________________
૨૦૪
પદશન
નથી. વળી, અદષ્ટને નિત્ય મનનો ગુણ માની શકાય તેમ નથી કારણ કે તે તે અણુ છે. અણુ મનને વિશેષગુણ અદષ્ટનો આશ્રય માની ન શકાય. વળી, મનમાં કોઈ વિશેષગુણ છે જ નહિ, એટલે તેને ધર્મ અને અધર્મ એ વિશેગુણને આશ્રય માની ન શકાય.
જગતમાં જે ક્રિયાઓનું કારણ ન્યાય-વૈશેષિકને ન મળ્યું તે ક્રિયાઓનું કારણે તેમણે આત્માના ધર્માધર્મરૂપ અદષ્ટને જ ગમ્યું. સોયની ચુંબક તરફ ગતિનું, વૃક્ષામાં પાણીના ચઢવાનું, વાયુની તિરછી ગતિનું, મન તથા પરમાણુની પ્રથમ ગતિનું અને અગ્નિની ઊર્ધ્વગતિનું કારણ તેઓ અદષ્ટને ગણે છે."
ધર્મ-અધર્મરૂપ અદષ્ટ અંતીયિ છે. તે બંને પણ આત્માના બીજા વિશેષગુણોની જેમ અયાવદ્રવ્યભાવી અને અવ્યાપ્યવૃત્તિ છે. ધર્માધર્મ અધ્યાયવૃત્તિ છે એને અર્થ એ થાય છે કે ધર્માધર્મ શરીરાવચ્છિન્ન આત્મામાં રહે છે. પરંતુ પ્રલયકાળે તે શરીર હોતું નથી. તે વખતે આત્મા ધર્માધર્મથી અનુવિદ્ધ હોય છે એમ ન્યાયશેષિકે માને છે. ધર્માધમ શરીરાવરિછન્ન આત્મામાં રહે છે એ વાતને આની સાથે મેળ ખાતો નથી. ધમધમરૂપ અદષ્ટની ઉત્પત્તિમાં આત્મમસંગ અસમાયિકારણ છે અને ઈચ્છાષ નિમિત્તકારણ છે. ધર્મ ધર્મ અને અધર્મ અધર્મને પણ ઉત્પન્ન કરે છે.
ધર્મરૂપ અદષ્ટની સાધનભૂત ધર્મ પ્રવૃત્તિ બે પ્રકારની છે–સામાન્ય ધર્મપ્રવૃત્તિ અને વિશેષ ધર્મ પ્રવૃત્તિ. સામાન્ય ધર્મપ્રવૃત્તિ સૌ માટે કર્તવ્યરૂપ છે અને વિશેષ ધર્મ પ્રવૃત્તિ તે તે વર્ણ અને તે તે આશ્રમ માટે કર્તવ્યરૂપ છે. ધર્મશ્રદ્ધા, અહિંસા, ભૂતહિતત્વ, સત્યવચન, અચૌર્ય, બ્રહ્મચર્ય, અનુપધા (=ભાવશુદ્ધિ) અધ, સ્નાન, શુચિદ્રવ્યસેવન, વિશિષ્ટદેવતાભક્તિ, ઉપવાસ અને અપ્રમાદનો સામાન્ય ધર્મપ્રવૃત્તિમાં સમાવેશ થાય છે. વેદાધ્યયન, યજ્ઞ, દાન આ ત્રણ શૂદ્ર સિવાયના ત્રણ વર્ગો માટે સામાન્ય ધર્મ પ્રવૃત્તિ છે.
વિશેષ ધર્મ પ્રવૃત્તિ– (ક) વર્ણાનુસાર : (૧) બ્રાહ્મણ માટે-પ્રતિગ્રહ, અધ્યાપન, યજ્ઞ કરાવવો, વગેરે. (૨) ક્ષત્રિય માટે – પ્રજાપાલન, દુષ્ટદમન, યુદ્ધાનિવૃત્તિ, વગેરે. (૩) વૈશ્ય માટે – વેપાર, ખેતી, પશુપાલન, વગેરે. (૪) શુદ્ર માટે – ઉપર ગણવેલા ત્રણ વર્ણોની સેવા (પાસ્તન્ય) અને મન્ત્રોચ્ચાર વિના કરાતી ક્રિયાઓ. (4) આશ્રમાનુસાર-(૧) બ્રહ્મચારી માટે – ગુરુકુલવાસ, ગુરુશુશ્રષા, અગ્નીધન-આહરણ, ભિક્ષાટન; મધુ, માંસ, દિનનિદ્રા, આંજણ, માલિશ, વગેરેનો ત્યાગ. (૨)