________________
વૈશેષિક દર્શન
૨૬૩ કરી શકાય છે કે તેનું કારણ ચંદનનો અગ્નિ જ છે–તૃણુપર્ણને અગ્નિ નથી. તેવી જ રીતે, અપરિમિત અનઃ પ્રાણીઓનાં વિચિત્ર સુખદુખનાં સાધનરૂપ ભુવન વગેરે અનન્ત કાયે અતિશયરહિત પુરી કરી શકે નહિ, તેથી તેમને અતિશયવાળા વિશિષ્ટ કર્તા જ હોવો જોઈએ એવું આપણે અનુમાનથી જાણી શકીએ છીએ.૩૭
ત્રણેય લેકના નિરવધિ પ્રાણીઓનાં સુખદુઃખનાં સાધનને કેવી રીતે ઉત્પન્ન કરવાં, તેમાંના પ્રત્યેક સાધનનું પ્રયોજન શું છે, તે બધાં સાધનોને નાશ કેમ કરવો- આ બધું જાણનારો જ તે બધાં કાર્યોને ઉત્પન્ન કરી શકે. તેથી પુરવાર થાય છે કે ઈશ્વર સર્વજ્ઞ છે. જેવી રીતે નિયતવિષયને ગ્રહણ કરનારી ઇન્દ્રિયની અપેક્ષાએ ઇન્દ્રિયોનો પ્રેરક જીવ સર્વજ્ઞ છે તેવી રીતે જીવોનાં કર્મોને અનુરૂપ ફળ સાથે જોડવા શકિતમાન ઈશ્વર તેમ કરવાને અશક્ત જીવોની અપેક્ષાએ સર્વજ્ઞ છે.૩૮ અસર્વજ્ઞતાનું કારણ રાગ આદિ દોષો છે. તે દેશો ઈશ્વરમાં નથી, તેથી તે સર્વજ્ઞ છે.૪૦
ઈશ્વરનું જ્ઞાન નિત્ય છે. સૃષ્ટિની સ્થિતિ દરમ્યાન જે એક ક્ષણ પણ તે જ્ઞાનરહિત બની જાય તે કર્માધીને વિવિધ પ્રકારનો વ્યવહાર જ જગતમાં અટકી જાય કારણ કે કર્મો ઈશ્વપ્રેરણાથી જ કાર્યમાં પ્રવૃત્ત થાય છે. આ તે ઈષ્ટ નથી. એટલે સૃષ્ટિની સ્થિતિ દરમ્યાન તેને વિનાશ નથી, તે નિત્ય છે. પ્રલય વખતે તેના નાશનું કઈ કારણ ન હોઈ તેનો નાશ થતો નથી. સર્ગ કાળે તેની ઉત્પત્તિનું કેઈ કારણ ન હોઈ તેનો ઉત્પાદ થતો નથી. આમ તે નિત્ય છે.૪૧
તેનું જ્ઞાન એક જ છે. તેના જ્ઞાનમાં કોઈ ફેરફાર–ભેદ-આવતો નથી કારણ કે તેનું જ્ઞાન અતીત, અનાગત, સૂક્ષ્મ, વ્યવહિત બધી વસ્તુઓને જાણે છે. તે બધાં ને–વિષયોને યુગપ જાણે છે એટલે તેના જ્ઞાનમાં ભેદ પડતો નથી. જો કહે કે તે બધા વિષયોને ક્રમથી જાણે છે એટલે તેના જ્ઞાનમાં ભેદ પડવો. સંભવે છે તો તે બરાબર નથી, કારણ કે અનન્ત વિષયોને ક્રમથી જાણી શકાય જ નહિ. તેથી આ ક્રમથી જાણવાનો મત સ્વીકારતાં તે તેનામાં અજ્ઞાતૃત્વ આવે અને પરિણામે કર્મફલદાનરૂપ વ્યવહારનો લોપ થાય.૪૨ - ઈશ્વરનું જ્ઞાન પ્રત્યક્ષ જેવું હેઈ પ્રત્યક્ષ કહેવાય છે. તે પ્રત્યક્ષની જેમ ઈન્દ્રિયસન્નિકર્ષથી ઉત્પન્ન થતું નથી. અર્થો ઈશ્વરજ્ઞાનને ઉત્પન્ન કરતા નથી.૪૪
જેટલા આત્મગુણ ઈશ્વરમાં છે તે બધા નિત્ય જ છે, કારણ કે તે ગુણ મનઃસંયોગથી ઉત્પાઘ નથી; તેમને મનસંગની અપેક્ષા નથી. દુઃખ અને