SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ વૈશાષકદન ૨૩૩ તેમની વાત બરાબર નથી. બધી જ પ્રવૃત્તિએ કમબંધનુ ફ્લેશપૂર્વ કકરાતી પ્રવૃત્તિએ જ કર્મબંધનું કારણ છે. નાશ પામે છે તેવા જ કબંધ અટકી જાય છે અને પરિણામે નવા જન્મ સંભવતા નથી.૨૧૪ પૂર્વીકૃત કર્યાં તે તે જ છેલ્લા જન્મમાં ભાગવાઈ જાય છે. એમ જેઓ કહે છે કારણ નથી પરંતુ તેથી જેવા લેશે (૪) સમાધિ અશકય હેાઈ તત્ત્વજ્ઞાન અશકય છે અને તત્ત્વજ્ઞાન અશકય હાઈ મેક્ષ અશકય છે એવી દલીલ ઠીક નથી. સમાધિ તૂટે છે અને સમાધિ તૂટવાનાં કારણા સમાધિના વિરાધી વિક્ષેપેા છે એને સ્વીકાર તેા સૌ કરે છે. પરંતુ આ વિક્ષેપ સમાધિના ભંગ ન કરી શકે તે માટેના ઉપાય પણ છે. તે ઉપાય છે અભ્યાસ. સમાધિના નિરન્તર અભ્યાસ કરવા જોઈ એ. અભ્યાસથી એવુ' સામર્થ્ય પ્રગટે છે કે વિક્ષેપે સમાધિનેા ભંગ કરવા અસમર્થ બની જાય છે. અભ્યાસનુ ફળ અવશ્ય મળે છે. અભ્યાસથી સમાધિ ઉત્તરેત્તર દૃઢ બને છે. આ જન્મમાં અભ્યાસથી જેટલી દઢતા આવી હોય છે તે જન્માન્તરમાં પણ ચાલુ રહે છે અને નવા જન્મમાં તે અભ્યાસ ચાલુ રહે તે દૃઢતા વધે છે અને આ ક્રમે એક સમય એવા આવે છે જ્યારે સમાધિ પ્રકૃષ્ટ દૃઢતાવાળી બની જાય છે. આવી પ્રકૃષ્ટ સમાધિ તત્ત્વજ્ઞાનને જન્માવે છે.૨૧૫ ચેાગના યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા અને ધ્યાન એ ઉપાયાના અનુષ્ઠાનથી સમાધિ પ્રાપ્ત થાય છે અને સમાધિના અભ્યાસથી સમાધિ પ્રકૃષ્ટ બને છે.૨૧૬ આવી પ્રકૃષ્ટ સમાધિ તત્ત્વજ્ઞાનનું કારણ છે. જેમ જેમ અભ્યાસથી સમાધિની દૃઢતા વધતી જાય છે તેમ તેમ વિષયાનુ પ્રાબલ્ય હણાતુ નય છે. સમાધિમાં વિષયાના પ્રાબલ્યને હણવાની શક્તિ છે એ વસ્તુ અન્યમનસ્કતાના દૃષ્ટાન્તથી સૂચવાય છે. આપણે ઘણીવાર કહીએ છીએ કે મે' તે સાંભળ્યું નહિ કારણ કે મારું મન ખીજે લાગેલુ હતુ .૨૧ ઉપરાંત, વિક્ષેપ સમાધિના ભંગ ન કરે તે માટે ગુફા, નદીતીર, અરણ્ય જેવાં સ્થાનામાં સમાધિના અભ્યાસ કરવાના ઉપદેશ આપ્યા છે.૨૧૮ (૫) મેાક્ષની શકયતા સ્વીકારતાં સંસારેાચ્છેદની આપત્તિ આવે છે એમ માનવું બરાબર નથી. મેક્ષ શકય હેાવા છતાં સંસારાચ્છેદ થવાના નથી. એનું કારણ એ છે કે આત્માઓ અનત છે. ભલેને આત્માએ મુક્ત થયા કરે પરંતુ સ'સારી આત્માએ અનંત હોવાથી તેમનેા અંત થવાનેા નથી અને
SR No.005834
Book TitleShaddarshan Part 02 Nyaya Vaisheshik
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherUniversity Granthnirman Board
Publication Year1974
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy