________________
૨૦૬
ષદ્ધ ન
છે. આમાંથી એ ફલિત થાય છે કે આત્મદ્રવ્યની અમુક દશામાં આ ગુણા હાય છે જ્યારે તેની અમુક દશામાં આ ગુણા હેાતા નથી. બીજું, આ ગુણા આત્મદ્રવ્યવ્યક્તિને વ્યાપીને સ્હેતા નથી. ન્યાયવૈશેષિકને મતે આત્મા વિભુ અર્થાત્ સવ્યાપક છે. પરંતુ આ ગુણા તેા શરીરથી (ભાગાયતનથી) અવચ્છિન્ન આત્મભાગમાં જ હાય છે; શરીરની બહારના આત્મભાગમાં આ ગુણા હોતા નથી. આમ આ નવેય ગુણેા અયાવદ્રવ્યભાવી અને અવ્યાપ્યવૃત્તિ છે. તેએ અયાવ૬દ્રવ્યભાવી છે કારણ કે તેમની ઉત્પત્તિ શરીરસયાગસાપેક્ષ . આત્મમનઃસ યાગથી થાય છે. આ આત્મમનઃસયાગ કેવળ સંસારી અવસ્થામાં જ સંભવે છે, મુક્તાવસ્થામાં સંભવતા નથી. એટલે, જ્યાં સુધી આત્મા સોંસારી હોય છે ત્યાં સુધી તેનામાં તે ગુણા હેાય છે. પરંતુ એ જ્યારે મુક્ત થાય છે ત્યારે એ નવેય ગુણાને તેનામાં ઉચ્છેદ થાય છે. બીજા શબ્દોમાં, કેવળ સંસારી આત્માએમાં જ આ ગુણા હોય છે પરંતુ મુક્ત આત્માઓમાં આ ગુણો હેાતા નથી. આત્મદ્રવ્યના આ નવેય ગુણા અવ્યાપ્યવૃત્તિ છે કારણ કે ભાગાયતનરૂપ શરીશ્માં રહેનાર આત્મપ્રદેશમાં જ આત્મમનઃસંચાગથી આ ગુણેા ઉત્પન્ન થાય છે, શરીરની બહારના આત્મપ્રદેશમાં આ ગુણા કદીય ઉત્પન્ન થતા નથી. શરીરને ભાગાયતન ગણવાનું કારણ જ એ છે કે આત્મા શરીરમાં જ ભાગ કરે છે..
સાંખ્યમતે જ્ઞાન, સુખ, વગેરે પુરુષના ધર્માં નથી પરંતુ પ્રકૃતિ યા તેના વિકારના ધર્માં છે. આમ સાંખ્યમતાનુસાર પુરુષ વિશેષગુણશૂન્ય છે, નિર્ગુ` છે. આથી ઊલટુ ન્યાયવૈશેષિક દાશ`નિકા પુરુષને (આત્માને) સગુણ માને છે.
આત્મવિભુત્વ
આત્માના પશ્મિાણ વિશે ત્રણ મત પ્રચલિત છે. કેટલાક દા`નિકા આત્માને અણુપરિમાણ માને છે, કેટલાક તેને દેહપરિમાણ (મધ્યમપરિમાણુ) માને છે અને કેટલાક તેને સર્વવ્યાપી (વિભુ) માને છે. ન્યાય-વૈશેષિક ચિંતકાને મતે આત્મા વિભુ છે. ૧૦૦
અત્મા નિરવયવ અને નિત્ય છે. જે દ્રવ્ય નિત્ય હોય તે કાં તે અણુપરિમાણુ હાય કાંતા વિભુ હોય. તેની બાબતમાં ત્રીજો વિકલ્પ સંભવે નહિ. ન્યાય-વૈશેષિકા જણાવે છે કે આત્મા અણુપરિમાણ નથી. પ્રત્યક્ષજ્ઞાનની ઉત્પત્તિમાં મહત્ત્વ એક કારણ છે.1૦૧ એટલે, અણુપરિમાણુ - વસ્તુનું અને તેના ગુણાનું પ્રત્યક્ષજ્ઞાન સંભવે નહિ. આ કારણે જ પરમાણુ અને તેના રૂપ વગેરે