________________
વૈશેષિકદન
૨૦૫
ગૃહસ્થને માટે – શાલીનવ્રુત્તિ યા યાયાવરવ્રુત્તિ દ્વારા ધનેાપાન; પંચમહાયજ્ઞ, પાકયજ્ઞ, વગેરેનું અનુષ્ઠાન; ઋતુકાળથી ભિન્ન સમયમાં બ્રહ્મચય પાલન; પુત્રોત્પત્તિ. (૩) વાનપ્રસ્થ માટે – ગામ બહાર વાસ; વર્લ્ડન, અજિન, કેશ, દાઢી મૂછ, નખ, રામ, વગેરે ધારણ કરવાં; વન્ય ફળ, ક ંદ વગેરે, હુતશેષના, અતિથિએ ખાધા પછી રહેલ અન્નના આહાર; વગેરે. (૪) યતિ માટે– સવ ભૂતને અભયદાન, બધાં ફામ્ય કર્માંના ત્યાગ, યમ–નિયમેાનું પાલન, વગેરે.
ધરૂપ અદૃષ્ટની સાધનભૂત ધમ પ્રવૃત્તિથી વિધી પ્રવૃત્તિ અધમ રૂપ અદૃષ્ટની સાધનભૂત અધમ પ્રવૃત્તિ ગણાય છે; જેમ કે હિંસા, જૂઠ, ચેરી, વગેરે.૯૭
૯. સંસ્કાર (ભાવના)—સંસ્કાર મનને નહિ પણ આત્માના ગુણ છે. (નિશ્ચયાત્મક) જ્ઞાન સંસ્કારને ઉત્પન્ન કરે છે. સંસ્કાર સ્મૃતિને ઉત્પન્ન કરે છે. સંસ્કાર સંસ્કારને પણ ઉત્પન્ન કરે છે. નિમિત્ત મળતાં સંસ્કાર જાગે છે અને પૂર્વાનુભૂત વિષયનું સ્મરણ થાય છે. પ્રતિકૂળ જ્ઞાન, મદ (ઉન્માદ) અને દુઃખ વગેરે સંસ્કારના વિરોધી છે. તેમનાંથી સ ંસ્કાર લુપ્ત થઈ જાય છે. સંસ્કારના સહાયક (સંસ્કારને બળવાન બનાવનાર) ત્રણ પ્રત્યયા (હેતુએ) છે. (૧) પટુપ્રત્યય—અનુભવના વિષયનું આશ્રય જનક હાવું. ઉદાહરણા, કાઈ બાળક ઊંટને દેખીને ચકિત થાય છે. આવી અવસ્થામાં પ્રબળ સંસ્કાર પડે છે. (૨) અભ્યાસપ્રત્યય – અભ્યાસ દ્વારા પણ સંસ્કારમાં તીવ્રતા આવે છે. નિરંતર અભ્યાસથી પૂર્વાપૂના સંસ્કારની અપેક્ષાએ ઉત્તરાત્તરના સંસ્કાર વધુ બળવાન અને છે. (૩) સાદરપ્રત્યય – અપૂર્વ સુ ંદ વસ્તુના દર્શનથી આદરને ભાવ જાગે છે અને એ ભાવ સંસ્કારને દૃઢ બનાવે છે.૯૮
સંસ્કાર અતીન્દ્રિય છે. તે ખાદ્ય કે આંતર ઇન્દ્રિયથી ગ્રાહ્ય નથી. તે પણ અયાવદ્રવ્યભાવી છે અને અવ્યાપ્યવૃત્તિ છે.૯૯ ૫ર ંતુ તે આત્મા સિવાય બીજા ફ્રાઈ દ્રવ્યમાં રહેતા ન હેાઈ આત્માના જ વિશેષગુણ છે. મનને તેા કેાઈ વિશેષગુણ જ નથી.
બુદ્ધિ, વગેરે નવ ગુણાને આત્માના વિશેષગુણા ગણ્યા છે કારણ કે તે પોતાના આશ્રયરૂપ આત્મદ્રવ્યની ખીજાં બધાં દ્રવ્યોથી વ્યાવૃત્તિ કરે છે. એને અર્થ એ કે આ ગુણા આત્મદ્રવ્યમાં જ મ્હે છે, ખીજા દ્રબ્યામાં રહેતા નથી. તેમ છતાં આત્મદ્રવ્યનું જ્યાં સુધી અસ્તિત્વ હોય છે ત્યાં સુધી તેમનું પણ તેનામાં અસ્તિત્વ હાય છે જ એવુ નથી. આત્મદ્રવ્યના રહેવા છતાં તેમને નાશ સંભવે