________________
વૈશેષિક દર્શન
9
ગુણે પ્રત્યક્ષચર નથી. પરંતુ હું સુખી છું હું દુઃખી છું” “હું જાણું છું” હું ઇચ્છું છું—આ પ્રતીતિઓમાં માનસપ્રત્યક્ષ દ્વારા આત્મા અને તેના ગુણનું જ્ઞાન થાય છે.૧૦૨ આ ઉપરથી ફલિત થાય છે કે આત્મા અણુપરિમાણુ નથી. નિત્ય આત્મા આશુપરિમાણ નથી એ સિદ્ધ થતાં જ તે વિભુ છે તે આપોઆપ સિદ્ધ થઈ જાય છે.
જેઓ આત્માને સ્વદેહ પરિમાણ માને છે. તેઓ કહે છે કે આત્મા અણુપરિમાણેય નથી કે વિભુ પણ નથી પરંતુ તે જે દેહ ધારણ કરે છે તે દેહ જેવડે થઈને તે રહે છે. ૧૦૩ દેહપરિમાણને મધ્યમપરિમાણ પણ કહેવામાં આવે છે. આ માન્યતા બરાબર નથી કારણ કે આ માન્યતા પ્રમાણે આત્મા પરિચ્છિન્ન- દેહ૫રિમિત-છે અને જે પરિચ્છિન્ન હોય તે અનિત્ય હેય, પરિણામે આત્માને અનિત્ય માનવાની આપત્તિ આવે છે. માનવને જે આત્મા માનવશરીર પરિમિત છે તે જ કર્માનુસાર હાથીને જન્મ પ્રાપ્ત થતાં હાથીના શરીર જેવડો બને છે અને કીડીને જન્મ પ્રાપ્ત થતાં કૌડીના શરીર જેવો બને છે. આમ આત્મા સંકોચવિકાસશીલ છે. અહીં જન્માક્તરની વાત બાજુએ રાખીએ તેય એક જન્મમાં બાલ્ય, યૌવન અને વાર્ધક્યયુક્ત શરીરમાં પણ આત્માને સંકેચ-વિસ્તાર થાય છે. આત્માને શરીરપરિમાણ માનનાર આત્માને સંકેચ-વિસ્તાર માને છે. પરંતુ આમ માનતાં આત્માનું સાધયવત્વ સ્વીકારવું પડે કારણ કે સાવયવ દ્રવ્ય જ સંકોચ-વિસ્તાર કરે છે અને આત્માનું સંવયવત્વ સ્વીકારતાં તેની અનિત્યતા સ્વીકારવી પડે કારણ કે નિત્ય વસ્તુ કદીય સાવયવ હોતી નથી. ૧૦૪ તેથી જીવ મધ્યમપરિમાણ છે એવો મત યોગ્ય નથી. મધ્યમપરિમાણ આત્માની બાબતમાં સંભવતું ન હાઈ કાં તો તે આણુપરિમાણ હોય કાં તે તે વિભુ હોય. ન્યાયવૈશેષિક અનુસાર આત્માના અણુપરિમાણનું આપણે ખંડન કર્યું છે. એટલે, જે બાકી રહ્યું તે વિભુત્વ જ આત્માની બાબતમાં સંભવે છે. આત્મા વિભુ છે.
આપણે આ પહેલાં જોઈ ગયા છીએ કે અગ્નિની ઊર્ધ્વગતિ અને વાયુની તિર્યક્રગતિનું કારણ અદષ્ટ છે. અદષ્ટ આત્માને વિશેષગુણ છે. આ અદષ્ટ અગ્નિ અને વાયુની સાથે સંબંધમાં આવ્યા વિના તેમનામાં અનુક્રમે ઊર્ધ્વગતિ અને તિર્યગતિ ઉત્પન્ન કરી શકે નહિ. અદષ્ટ આત્મામાં સમવાયસંબંધથી રહેતું હોઈ તેને બાહ્ય પદાર્થો સાથે સાક્ષાત સંબંધ શક્ય નથી. એટલે આત્માને વહ્નિ, વાયુ અને બીજા બાહ્ય પદાર્થો સાથે સંગસંબંધ માની તે દ્વારા અદષ્ટનો તેમની સાથે સંબંધ માનવો જોઈએ. આમ આત્માનો બધા મૂર્ત પદાર્થો સાથે સંગસંબંધ પુસ્વાર થાય છે, અને આ જ તે વિભુત્વ છે. ૧૦૫