________________
૨૧૮
દર્શન
ગયા છીએ. જાતિ ઉપરાંત ધર્મ પણ અમુક પ્રકારના સંસ્કારોને ઉધક છે. પૂર્વજન્મના જાતિવિષયક સંસ્કારને ઉધક ધર્મ છે.૧૩ર વાચસ્પતિ આ ધર્મને વેદાભ્યાસજનિત ધર્મ તરીકે સમજાવે છે.૧૩૩ અહીં એ નોંધવું રસપ્રદ થશે કે મનુસ્મૃતિમાં મન પૂર્વજન્મના જાતિવિષયક સંસ્કારોના ઉધક તરીકે નિરંતર વેદાભ્યાસ, શૌચ, તપ અને અહિંસાને ગણાવે છે.૧૩૪ તેથી પૂર્વજન્મના જતિવિષયક સંસ્કારનું ઉધક કારણ જે પ્રાપ્ત કરે છે તેને જ પૂર્વજન્મમાં પોતે કેણ હતો, કેવો હતો, ક્યાં હતો, વગેરેનું સ્મરણું થાય છે. પૂર્વજન્મમાં પોતે કેણ હતો, ક્યાં હતો, કેવો હતો, વગેરેના સ્મરણને જાતિસ્મરણ કહેવામાં આવે છે. આવું જાતિસ્મરણજ્ઞાન છે જ, પરંતુ તે કેઈકને જ થાય છે કારણ કે તેના સંસ્કારને ઉધક ધમ કેઈક જ પામે છે.
આત્માને પૂર્વજન્મ સિદ્ધ થતાં તેને પુનર્જન્મ આપોઆપ સિદ્ધ થઈ જાય. છે. શરીરની ઉત્પત્તિ સાથે આત્મા ઉત્પન્ન થતો નથી તેમ જ શરીરના નારા સાથે આત્મા નાશ પામતું નથી. આત્મા તો એક શરીરને છોડી નવું શરીર ધારણ કરે છે. પૂર્વશરીરનો ત્યાગ એ મૃત્યુ છે અને નૂતન શરીરનું ધારણ એ જન્મ છે. પૂર્વશરીર છેડી નૂતન શરીર ધારણ કરવું એનું નામ જ પ્રેત્યભાવ છે. જે શરીરના નારા સાથે આત્માનો નાશ અને નૂતન શરીરની ઉત્પત્તિ સાથે નૂતન આત્માની ઉત્પત્તિ સ્વીકારવામાં આવે તો કૃતતાન અને અકૃતાભ્યાગમ દોષ આવે. શરીરના નાશ સાથે આત્માનો નાશ થઈ જતો હોય તો તેણે કરેલાં કર્મોનું ફળ તેને ભોગવવા નહિ મળે. શરીરની ઉત્પત્તિ સાથે આત્મા પણ ઉત્પન્ન થતો હોય તે તે જે ભોગવશે તે તેના પિતાનાં કર્મનું ફળ નહિ ગણાય. આમ શરીરના નાશ સાથે આત્માનો ઉચ્છેદ અને શરીરની ઉત્પત્તિ સાથે આત્માની ઉત્પત્તિ માનતાં કર્મસિદ્ધાન્ત ઠાલે ઠરે અને સાધના ફેગટ ઠરે. એટલે શરીરના નાશ સાથે આત્માનો નાશ અને શરીરની ઉત્પત્તિ સાથે આત્માની ઉત્પત્તિ ન માનતાં નિત્ય આત્મા એક શરીરને છેડી બીજા શરીરને ધારણ કરે છે એમ જ માનવું જોઈએ. ૧૩૫
પૂર્વજન્મની પરંપરા અનાદિ છે પરંતુ પુનર્જન્મની પરંપરા અનન્ત નથી, કારણ કે જન્મનું કારણ ધમધમે છે, તેથી ધર્માધર્મને ક્ષય થતાં પુનર્જન્મની પરંપરા અટકી જાય છે અને આત્માનો દેહ સાથેનો સંબંધ સદાને માટે છૂટી જાય છે, પરંતુ આત્માને નાશ થતો નથી. આ જ અપવર્ગ યા મોક્ષ છે.૧૩ આની વિશેષ ચર્ચા હવે કરીશું.