________________
Go
પદને
ઈશ્વર સર્વજ્ઞ છે. તેથી કોઈ પણ વિષયનો કોઈ પણ વિશેષ તેનાથી અજ્ઞાત નથી. આને કારણે જ આવા અજ્ઞાનને લઈ ઉત્પન્ન થનારું મિથ્યાજ્ઞાન પણ તેનામાં નથી. એટલે જ મિથ્યાજ્ઞાનમૂલક રાગદ્વેષ પણ તેનામાં નથી. રાગહેપ ન હોવાથી પ્રવૃત્તિ પણ તેનામાં નથી. પ્રવૃત્તિ ન હોવાથી ધર્મ-અધર્મ પણ તેનામાં નથી કારણ કે પ્રવૃત્તિ જ ધર્મ-અધર્મનું કારણ છે. ધર્મ-અધર્મ તેનામાં ન હોવાથી સુખ-દુઃખ પણ તેનામાં નથી. બધા જ વિષયોનો અનુભવ તેનામાં સદાય રહેતું હોવાથી તેનામાં સ્મૃતિ નથી, સંસ્કાર પણ નથી. તેથી જ કેટલાક ઈશ્વરમાં સંખ્યા, પરિમાણ, પૃથક્વ, સંગ, વિભાગ, જ્ઞાન, ઈચ્છા અને પ્રયત્ન આ આઠ ગુણો માને છે. બીજાએ તેની બુદ્ધિમાં જ અવ્યાહત ક્રિયાશક્તિનો સમાવેશ કરીને ઈચ્છા અને પ્રયત્નનો બુદ્ધિમાં જ અન્તર્ભાવ કરે છે; આમ તેઓ ઈચ્છા અને પ્રયત્નને બુદ્ધિથી અલગ ગણવતા નથી, તેથી તેમના મતે ઈશ્વરમાં છ જ ગુણો છે. ઈશ્વર બદ્ધ પણ નથી કે મુક્ત પણ નથી. તેને નિત્યમુક્ત કહી શકાય. •
(૮) ઉદયનાચાર્ય અને ઈશ્વર ન્યાયવૈશેષિક પરંપરામાં ઈશ્વરવિષયક નિરૂપણની પરાકાષ્ઠા ઉદયના ચાર્યક્ત “ન્યાયકસમાંજલિ” અને “આત્મતત્વવિવેક'માં જોવા મળે છે. એટલે જ ઉદયનાચાર્ય પિતે ઈશ્વરને ઉદ્દેશીને કહે છે કે તારું અસ્તિત્વ મારે અધીન છે (નવલીના તવ સ્થિતિ). ઉદયનાચાર્યે ઈશ્વરના અસ્તિત્વને પુરવાર કરવા નીચેની દલીલે રજૂ કરી છે.
(૧) જાત છ–જગતમાં પૃથ્વી વગેરે છે. તે વિનાશી, સાવયવ અને અવાનર પરિમાણવાળાં છે (અર્થાત અણુપરિમાણ અને પરમમહત્પરિમાણ વચ્ચેના પરિમાણો ધરાવે છે). તેથી તે બધાં કાર્યો છે. તેમનો કર્તા દેખાતા નથી. પરંતુ કાર્ય કર્યા વિના સંભવતું ન હોઈ તેમનો પણ કઈ કર્તા તો હોવો જ જોઈએ. ઘટનો કર્તા કુંભાર છે. તેવી જ રીતે, પૃથ્વી વગેરેને પણ કેદ કર્તા છે જ. તે કર્તા એ જ ઈશ્વર છે.
(૨) માનના709–પ્રલયમાં પરમાણુઓમાં કર્મ (ગતિ, motion) તે હોય છે. પરંતુ તે કર્મથી પરમાણુઓને કાર્યારંભક સંગ થતો નથી, અને પરિણામે પરમાણુઓમાંથી ચણકાદિક્રમે કાર્યો બનતાં નથી. તેથી પ્રલયમાં પર માણુઓમાં જે કર્મ હોય છે તેને અનારંભક (beneft of causal efficiency) કર્મ કહેવામાં આવે છે. પરમાણુઓમાંથી કાર્ય બનવા માટે પરમાણુઓને કાર્યા