________________
વેષિકદર્શીન
૨૦૯
વચ્ચે. નિત્ય સંચાગ સ્વીકારતા. નથી—અનિત્ય સયેાગની શકયતા તે કઈ રીતે કાઇ માનતુ નથી—તેઓ કહે છે કે પ્રત્યેક જીવાત્મામાં જે અણુ મન છે તે વિભુ પરમાત્મા ઈશ્વની સાથે સંયુક્ત છે, મનને જીવાત્મા સાથે પણ સાગ છે; તેથી મનઃસંયુક્ત જીવાત્મા સાથે પરમાત્માને સંયુક્તસ યાગરૂપ સંબંધ છે; આમ જીવાત્માની સાથે અનુરૂપ સંબધ હાઈ ને તેના અદૃષ્ટની સાથે પણ પરમાત્મા શ્ર્વિરના સંબ ંધ છે અને તેથી તે અદૃષ્ટનું અધિષ્ઠાતૃત્વ શ્ર્વિરની બાબતમાં ઘટે છે. ૧૧૧
આત્મબહુવ
ન્યાય-વૈશેષિકા એક જ આત્માને માનતા નથી પરંતુ તેઓ અનેક આત્માએ માને છે. તેઓ કહે છે કે આત્માએ અનેક છે કારણ કે પ્રાણીઓમાં વ્યવસ્થા છે. આ વ્યવસ્થા શુ છે ? મુદ્ધિ, સુખ, દુ:ખ, ઇચ્છા, વગેરે આત્માના ગુણા છે. જો આત્મા બધાં પ્રાણીએમાં એક જ હોય તે એક સમયે બધાં પ્રાણીઓને એકસરખા બુદ્ધિ, વગેરે ગુણા હેાવા જોઇએ. પરંતુ પરિસ્થિતિ એવી નથી. એક સમયે: કેટલાંક પ્રાણીઓની મુદ્ધિ તીવ્ર છે અને કેટલાંકની મદ છે; કેટલાંક પ્રાણીએ સુખી છે અને કેટલાંક દુઃખી છે; કેટલાંક પ્રાણીએ ધન ઇચ્છે છે અને કેટલાંક કીતિ ઇચ્છે છે; વગેરે. આમ એક કાળે પ્રાણીઓમાં જુદી જુદી જાતની બુદ્ધિએ, જુદી જુદી જાતનાં સુખા, જુદી જુદી જાતનાં દુઃખા, જુદી જુદી જાતની ઇચ્છા જણાય છે. આ દર્શાવે છે કે બધાં પ્રાણીઓમાં એક જ આત્મા નથી પરંતુ પ્રત્યેક પ્રાણીમાં જુદો જુદો આત્મા છે. આમ ત્રુદ્ધિ, સુખ, વગેરે ગુણાની વ્યવસ્થા આત્મા અનેક માનતાં ઘટે છે, એક માનતાં ઘટતી નથી.૧૧૨
જેમ બાલ્યાવસ્થા અને વૃદ્ધાવસ્થા એ બેયમાં એક જ આત્મા છે તેમ બધાં શરીરમાં એક આત્મા છે એમ માનવામાં આવે તે જેમ બાલ્યાવસ્થામાં અનુભવેલ વસ્તુનુ સ્મરણુ વૃદ્ધાવસ્થામાં થાય છે તેમ એક શરીરમાં અનુભવેલ વસ્તુનું સ્મરણ .બીજા શરીરમાં થવું જોઇએ. પરંતુ પરિસ્થિતિ એવી નથી. તેથી બધાં શરીરામાં એક જ આત્મા નથી પરંતુ પ્રત્યેક શરીમાં જુદો જુદો આત્મા છે એમ માનવું જ રહ્યું. આમ એક પ્રાણીએ અનુભવેલી વસ્તુનુ ં સ્મરણ ખીજું પ્રાણી કરી શકતું નથી પણ જે પ્રાણીએ વસ્તુને અનુભવ કર્યાં હોય તે જ પ્રાણી તે વસ્તુનું સ્મરણ કરી શકે છે—આ વ્યવસ્થા ઉપરથી આત્માએ પ્રતિપ્રાણી યા પ્રતિશરીર ભિન્ન છે એ પુરવાર થાય છે.૧૧૩
૧. ૧૪