________________
વદન
- વૈશેષિકસૂત્રમાં પ્રથમ ઉદ્દેશ્ય, પછી લક્ષણ અને ત્યાર પછી લક્ષણપરીક્ષા
આ ક્રમે વિવેચન ચાલે છે. ઉશ્યનો અર્થ છે પ્રતિપાદ્ય વિષયવસ્તુની નામમાત્ર આપી ગણના કરવી તે. આમ ઉદ્દેશ્યનો અર્થ નામમાત્રથી વિષયને નિર્દેશ એવો થાય છે. ઉદાહરણ તરીકે, દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ અને સમવાય આ છ પદાર્થો છે. ઉદ્દેશ્યનું ફળ પ્રતિપાદ્ય વિષયનું સામાન્ય જ્ઞાન છે.
અસાધારણ ધર્મનું નામ લક્ષણ છે. ઉદાહરણાર્થ, પૃથ્વીને અસાધારણ ધર્મ છે ગંધ. આ જ પૃથ્વીનું લક્ષણ કહેવાય. લક્ષણનું પ્રયોજન બીજા પદાર્થોથી લક્ષિત પદાર્થના ભેદનું જ્ઞાન કરાવવાનું છે. પૃથ્વીનું લક્ષણ ગંધવત્વ છે. એનાથી પૃથ્વીનો જલ વગેરેથી ભેદ થાય છે, કારણ કે જલ વગેરેમાં ગંધ નથી.
લક્ષણ બરાબર લક્ષિતમાં ઘટે છે કે નહિ તેનો વિચાર કરવો તે પરીક્ષા છે. લક્ષણ દોષરહિત છે એવો નિશ્ચય પરીક્ષાનું ફળ છે.
પ્રશસ્તપાદ અને તેમનું ભાગ્ય વૈશેષિક સંપ્રદાયમાં પ્રશસ્તપાદનું સ્થાન મહત્ત્વપૂર્ણ છે. તેમણે પ્રશસ્તપાદભાષ્ય (પદાર્થધર્મસંગ્રહ) રચ્યું છે. તેમાં તેમણે વૈશેષિકસૂત્રના એક એક સૂત્રને લઈ વ્યાખ્યા કરી નથી પરંતુ વૈશેષિક પદાર્થોનું નિરૂપણ કરતો એક સ્વતંત્ર ગ્રંથ જ રચ્યો છે. કણાદની અપેક્ષાએ તેમણે વૈશેષિક સંપ્રદાયને એક નવું જ રૂપ આપ્યું છે. કણાદે સામાન્ય, વિશેષ અને સમવાયને ચિત્તત– યા બુથપેક્ષ પદાર્થ માન્યા છે પરંતુ પ્રશસ્તપાદે એમને બાહ્યર્થના રૂપમાં ‘સત” સ્થાપિત કર્યા. કણાદે કેવળ ૧૭ ગુણ ગણુવ્યા જ્યારે પ્રશસ્તપાદે તેમાં છ ગુણો ઉમેરી તેમની સંખ્યા ૨૪ કરી. કણાદના સત્રમાં નિર્વિકલ્પ પ્રત્યક્ષની કેટિની કઈ ભૂમિકા નથી, જ્યારે પ્રશસ્તપાદે સામાન્યના જ્ઞાન પૂર્વે અવિભક્ત આલોચન ૩ નામની ભૂમિકા સ્વીકારી નિવિકલ્પ પ્રત્યક્ષનો પ્રવેશ વૈશેષિક દર્શનમાં પ્રથમ વાર કરાવ્યો. આ એક બહુ મહત્ત્વની વાત છે. પ્રશસ્તપાદે કરેલું અનુમાનનું નિરૂપણ પણ નવીનતાયુક્ત છે. સજીવ પદાર્થો ક્ષણિક છે અને સંખ્યા વગેરે અનેક પદાર્થો પણ ક્ષણિક છે એવો મત કણાદનાં સૂત્રોમાં નહિ પણ પ્રશસ્તપાદભાષ્યમાં જ સૌ પ્રથમ પ્રતિપાદિત થયો છે. વૈશેષિકના પરમાણુવાદને અત્યારે આપણે જેવો માનીએ છીએ તેવો તો પ્રશસ્તપાદભાષ્યમાં મળે છે. વળી, પરમાણુ, ચણુક અને ચણકનું પરસ્પર તારતમ્ય વગેરે બાબતો પણ પ્રશસ્તપાદભાષ્યમાં જ સૌ પ્રથમ આપણને જોવા મળે છે. કણાદમાં તે ચણકનું નામ સુદ્ધાં નથી. ચણક પણ અણુપરિમાણુ હોઈ શકે છે અને ચણક તથા ચણકના પરિમાણનું કારણ ધિત્વ