________________
૨૨૪
પદર્શન ધર્મ ગણશે તો તે ધર્મ શેનાથી જન્મે છે તે કહેવું પડશે. જે એ ધર્મને
ગસમાધિજન્ય ગણશે તે જન્ય ધર્મને નાશ તેના કાર્ય નિત્યસુખજ્ઞાનની ઉપત્તિથી થઈ જશે અને પરિણામે ધર્મ નાશ પામતાં નિત્યસુખનું જ્ઞાન પણ હંમેશ માટે નાશ પામશે.૧૬૩ ધર્મને નાશ થતાં નિત્ય સુખનું જ્ઞાન નાશ પામે છે એટલે નિત્ય સુખ હોવા છતાં તેનું જ્ઞાન થતું નથી એમ જ કહે તે નિત્ય સુખ હોવા છતાં તેનું જ્ઞાન થતું નથી એમ માનવા કરતાં નિત્ય સુખ ના હેવાથી તેનું જ્ઞાન થતું નથી એમ માનવું અહીં વધુ ઉચિત ઠરશે.૧૬૪ ધર્મને ક્ષય થતા જ નથી એમ તે ન કહી શકાય કારણ કે તે જન્ય છે એટલે તેને ક્ષય માનવો જ જોઈએ.૧ ૬પ જે નિત્ય સુખના જ્ઞાનને નિત્ય માનશો તો તે જ્ઞાનના હેતુને પણ નિત્ય માનવો પડશે. નિત્ય સુખના નિત્ય જ્ઞાનના હેતુને નિત્ય માનતાં મુક્ત પુરુષની જેમ સંસારી પુરુષમાં પણ નિત્ય સુખ અને નિત્ય સુખના જ્ઞાનને સ્વીકારવાની આપત્તિ આવે. જો સંસારી પુરુષમાં નિત્ય સુખ અને નિત્ય સુખનું જ્ઞાન સ્વીકારવામાં આવે તો ધર્માધર્મનાં ફળ સુખ-દુઃખનાં અનિત્ય જ્ઞાન સાથે તેને નિત્ય સુખનું નિત્ય જ્ઞાન થવું જોઈએ પણ થતું નથી.૧૬ ધમધર્મનાં ફળ સુખ-દુઃખનાં અનિત્ય જ્ઞાન સાથે નિત્ય સુખનું નિત્ય જ્ઞાન સંસારીને થતું નથી કારણ કે સંસારાવસ્થામાં શરીર તેનું પ્રતિબંધક (obstructor) છે એમ ખુલાસો કરવો બરાબર નથી. શરીર તો સુખભોગનું સ્થાન છે–ભોગાયતન–છે. એટલે તે સુખભોગ યા સુખસંવેદનનું પ્રતિબંધક છે એમ કહેવું તદ્દન ખોટું છે. એવું કઈ અનુમાન નથી જે બતાવતું હોય કે અશરીરી આત્મા સુખભેગ કરે છે.૧૪૭ ઈષ્ટની (સુખની) પ્રાપ્તિ માટે મોક્ષને ઉપદેશ આપવામાં આવે છે અને તેને માટે મુમુક્ષુઓ પ્રવૃત્તિ કરે છે; તેથી મોક્ષાવસ્થામાં સુખ હોવું જોઈએ—આમ કહેવું બરાબર નથી કારણ કે અનિચ્છની (દુ:ખની) નિવૃત્તિ માટે જ મોક્ષનો ઉપદેશ છે અને તેને માટે જ મુમુક્ષની પ્રવૃત્તિ હોય છે. ઈષ્ટ અનિષ્ટથી અનુવિદ્ધ જ હોય છે. અનિષ્ટથી અનનુવિદ્ધ ઈષ્ટ સંભવતું નથી. અનિષ્ટને ઈષ્ટથી જુદું પાડવું શક્ય નથી. તેથી ઈષ્ટ પણ અનિષ્ટ છે. એટલે અનિષ્ટને દૂર કરવા પ્રવૃત્ત થનાર ઈષ્ટને પણ જે છે.૧૬૮ દષ્ટ અનિત્ય સુખને ત્યજીને મોક્ષાવસ્થાના નિત્ય સુખને મુમુક્ષુ ઇચ્છે છે એમ જે માનશે તે દષ્ટ અનિત્ય શરીર, ઈન્દ્રિય, બુદ્ધિને ત્યજી નિત્ય શરીર, ઈજ્યિ, બુદ્ધિને મુમુક્ષુ ઈચ્છે છે એમ માનવું પડશે, અર્થાત મુક્તિમાં નિત્ય શરીર, વગેરે પણ કલ્પવાં પડશે. મુક્તિમાં નિત્ય શરીર, વગેરે માનતાં મુક્તિ મુક્તિ નહિ રહે.૧૬૯ કહે કે મુક્તિમાં નિત્ય શરીર, વગેરેની કલ્પના કરવી શક્ય નથી કારણ કે તે કલ્પના પ્રમાણવિરુદ્ધ છે. તે મુક્તિમાં નિત્ય સુખની