________________
૨૬ર
પદર્શન . સૌ પ્રથમ તે ઈશ્વરનું અસ્તિત્વ નીચે પ્રમાણે પુરવાર કરે છે. પૃથ્વી વગેરે કર્યો છે, કારણ કે તે અનિત્ય છે અને સન્નિવેશવાળાં છે (રચનાવાળાં છે, સાવયવ છે). તે કાર્યો હોવાથી તેમને પણ કઈ કર્તા હેવો જોઈએ. કાર્યને કર્તા હોય છે જ. કર્તા વિના કાર્ય ઉત્પન્ન થતું નથી. ઉદાહરણાર્થ, ઘટ કાર્ય છે અને તેનો કર્તા કુંભાર છે. કર્તા વિના ઘટ બની શકે જ નહિ. આમ પૃથ્વી વગેરે કાર્યોને કર્તા સિદ્ધ થાય છે. તે જ ઈશ્વર છે. ૩૨
આ સામે કઈ દલીલ કરે છે કે કેટલાંક કાર્યો કર્તા દેખાતા નથી. ખેડ્યા વિનાની પડતર જમીનમાં છેડવાં ઊગી નીકળે છે. તેમને કઈ કર્તા દેખાતો નથી.
આ દલીલનું ખંડન કરતાં જયંત કહે છે કે દેખાવા હોવા છતાં ન દેખાય તે તે નથી” એમ નિશ્ચય કરી શકાય. પરંતુ ઈશ્વર અશરીરી હાઈ તે દેખાવા ગ્ય જ નથી. તેથી તે દેખાતો નથી. આમ તે દેખાતું નથી માટે તેનું અસ્તિત્વ નથી એવો નિશ્ચય ન કરી શકાય.૩૩
અહીં વળી કેઈ આપત્તિ ઊઠાવે છે કે દષ્ટ પૃથ્વી પાણી વગેરેથી જ અકૃષ્ટજાત છેડવાની ઉત્પત્તિ માનવી જોઈએ, ન દેખાતા ઈશ્વરને તેમને કર્તા માનવો અનુચિત છે.
આને ઉત્તર આપતાં જયંત કહે છે કે આ આપત્તિ બશબર નથી. બધા પરલોકવાદીઓ ન દેખાતાં કર્મોની કલ્પના કેમ કરે છે ? કર્મની કલ્પના એટલા માટે કરવામાં આવી છે કે જેથી જગતના વૈચિત્ર્યને ખુલાસો થઈ શકે. તેવી જ રીતે, અચેતન કારકે ચેતનથી પ્રેરિત ન હોય તે કાર્યોની ઉત્પત્તિનો ખુલાસો થઈ શકતું નથી, તેથી જ્યાં કર્તા દેખાતો નથી ત્યાં પણ કતાં કલ્પવામાં આવ્યો છે.૩૪
કેઈ શંકા કરે છે કે કાર્ય ઉપરથી તે સામાન્યપણે કર્તાનું અનુમાન થાય પરંતુ વિશેષ પ્રકારના કર્તા – આત્મવિશેષ ઈશ્વરનું અનુમાન ન થઈ શકે. આ શંકાનું સમાધાન કરતાં જયંત કહે છે કે આગમથી વિશેષ પ્રકારના કર્તાનું જ્ઞાન થાય છે. જે કહે કે આગમથી તેનું જ્ઞાન માનતાં ઇતરેતરાશ્રય દેવ આવશે કારણ કે ઈશ્વર આગમથી સિદ્ધ થશે અને આગમનું પ્રામાણ ઈશ્વરકવથી સિદ્ધ થશે, તે તેમ કહેવું બરાબર નથી કારણ કે ઈશ્વર બીજ પ્રમાણોથી પણ પુરવાર થાય છે. પવળી, કાર્યની વિશેષતા ઉપરથી કર્તાની વિશેષતાનું અનુમાન થઈ શકે છે. ધૂમની વિશેષતા પ્રત્યક્ષ કરી તે ઉપરથી અનુમાન