________________
વૈશેષિકદર્શન
૧૯૭
(૧) હું સુખી છું, “હું દુઃખી છું, “ઈચ્છી કરું છું” એમ આપણે
કહીએ છીએ. “શરીર (ઇન્દ્રિય) સુખી છે, “શરીર (ઇન્દ્રિય) દુઃખી છે, - “શરીર (ઇન્દ્રિય) ઇચ્છા કરે છે એમ આપણે બોલતા નથી. આ
ઉપરથી કહી શકાય કે સુખ, વગેરે આત્માના ગુણો છે અને શરીર કે ઇન્દ્રિયના નથી. કોઈ અહીં શંકા ઊઠાવે છે કે “હુંપદ આત્મવાચક છે અને શરીરવાચક કે ઈન્દ્રિયવાચક નથી એમ શા ઉપરથી માની લીધું ? ન્યાય-વૈશેષિક ઉત્તર આપે છે કે “મારું શરીર, “મારી ઈન્દ્રિય વગેરે પ્રયોગો સૂચવે છે કે “હું'પદવા પદાર્થ શરીર કે ‘ઈદ્રિય નથી પણ તેમનાથી ભિન્ન કોઈ પદાર્થ છે જેને અમે આત્મા કહીએ છીએ. અનાત્મવાદી ચાર્વાક અહીં આપત્તિ ઊઠાવે છે કે “હું જાડા છું” “હું કાળો છું” એવા વાક્યપ્રયોગ દર્શાવે છે કે “હું”પદવાગ્યે શરીર છે. આના ઉત્તરમાં ન્યાય–વૈશેષિક જણાવે છે કે ઉપરના પ્રયોગો ઔપચારિક છે. “હું જ છું” એનો અર્થ એ છે કે મારું શરીર જાડું છે.” “મારું શરીર’ એમ કહેતાં જ બંધ થાય છે કે હું શરીરથી જુદો છું. નહીં છઠ્ઠી વિભક્તિ શા માટે લાગે ? આના વિરોધમાં પ્રતિપક્ષી એવો પ્રશ્ન કરી શકે કે “મારે આત્મા એવો પ્રયોગ પણ થાય છે, તો પછી હું થી આત્મા પણ જુદો છે એમ કેમ નથી માનતા ? જે “” અને આત્મા અભિન્ન હોય તો તાદામ્યસૂચક પ્રથમ વિભક્તિ લાગવી જોઈએ અને નહિ કે સંબંધસૂચક છઠ્ઠી વિભક્તિ. આને ઉત્તર ન્યાય-વૈશેષિક એ આપે છે કે કેટલીક વાર સ્વાર્થમાં પણ છઠ્ઠી વિભક્તિને પ્રયોગ થાય છે. ઉદાહરણાર્થ, અયોધ્યાની નગરી, વડનું વૃક્ષ, રામનું નામ, વગેરે. અહીં છઠ્ઠી વિભકિતને લેપ કરી દેવાથી પણ એ જ અર્થ નીકળે
છે. જેમ “અયોધ્યાની નગરી અયોધ્યાથી જુદી નથી તેમ “મારો - આત્મા પણ મારાથી ભિન્ન નથી. સારાંશ એ છે કે “હું ને મુખ્યાર્થ
આત્મા છે –શરીર નથી. શરીર માટે જે “હું નો પ્રયોગ થાય છે તેને ઔપચાશ્મિ (ગૌણ) સમજવો જોઈએ.૪૫
(૨) સુખ વગેરે શરીર કે ઇન્દ્રિયના ગુણો નથી કારણ કે મૃત્યુ થયા પછી
શરીર કે ઈન્દ્રિયમાં સુખ વગેરે ગુણ રહેતા નથી. જે તેઓ શરીર કે ઇન્દ્રિયના ગુણો હોત તો રૂપ વગેરે ગુણોની જેમ તેઓ પણ મૃત્યુ પછી શરીર અને ઇન્દ્રિયમાં રહેત.૪૬