________________
પદર્શન
આત્માના વિશેષગુણે કણદે બુદ્ધિ, સુખ, દુઃખ, ઈચ્છા, દ્વેષ અને પ્રયત્ન આ છને આત્માના વિશેષગુણ ગણ્યા છે.૪૭ પ્રશસ્તપાદે આ છમાં ધર્મ, અધર્મ અને સંસ્કાર (ભાવના) એક ત્રણ ઉમેરી આત્માના કુલ નવ વિશેષ ગુણ ગણાવ્યા છે.૪૮
બુદ્ધિ, વગેરે નવ ગુણો કારણગુણપૂર્વક નથી.૪૯ આનો અર્થ એ કે કારણના ગુણોથી આ ગુણો ઉત્પન્ન થતા નથી. તેનું કારણ એ છે કે આ નવ આત્માના વિશેષગુણો છે અને આત્મા પોતે નિરવયવ છે, અસંહત છે, કારણરહિત છે, કાર્યરૂપ અવયવી નથી. શરીરોગસાપેક્ષ આત્મ-મનઃસંગ આ વિશેષગુણોને આત્મામાં ઉત્પન્ન કરે છે.૫૦ આ નવમાંના પ્રત્યેક ગુણની અનેક
વ્યક્તિઓ સંભવે છે. કેઈ પણ ગુણની એક વ્યક્તિ એકથી અધિક આમવ્યક્તિઓમાં રહેતી નથી. ઉદાહરણાર્થ, સુખવ્યક્તિઓ અનેક છે અને આત્માઓ પણ અનેક છે; એક સુખવ્યકિત એક જ આત્મામાં રહે છે–એકથી વધુ આત્મામાં નહિ જ.૫૧ આ નવમાને કેઈ વિશેષંગુણ કાલિક દષ્ટિએ કે દેશિક દષ્ટિએ આત્મવ્યક્તિને વ્યાપીને રહેતા નથી. અર્થાત, આત્માનો પ્રત્યેક વિશેષગુણ અયાવદ્રવ્યભાવીપર અને અવ્યાપ્યવૃત્તિ છે.પ૩ તેમ છતાં આ સુખ વગેરે ગુણ આત્મા સિવાય બીજા કોઈ દ્રવ્યમાં રહેતા નથી. એટલે જ તેમને આત્માના વિશેષગુણ ગણવામાં આવ્યા છે. જે ગુણ પિતાના દ્રવ્યરૂપ આશ્રયને અન્ય દ્રવ્યોથી
વ્યાવૃત્ત કરે તે ગુણ તે દ્રવ્યનો વિશેષગુણ ગણાય.૫૪ હવે એક પછી એક વિશેષગુણ લઈ તેને સમજીએ.
૧, બુદ્ધિ–ન્યાયવૈશેષિક અનુસાર બુદ્ધિ, જ્ઞાન અને ઉપલબ્ધિ આ ત્રણેય શબ્દો સમાનાર્થક છે.૫૫ શરીરસંગસાપેક્ષ આત્મમનઃસંગથી આત્મામાં ઉત્પન્ન થતા વિષયપ્રકાશક ગુણને બુદ્ધિ કહેવામાં આવે છે. બુદ્ધિ આત્માને વિશેષગુણ છે. બુદ્ધિ અનિત્ય છે એટલું જ નહિ પણ ક્ષણિક૫૭ છે. ન્યાયવૈશેષિકે ગુણ-ગુણીને ભેદ માનતાં હોઈ બુદ્ધિની અનિત્યતા આત્માની નિયતાને કંઈ અસર કરતી નથી. તેઓ આત્માને નિત્ય માને છે. બુદ્ધિની ઉત્પત્તિ માટે શરીરસંગસાપેક્ષ આત્મમનઃસંગ જરૂરી છે. જે શરીરનિરપેક્ષ આત્મમઃસંયોગથી જ બુદ્ધિ આત્મામાં ઉત્પન્ન થતી માનવામાં આવે તો શરીર નિષ્ણજન બની જાય.૫૮ બુદ્ધિ યાવદ્રવ્યભાવી નથી કારણ કે મુક્તિ અવસ્થામાં અને પ્રલયાવસ્થામાં આત્મામાં બુદ્ધિ નથી હોતી. તે અવસ્થાઓમાં આત્માને શરીરસંગ હેત નથી. વળી, બુદ્ધિ અવ્યયવૃત્તિ છે કારણ કે બુદ્ધિ સાત્મક