________________
વૈશેષિક દર્શન
રર૫ કલ્પના કરવી પણ શક્ય નથી એમ સ્વીકારવું જોઈએ કારણ કે તે પણ પ્રમાણવિરુદ્ધ છે. ૧૭૦ જે કહો કે આગમાં મુક્તને આત્યંતિક સુખ હોય છે એમ કહ્યું છે તો તેમ કહેવું બરાબર નથી કારણ કે આગમાં પ્રયુક્ત “સુખ” શબ્દનો અર્થ દુઃખાભાવ છે.૭૧ સામાન્ય લેકે પણ દુઃખાભાવના અર્થમાં સુખ-શબ્દ પ્રયોગ કરે છે.૧૭૨ નિત્ય સુખ તરફને રાગ મુમુક્ષને મેક્ષપ્રાપ્તિમાં બાધક છે કારણ કે રાગ જ બંધન છે અને બંધન હોતાં મુકિત સંભવે નહિ.૧૭૩ નિત્ય સુખ પ્રત્યે રાગ ન હોવો મુમુક્ષને મોક્ષપ્રાપ્તિ માટે જરૂરી હોઈ મેક્ષાવસ્થામાં નિત્ય સુખનું હોવું કે ન હોવું એક્ષપ્રાપ્તિ માટે અનાવશ્યક છે.૧૭૪ અર્થાત મોક્ષમાં નિત્યસુખ હોય છે કે નહિ તે પ્રશ્ન અપ્રસ્તુત છે અને તેને નિર્ણય કરવો પણ શક્ય નથી. પરંતુ મેક્ષમાં દુઃખ હોતું નથી– દુઃખની આત્યંતિક નિવૃત્તિ હોય છે—એ તે તર્કથી સિદ્ધ થઈ શકે છે. બીજા શબ્દોમાં, મોક્ષમાં આત્યંતિક દુઃખનિવૃત્તિ ઉપરાંત નિત્યસુખને માનવામાં કઈ તક કે કઈ પ્રયજન હેઈમોક્ષમાં નિત્યસુખ માનવું ન જોઈએ.
અહીં એ વાત નોંધવી જરૂરી છે કે કેટલાક નિયાયિક ન્યાય-વૈશેષિક : સંપ્રદાયની મુક્તિના સ્વરૂપ વિશેની પરંપરાગત માન્યતા છોડી મુક્તિમાં નિત્ય સુખ અને તેની અનુભૂતિ સ્વીકારતા થયા હતા. આનો પડઘો માધવાચાર્યના સંક્ષેપ કરજયમાં પડ્યો છે. તેમાં શંકરમુખે કહેવડાવવામાં આવ્યું છે કે વૈશેષિક સમ્મત મુક્તિમાં બધા આત્મગુણોને અત્યંત ઉચ્છેદ થાય છે. અર્થાત્ મુકિતમાં સુખ કે તેનું સંવેદન હોતું નથી જ્યારે તૈયાયિકસમ્મત મુક્તિમાં નિત્ય સુખ અને તેનું સંવેદન હોય છે.૧૭પ “સર્વદર્શનસિદ્ધાન્તસંગ્રહમાં પણ આ મતભેદને નિર્દેશ થયો છે.૧૭૬ નવમી શતાબ્દીમાં ભાસર્વજ્ઞ નામના એક નૈયાયિક થઈ ગયા છે. તેમણે પોતાના ગ્રંથ “ન્યાયસારમાં વાસ્યાયનની દલીલેનું ખંડન કરી મુક્તિમાં નિત્ય સુખ અને તેના સંવેદનની સ્થાપના કરી છે. તેમની મુખ્ય દલીલે નીચે પ્રમાણે છે : મુક્ત પુરુષના નિત્ય સુખ વિશે શાસ્ત્રો પ્રમાણ હોઈ કેઈ પણ રીતે તેને અસ્વીકાર થઈ શકે નહિ. જે શાસ્ત્રવાક્યોમાં આનંદ અને “સુખ’ શબ્દોને પ્રયોગ થયે છે તેમના મુખ્યાર્થીનું કંઈ બાધક નથી કારણ કે મુક્ત પુરુષને નિત્ય સુખને અનુભવ પણ નિત્ય છે. બધા આત્માઓને નિત્ય સુખ અને નિત્ય સુખનો અનુભવ હમેશા હોય છે જ. પરંતુ સંસારાવસ્થામાં પાપ વગેરે પ્રતિબંધકને લઈને તે નિત્ય સુખ અને તેના - અનુભવ વચ્ચે વિષય-વિષવિભાવરૂપ સંબંધ સ્થપાતો નથી જ્યારે મુક્તિમાં બધાં ૫. ૧૫