તજજન્ય અનુવૃત્તિ પણ સમાપ્ત થઈ જાય છે. અને તે વાયુ સાથેના સંગ વિના તે શબ્દતરંગ બીજા શબ્દતરંગને ઉત્પન્ન કરી શકે નહિ. એટલે શબ્દતરંગોની સંતતિ અટકી જાય છે.૫૮
કેટલાક દાર્શનિકે શબ્દને નિત્ય માને છે જ્યારે ન્યાયવૈશેષિક શબ્દને અનિત્ય ક્ષણિક) માને છે. શબ્દને નિત્ય માનનાર શબ્દને ઉત્પન્ન થતા ગણતા નથી પરંતુ અભિવ્યક્ત થતે માને છે. આની સામે ન્યાયષિકે શબ્દને ઉત્પન્ન થતે ગણે છે અને પરિણામે અનિત્ય ગણે છે. ન્યાય-વૈશેષિકે પોતાના આ મતના સમર્થનમાં શી દલીલ આપે છે તે જાણવું રસપ્રદ હોઈ તે દલીલે અહીં આપવામાં આવે છે.
(૧) શબ્દને આદિ છે. જેને આદિ હોય તેને કારણ હોય. શબ્દનું કારણ સંગ, વિભાગ કે શબ્દ છે. જેને કારણે હોય તે ઉ૫ત્તિધર્મક હોય. જે ઉત્પત્તિધર્મક હોય તે અનિત્ય હાય.૫૯
(૨) સંગ અને વિભાગને શબ્દનાં ઉત્પાદક કારણે જ માનવો જોઈએ, અભિવ્યંજક નહિ. જેઓ તેમને અભિવ્યંજક માને છે તેમને પૂછીએ છીએ કે તેમનાથી જે શબ્દ અભિવ્યક્ત થાય છે તે, અભિવ્યંજક જે પ્રદેશમાં હોય છે ત્યાં જ અભિવ્યક્ત થાય છે કે સર્વત્ર ? જે અભિવ્યંજકથી શબ્દ સર્વત્ર અભિવ્યક્ત થતો હોય તે બધી વ્યક્તિઓને તે એક સાથે સંભળાવો જોઈએ. પણ પરિસ્થિતિ એવી નથી. જે અભિવ્યંજક જે દેશમાં હોય ત્યાં જ શબ્દ વ્યક્ત થતો હોય તો દૂરની વ્યકિત તેને શ્રોત્ર દ્વારા ગ્રહણ ન કરી શકે કારણ કે