________________
૩૦૪
પદર્શન
'શબ્દના બે પ્રકાર છે–વર્ણરૂપ અને ધ્વનિરૂપ. અ, ક, ખ, ગ, વગેરે વર્ણરૂપ શબ્દ છે. શંખને અવાજ, ઘંટનો અવાજ, વગેરે ધ્વનિરૂપ શબ્દો છે.૫૪
વણરૂપ શબ્દની ઉત્પત્તિની પ્રક્રિયા નીચે પ્રમાણે છે. પ્રથમ અનુભૂત વર્ણની મૃતિ થાય છે. એ સ્મૃતિની સહાયથી આત્મ-મનઃસંગ દ્વારા એ વર્ણન જેવા વર્ણના ઉચ્ચારણની ઈચ્છા થાય છે. પછી એ વર્ણનો ઉચ્ચાર કરવા માટે અનુકૂળ પ્રયત્ન ઉત્પન્ન થાય છે. પ્રયત્નરૂપ નિમિત્તકારણની સહાય લઈને આત્મા અને કેકામાં રહેલા વાયુ વચ્ચે સંયોગ (અસમાયિકારણ) મનુષ્યના કોઠામાં રહેલા વાયુમાં ક્રિયા ઉત્પન્ન કરે છે. એ સક્રિય વાયુ ઊર્ધ્વ ગતિ કરે છે અને હૃદય, કંઠ, તાલુ, વગેરે સાથે અથડાય છે. તેમની સાથે અથડાવાથી તે વાયને તેમની સાથે સંયોગ થાય છે. એ સંગરૂપ નિમિત્તકારણની સહાય લઈને કંઠ વગેરે સ્થાન અને આકાશ વચ્ચેનો સંયોગ (અસમાયિકારણ) આકાશમાં વર્ણરૂપ શબ્દ ઉત્પન્ન કરે છે.પપ
દંડગત વેગની સહાયથી દંડ અને નગારા સંગ તેમ જ નગારા અને આકાશ વચ્ચે સંયોગ અવર્ણરૂપ શબ્દને (ધ્વનિને) આકાશમાં ઉત્પન્ન કરે છે. આકાશ શબ્દનું સમવાયિકારણ છે, નગારા અને આકાશ વચ્ચેને સંગ શબ્દનું અસમવાયિકાણ છે, નગારા અને દંડ વચ્ચેનો સંગ તેમ જ દંડગત વેગ બંને શબ્દનાં નિમિત્તકારણે છે. વાયુગત વેગની સહાયથી થડ અને ડાળીને વિભાગ તેમ જ ડાળી અને આકાશનો વિભાગ અવર્ણશ્ય શબ્દને (ધ્વનિને). આકાશમાં ઉત્પન્ન કરે છે. અહીં આકાશ સમવાયિકારણું છે, ડાળી અને આકાશને વિભાગ અસમાયિકારણ છે, થડ અને ડાળીને વિભાગ તેમ જ વાયગત વેગ બંને નિમિત્તકારણો છે."
જેવી રીતે જળના એક તરંગથી એની અત્યંત નજીક બીજે તરંગ ઉત્પન્ન થાય છે તેવી જ રીતે સંયોગથી કે વિભાગથી ઉત્પન્ન શબ્દથી એની અત્યંત નજીકના આકાશપ્રદેશમાં એના જેવો બીજો શબ્દ ઉત્પન્ન થાય છે. ન્યાય-વૈશેષિક આવું કેમ માને છે ? તેને આવું માનવું પડે છે તેનાં કારણે નીચે પ્રમાણે છે. ઈન્દ્રિયો પ્રાપ્યકારી હાઈ પ્રયાસન્ન વિષયને જ ગ્રહણ કરી શકે છે. આવા ન્યાય-વૈશેષિક મત છે. આપણે તે દૂર ઉત્પન્ન થયેલા શબ્દને પણ ગ્રહણ કરી શકીએ છીએ. તેથી ન્યાયવૈશેષિકે એ સમજાવવું જોઈએ કે શબ્દ અને ક્ષેત્ર વચ્ચે પ્રત્યાત્તિ કેવી રીતે થાય છે. આ પ્રયાસત્તિ થવા માટે વિરોધીઓ ત્રણ વિકલ્પ સૂચવી શકે છે—(૧) શ્રેત્ર શબ્દ પ્રતિ ગતિ કરે છે (૨) શબ્દ પોતે