________________
૨૦૮
પદર્શન
ન્યાયશેષિકે એક વધુ દલીલ કરે છે. શરીર જુદે જુદે સ્થાને જતાં તે તે સ્થાને આત્મગુણની ઉત્પત્તિ આત્માને સર્વવ્યાપી પુરવાર કરે છે. આમ આત્મગુણ સર્વત્ર જણાય છે એટલે આત્મા સર્વત્ર છે એમ માનવું જ રહ્યું.૧૦૬
વળી, યોગી અનેક શરીર નિર્માણ કરી એક જ વખતે તે બધાં શરીરમાં સુખ, વગેરેને ભેગા કરે છે; આત્માને વિભુ માન્યા વિના આ શક્ય નથી. ૧૦૭
કેઈ શંકા ઊઠાવી શકે કે આત્માનું વિભુત્વ સ્વીકારતાં બધા મૂર્ત પદાર્થો સાથે પ્રત્યેક આત્માને સંગ માનવો પડે અને પરિણામે એક આત્માને બધાં શરીરમાં સુખ-દુઃખભાગની આપત્તિ આવે. આના ઉત્તરમાં ન્યાય-વૈશેષિક ચિંતકે જણાવે છે કે આ આશંકા નિરાધાર છે કારણ કે જેમ અદષ્ટવિશેષ શરીરવિશેષની ઉત્પત્તિનું કારણ છે તેમ અદસ્કૃવિશેષ જ કેઈ એક વિશેષ શરીર સાથે કઈ એક વિશેષ આત્માના સંયોગને હેતુ છે. આમ અદષ્ટવિશેષને લઈને સંગવિશેષો થાય છે. અમુક સંગવિશેષના પરિણામે અમુક જ દેહમાં અમુક જ આત્મા સુખ-દુઃખાનુભવ કરે છે. એક જ સંયોગવિશેષ બધા આત્માઓનો બધા શરીર સાથે હોતો નથી. ૧૦૮
વળી, કેઈ નીચે પ્રમાણે શંકા ઉઠાવે છે: ન્યાય-વૈશેષિક મત અનુસાર ઈશ્વર (પરમાત્મા) જીવાત્માના અદષ્ટના અધિષ્ઠાતા છે; જીવાત્મા અને પરમાત્મા બંને વિભુ હોઈ તેમને સંગસંબંધ ઘટે નહિ. ઉપરાંત, બંને ભિન્ન હોઈ તેમની વચ્ચે અભેદસંબંધ પણ ઘટે નહિ. જીવાત્મા અને પરમાત્માને બીજે કંઈ સંબંધ ન્યાય-વૈશેષિક દર્શનમાં ઉલિખિત નથી. બંને વચ્ચે કેઈ સંબંધ ન હોય તે પરમાત્મા જીવાત્માના અદષ્ટની સાથે પણ સમ્બદ્ધ થઈ શકે નહિ અને પરિણામે તે અદષ્ટનું અધિષ્ઠાતૃત્વ તેની બાબતમાં ઘટે નહિ અને છેવટે અદષ્ટનો વિપાક પણ શક્ય બનશે નહિ. ૧૦૮
ન્યાયવાતિકકાર ઉદ્યોતકર આના ઉત્તમાં જણાવે છે કે આ આપત્તિ યેય નથી કારણ કે કેટલાક તૈયાયિકે બે વિભુ પદાર્થો વચ્ચે અજ સંયોગ અર્થાત નિત્ય સંયોગ સ્વીકારે છે. તેઓ કહે છે ઘટ વગેરે પરિચ્છિન્ન (મૂત) વસ્તુઓ સાથે જેમ વિભુ આકાશને સંયોગ છે તેમ વિભુ ઈશ્વરને પણ સંયોગ છે. તેથી ઈશ્વર પણ વ્યાપક આકાશ સાથે સંયુક્ત છે. આ મત પ્રમાણે બે વિભુ પદાર્થ પરમાત્મા અને જીવાત્મા નિત્ય સંયુક્ત છે. પરિણામે ઈશ્વરનું જીવાત્માના અદષ્ટનું અધિષ્ઠાતૃત્વ અક્ષુણ રહે છે. ૧૦ વળી, જે વૈશેષિકે બે વિભુ પદાર્થો