________________
વૈશેષિકદને
૨૬૯ બોટે છે, કારણ કે શરીરવ્યાપાર વિના કેવળ ઈચ્છા (will) અને પ્રયત્ન (volitional effort)થી જ ચેતન (=ોગી) જડ વસ્તુઓને પ્રેતો દેખાય છે. જે કંઈ પૂછે કે ઈચ્છા અને પ્રયત્નની ઉત્પત્તિ માટે તે શરીરની અપેક્ષા છે ને? તેનો જવાબ એટલો જ છે કે ઉત્પત્તિશીલ (=અનિત્ય) ઈચ્છા અને પ્રયત્નને માટે શરીરની અપેક્ષા ભલે હોય પરંતુ જ્યાં ઈચ્છા અને પ્રયત્ન નિત્ય અને સ્વાભાવિક છે, ત્યાં તે બંનેને શરીરની અપેક્ષા છે એમ માનવું અનુચિત છે, વ્યર્થ છે. ઈશ્વરમાં બુદ્ધિ, ઈચ્છા અને પ્રયત્ન નિત્ય છે, જીવમાં તે અનિત્ય છે. બંનેય આત્માઓ છે તો એકમાં તે નિત્ય અને બીજામાં તે અનિત્ય એમ કેમ આશ્રયભેદે એક જ ગુણ નિત્ય અને અનિત્ય જગતમાં દેખાય છે. ઉદાહરણાર્થ, જલીય અને તેજસ પમાણુઓમાં રૂ૫ નિત્ય (=અપાકજ) છે, જ્યારે પાર્થિવ પરમાણુઓમાં રૂપ અનિત્ય (=પાકજ) છે.?
જીવો પરમાણુઓને કાર્યોત્પત્તિમાં પ્રેરી ન શકે કારણ કે જીવો સ્વકપાજિત ઈન્દ્રિય દ્વારા જ વિષયોને જાણતા હોવાથી તેમને શરીરેલ્પત્તિ પહેલાં વિષયોનું જ્ઞાન જ હોતું નથી તે સર્વ વિષયનું જ્ઞાન ક્યાંથી હોય ? અને સર્વ વિના જ્ઞાન વિના સૃષ્ટિ જેવું કાર્ય ઉત્પન્ન કરવું અશક્ય છે. તેથી અસર્વસ
જીવોથી ભિન્ન સર્વજ્ઞ ઈશ્વરની કલ્પના કરવામાં આવી છે. આવો ઈશ્વર જ સૃષ્ટિકર્તા છે, અને જડ પરમાણુઓ અને કર્મોને અધિષ્ઠાતા છે.૧૪ . - ઈશ્વર એક છે કે અનેક? આના ઉત્તરમાં શ્રીધર કહે છે કે તે એક છે, કારણ કે જે ઈશ્વર અનેક હોય અને અસર્વજ્ઞ હેય તે જીવોની જેમ તેઓ સૃષ્ટિકાર્ય કરવા અસમર્થ જ હોય. જે ઈશ્વરને અનેક માની બધાને સર્વ માનવામાં આવે, તે એકથી વધુ ઈશ્વર માનવાનું કઈ પ્રજનું રહેતું નથી કારણ કે સર્વજ્ઞ એક ઈશ્વરથી સૃષ્ટિકાર્ય થઈ જશે. વળી, બધા ઈશ્વરે સર્વજ્ઞ હોય તે પણ તેઓ સમકક્ષ હોઈ તેમની વચ્ચે સદા એકમત્ય તે નહીં જ રહે. એટલે અનેક સર્વજ્ઞ ઈશ્વર માનવા કરતાં એક સર્વર ઈશ્વર જ માનવો જોઈએ. જે અનેક સર્વજ્ઞ ઈશ્વર માનીને પણ તેમાંના એકના જ અભિપ્રાયને બાકીના બધા સર્વજ્ઞ ઈશ્વરો સ્વીકારી તદનુસાર વર્તે છે એમ માનવામાં આવે તે પેલે એક જ ખરેખર ઈશ્વર કહેવાવાને લાયક છે, બીજા સર્વરો નહિ. જે કહો કે સર્વસ ઈશ્વરોમાં વ્યક્તિગત મતભેદ હોવા છતાં તેમની પરિષદે સુષ્ટિકાર્ય કરવાના કરેલા નિર્ણયને અનુસરી તે બધા ઈશ્વરો એકબીજાનો વિરોધ કર્યા વિના સુષ્ટિકાર્ય કરે છે, તે એનો અર્થ એ થશે કે તેમાંનો કેઈ ઈશ્વર નથી. આ ઉપરથી પુરવાર થાય છે કે ઈશ્વર એક જ છે. ૫