________________
વૈશેષિકદર્શન
૨૧૭
સંસ્કારે છે અને તે સંસ્કારની જાગૃતિનું એક નિયામક કારણ જાતિ છે. એટલે જ કણદે કહ્યું છે કે અમુક પ્રકારની જાતિ (જન્મ યા દેહ) અમુક પ્રકાસ્ના રાગ ઉત્પન્ન કરે છે.૧૩૦
જીવોમાં જુદી જુદી જાતનાં શરીરે, જુદી જુદી જાતની શક્તિઓ અને જુદી જુદી જાતના સ્વભાવો આપણને જણાય છે. આ વૈચિત્ર્યનું કારણ તેમણે પૂર્વજન્મમાં કરેલાં જુદી જુદી જાતનાં કર્મો છે. આમ પૂર્વજન્મનાં વિચિત્ર કને માન્યા વિના જીવો વચ્ચે જે ભેદ જણાય છે તેને ખુલાસો થઈ શકતો નથી. એક જ માબાપના સમાન પરિસ્થિતિમાં ઉછરેલા જોડિયા બાળકમાં જણાતા ભેદનો ખુલાસે પૂર્વજન્મમાં કરેલાં કર્મો અને તેની અસર માન્યા વિના થઈ શકે નહિ. ૧૩૧
જો પૂર્વજન્મ હોય તો પૂર્વજન્માનુભૂત કઈ કઈ વિષયનું જ સ્મરણ કેમ થાય છે ? પૂર્વજન્માનુભૂત બધા વિષયેનું સ્મરણ કેમ થતું નથી ? પૂર્વજન્મમાં હું કેણ હતો, ક્યાં હતો, કેવો હતો, વગેરેનું સ્મરણ કેમ થતું નથી ?
આના ઉત્તરમાં ન્યાય-વૈશેષિક ચિ તકે જણાવે છે કે આત્મગત જે પૂર્વ સંસ્કાર આ જન્મમાં ઉદ્ભુદ્ધ થાય છે તે સંસ્કારે જ સ્મૃતિ ઉત્પન્ન કરે છે. ઉબુદ્ધ સંસ્કાર જ સ્મૃતિનું કારણ છે. જે સંસ્કારો અભિભૂત રહે છે તે સ્મૃતિ જન્માવતા નથી. સંસ્કાર હોય એટલે સ્મૃતિ થાય જ એવું નથી. સ્મૃતિ થવા માટે પૂર્વે સંસ્કારની જાગૃતિ થવી આવશ્યક છે. આ જન્મમાં જે વસ્તુઓ બાળપણમાં અનુભવી હોય છે તે બધીનું સ્મરણ શું આપણને વૃદ્ધાવસ્થામાં થાય છે? ના. બાળપણમાં અનુવેલ વિષયોના સંસ્કાર વૃદ્ધાવસ્થામાં હોય છે પણ તેમાંથી બધા જાગૃત થતા નથી, એટલે તે બધા વિષયેની સ્મૃતિ વૃદ્ધાવસ્થામાં થતી નથી. વળી, આપણે જાણીએ છીએ કે દુઃખને કારણે કેટલીક વ્યક્તિઓ પરિચિત
વ્યક્તિને પણ ભૂલી જાય છે કારણ કે દુઃખે તે પરિચિત વ્યક્તિના પડેલ સંસ્કારોને અભિભૂત કરી દીધા છે. એવી જ રીતે, જીવનું મૃત્યુ થતાં તે મૃત્યુ તેના અનેક સુદઢ સંસ્કારને અભિભૂત કરે છે. પરંતુ પુનર્જન્મ યા દેહાન્તરપ્રાપ્તિ થતાં તેના અનેક પૂર્વસંસ્કારે જાગ્રત થાય છે. જેઓ સંસ્કારને ઉબુદ્ધ કરે છે (જાગૃત કરે છે, તેમને સંસ્કારના ઉધક ગણવામાં આવે છે. આ ઉધકે અનેક જાતના છે અને તેઓ ખાસ પ્રકારના સંસ્કારોને જ જાગૃત કરે છે. આ ઉબોધકેમાં એક ઉધક જાતિ (જન્મ) છે. જે પ્રકારનો જન્મ જીવ પ્રાપ્ત કરે છે તેને અનુરૂપ સંસ્કારને ઉબેધક તે જન્મ (જાતિ) છે. આ વસ્તુ આપણે જોઈ