________________
વિશેષિક દર્શન
૨૩૨ ગૌણ અર્થ-કર્માનુષ્ઠાન-જ લેવો જોઈએ. મુખ્યાર્થ અને ગૌણ અર્થ વચ્ચે કઈ સંબંધ હોવો જોઈએ. અહીં તે બે અર્થો વચ્ચે એ સંબંધ છે કે જેમ ઋણું ન ચૂકવનારની નિન્દા અને ઋણ ચૂકવનારની પ્રશંસા થાય છે તેમ કર્મો ન કરનારની નિન્દા અને કર્મ કરનારની પ્રશંસા થાય છે. આમ નિન્દવ-પ્રશંસ્યત્વ એ સાદય બે અર્થો વચ્ચે છે. એટલે મુખ્યાર્થીનો બાધ થતાં તેની સાથે સંબદ્ધ ગૌણ અર્થ અહીં સ્વીકારવામાં આવે છે. આમ ઋણથી અહીં કર્માનુષ્ઠાન જ સમજવાનું છે. •
હવે, આ કર્મનુષ્ઠાનની વાત તો તેને માટે જ છે જેને કર્મફળની કામના છે. અર્થાત જ્યાં સુધી કર્મફળની કામના હોય ત્યાં સુધી જ કર્મો કરવા જોઈએ. એવું શ્રતિ કહે છે. આને અર્થ એ કે ફલેપભેગ ઈચ્છતી વ્યક્તિ અનુરૂપ કર્મો ન કરે તો તેની નિન્દા થાય છે અને ફલેપભોગ ઈચ્છતી વ્યક્તિ અનુરૂપ કર્મો કરે તો તેની પ્રશંસા થાય છે. પરંતુ જે લોપભોગ ઈચ્છતો નથી તેની બાબતમાં નિન્દા-પ્રશંસાને પ્રશ્ન જ ઊઠતો નથી.૨૦૭
જેને કામના નથી તેને માટે કમનુષ્ઠાનનું વિધાન કૃતિઓ કરતી નથી. કામનારહિત વ્યક્તિ કમનુષ્ઠાન શા માટે કરે? શ્રુતિ કહે છે “સ્વર્ગકામે યજેવ અર્થાત જેને સ્વર્ગની કામનાં હોય તે યજ્ઞ કરે.૨૦૮ કામનારહિત વ્યક્તિ તે સઘળું ત્યજીને યતિધર્મ સ્વીકારે છે, અને આત્યંતિક દુઃખનિવૃત્તિ માટે સાધના કરે છે. કર્મફલની ઈચ્છા હોય ત્યાં સુધી જ કર્મો કરવાં જોઈએ. કર્મફલેચ્છા નિવૃત્ત થતાં કર્મો કરવાનું કેઈ બંધન નથી. કર્મફલેચ્છાથી રહિત વ્યક્તિ મોક્ષ માટે સાધના કરે છે. શ્રતિ પણ કહે છે–પ્રજાવાળા, ધનને ઈચ્છતા ઋષિઓ કર્મ કરે છે અને તે દ્વારા મૃત્યુ પામે છે (અને પુનર્જન્મ પામે છે). પરંતુ કર્મ, પ્રજા કે ધનથી અમરતા (મૃત્યુથી પર અવસ્થા યા સંસારથી છૂટકારે અર્થાત મોક્ષ) પ્રાપ્ત થતી નથી, અમરતા તો કેવળ ત્યાગથી મળે છે, “કામનાવાળે. પુરુષ પોતાની કામનાને અનુરૂપ સંકલ્પ કરે છે, સંકલ્પને અનુરૂપ કર્મ કરે છે અને કર્મને અનુરૂપ થાય છે (જન્મે છે). “જે કામનારહિત છે તે નિષ્કામ છે, આત્મકામ છે, આપ્તકામ છે અને તેને પુનર્ભવ નથી.૨૦૯ આમ જે કામનાયુક્ત છે તે કર્મ કરે છે અને કર્મ દ્વારા સંસરણ કરે છે જ્યારે જે કામનારહિત છે તે ત્યાગ કરે છે અને મોક્ષ માટે સાધના કરે છે અને તે દ્વારા મેક્ષ પ્રાપ્ત કરે છે. આમ કર્માનુષ્ઠાનમાં જ જીવન પૂરું થઈ જાય છે અને મોક્ષ માટે સાધના કરવાનો અવકાશ જ સંભવતો નથી એમ માનવું બરાબર નથી.. . .