________________
ષદ્ધ ન
(૨) કલેશેાના (રાગ વગેરેનેા) ક્ષય કરવા શકય નથી અને તેથી મેક્ષ શકય નથી એમ કહેવું ઠીક નથી. ક્લેશાના ઉચ્છેદ શકય છે તે સુષુપ્તિના દૃષ્ટાન્તથી સમજાય છે. સ્વપ્નરહિત સુષુપ્તિમાં કલેશે! ઉદ્ભવતા નથી. સુષુપ્તિની અવસ્થા થાડા ગાળાની હાય છે જ્યારે મેાક્ષાવસ્થા અનન્ત કાળની હેાય છે. સુષુપ્તિમાંથી જાગૃતાવસ્થા થાય છે પરંતુ મેાક્ષાવસ્થામાંથી સંસારાવસ્થા થતી નથી. એટલે સુષુપ્તિમાંથી જાગેલાને પુનઃ કલેશા ઉદ્ભવે છે, જ્યારે મુક્તને પુનઃ કલેશા ઉદ્ ભવવાના સંભવ નથી. આમ કેમ ? સુષુપ્તિની અવસ્થા સંપૂર્ણ કલેશે પશાન્તિની અવસ્થા છે જ્યારે મેાક્ષની અવસ્થા સંપૂર્ણ ક્લેશક્ષયની અવસ્થા છે. સંપૂર્ણ લેશેાપશાન્તિની અવસ્થા સંપૂર્ણ કલેશક્ષયની અવસ્થાની સભવિતતા સૂચવે છે.૨૧૦
૨૩૨
કલેશે। આત્મદ્રવ્યના ધર્યું હોવા છતાં આત્મદ્રવ્યનું સ્વરૂપ જેમ નિત્ય છે તેમ તેઓ નિત્ય નથી. તે અનિત્ય છે અને આત્મામાં ઉત્પન્ન થતા રહે છે અને નાશ પામતા રહે છે. આમ કલેશા ઉત્પાદન્યયશીલ હાવાથી તેમને અત્યંત ઉચ્છેદ સંભવે છે.૨૧૧
કલેશે। સ્વાભાવિક નથી પરંતુ તેમનું પણ કારણ છે. કલેશેાનું કારણ સ ંકલ્પ છે—મિથ્યાજ્ઞાન છે. આ મિથ્યાજ્ઞાનના નાશ તેના પ્રતિપક્ષ તત્ત્વજ્ઞાનથી થાય છે. મિથ્યાજ્ઞાનને નાશ થતાં કલેશેત્પત્તિનું કારણ રહેતું નથી. તેથી લેશે। ક્ષય પામે છે.૨૧૨
રાગ વગેરેને નાશ તેમની પ્રતિપક્ષ મૈત્રી આદિ ભાવનાએથી થઈ શકે છે. વિષયદોષદશનરૂપ અશુભ સંજ્ઞાની ભાવનાથી રાગ શમે છે.૨૧૭
આમ લેશે। નિત્ય નથી, સ્વભાવિક નથી, તેમનું કારણ ણીતું છે અને તે કારણને દૂર કરવા સમથ એવા તેના વિરેાધી પણ જાણીતા છે. એટલે ફ્લેશાના ઉચ્છેદ શકય છે જ. અને ક્લેશને ઉચ્છેદ શકય હેાઈ માક્ષ પણ
શકય છે જ.
(૩) ક્લેશરહિત વ્યક્તિની પ્રવૃત્તિ પુનભવનું કારણ નથી. ક્લેશયુક્ત પ્રવૃત્તિ જ પુનભવનું કારણ છે. ક્લેશરહિત પ્રવૃત્તિથી નવાં કમ બંધાતાં નથી જેને ભાગવવા નવા ભવ લેવા પડે. ક્લેશરહિત વ્યક્તિ ક" કરવા છતાં કર્માંથી લેપાતી નથી. આથી પ્રવૃત્તિથી કબધ, બંધાયેલ કમ ભાગવવા પ્રવૃત્તિ, વળી તે પ્રવૃત્તિથી કમ`બંધ, વળી તે બધાયેલ કમ ભાગવવા પ્રવૃત્તિ આમ પ્રવૃત્તિ અને કમ`બંધનું અવ્યાહત ચક્ર ચાલ્યા જ કરે છે, એટલે મેક્ષ અશકય છે