________________
વૈશેષિકદર્શન
૩૦૩ શબ્દની ઉત્પત્તિ કરતા અટકાવે છે (નિરોધ:). પરંતુ ન્યાયવૈશેષિકની અન્ય માન્યતા સાથે આ આ મત વિસંવાદી છે. શબ્દ પોતે ગુણ છે, સંયોગ પણ ગુણ છે અને ગુણો નિર્ગુણ છે. તે પછી અન્ય શબ્દોનો પ્રતિઘાતી દ્રવ્ય સાથે સંગ કેવી રીતે ઘટી શકે ? તેમ માનતાં તે ગુણમાં ગુણ માનવાની આપત્તિ આવે. વાચસ્પતિ પરિસ્થિતિ સંભાળી લે છે અને આ આપત્તિ ન આવે એ આશયથી વાચસ્પતિ કહે છે કે અન્ય શબ્દને બીજો શબ્દ ઉત્પન્ન કરતો અટકાવનાર જે સંયોગ છે તે સંગ શબ્દ અને પ્રતિઘાતી દ્રવ્ય વચ્ચેને સગં નથી (કારણ કે તે અસંભવિત છે, પરંતુ તે તે આકાશ અને પ્રતિઘાતી દ્રવ્ય વચ્ચેનો સંગ છે. જ્યારે આકાશનો પ્રતિઘાતી દ્રવ્ય સાથે સંગ થાય છે ત્યારે તે આકાશ શબ્દનું સમાયિકારણ બની શકતું નથી. તેથી અસમવાધિકારણરૂપ (અન્ય) શબ્દ બીજા શબ્દને ઉત્પન્ન કરી શકતો નથી.૫૧
વાચસ્પતિએ વાસ્યાયનના મતની જે સમજૂતી આપી છે તે વાસ્યાયનને અભિપ્રેત લાગતી નથી. અન્ય સ્થળે વાસ્યાયન પોતે જ જણાવે છે કે પ્રતિઘાતિદ્રવ્યનો સંગ ઘંટ, નગારું (જેની અંદર આઘાતથી વેગ ઉત્પન્ન થયો છે અને જેનો વેગ શબ્દોત્પત્તિનું નિમિત્તકારણ છે) વગેરે સાથે થાય છે. પ્રતિઘાતિદ્રવ્યનો સંગ ઘંટ સાથે થતાં ઘંટગત વેગ નાશ પામે છે. હાથને સંગ ઘંટ સાથે થતાં ઘંટની અંદર લેલકના આઘાતથી જે વેગ ઉત્પન્ન થયેલે તેને નાશ થાય છે. તે વેગનો નાશ થતાં શબ્દસંતતિ નાશ પામે છે. આનો અર્થ એવો થશે કે ઘંટગત વેગ પ્રત્યેક શબ્દને બીજો શબ્દ ઉત્પન્ન કરવામાં નિમિત્તકારણ તરીકે સહાય કરે છે. તેથી જ્યારે ઘંટગત વેગ નાશ પામે છે ત્યારે અંત્ય શબ્દને શબ્દ ઉત્પન્ન કરવા માટે જરૂરી નિમિત્તકારણની સહાય ન મળવાથી તે અંય શબ્દ શબ્દને ઉત્પન્ન કરી શકતા નથી અને શબ્દસંતતિ અટકી જાય છે. અહીં એ પ્રશ્ન ઉદ્ભવે છે કે ઘંટગત વેગ કઈ રીતે શબ્દોને તેમના કાર્યરૂપ શબ્દો ઉત્પન્ન કરવા નિમિત્તકારણરૂપે સહાય કરી શકે ? વેગ તેં ઘંટમાં છે, જ્યારે શબ્દતરંગે તે ઘંટથી દૂર ને દૂર થતા જાય છે. ઘંટગત વેગ પ્રત્યેક શબ્દતરંગ સાથે તે નથી. આનો કંઈક ખુલાસો શ્રીધરની ન્યાયકંદલીમાં મળે છે. તેની ચર્ચા હવે પછી કરવી પડવાની હોઈ અહીં તે આપતા નથી.
' શબ્દ અવ્યયવૃત્તિ છે અર્થાત તે આકાશને વ્યાપીને રહેતું નથી. અમુક | શબ્દ આકાશના અમુક ભાગમાં ઉપલબ્ધ થાય છે અને અન્ય ભાગમાં થતો
નથી એ હકીકત દર્શાવે છે કે તે સમગ્ર આકાશને વ્યાપીને રહેતું નથી. ૩