________________
૧૯૨
પદ્દર્શન
એટલે શરીરથી ભિન્ન જ્ઞાનના આશ્રયરૂપ અને શરીર સાથે નાશ ના
પામનાર આત્મદ્રવ્ય માનવું જોઈએ. (૧૦) શરીરને જ જ્ઞાનાશ્રય માની આત્મા માનનારને ન્યાયશેષિક વિચારકે
જણાવે છે કે શરીર જ આત્મા નથી, કારણ કે કેવળ શરીરને હણતાં પાપ લાગતું નથી પરંતુ આત્માયુક્ત શરીરને હણતાં પાપ લાગે છે.૨૭ વિધી દલીલ કરે છે કે આત્માયુક્ત શરીરને હણતાં પાપ લાગે છે
એમ માનવું ન્યાયશેષિકેને માટે બરાબર નથી. કારણ કે તેમને મતે આત્મા નિત્ય છે. ૨૮ ન્યાય-વૈશેષિક ઉત્તર આપે છે કે આત્મા પોતે શરીરમાં રહી ભોગ કરતો હોય તે વખતે તેના ભોગાયતનનો (=શરીરનો) નાશ કરવો તે પાપ છે. આત્માને નાશ કરવો પાપ નથી કારણકે આત્મા નિત્ય હોઈ તેને નાશ થતો જ નથી, તેમ જ જેમાંથી આત્મા ઊડી ગયા છે એવા કેવળ (=મૃત) શરીરને નાશ . કરવો તે પણ પાપ નથી, પરંતુ જેમાં આત્મા છે એવા શરીરને ઘાત કરવો પાપ છે.૨૯ આથી ઊલટું શરીરને જ આત્મા માનતાં મૃત શરીરને બાળતાં પણ પાપ લાગવું જોઈએ પણ મૃત શરીરને બાળતાં પાપ લાગતું નથી. શરીરથી ભિન્ન આત્મા માનીએ તે જ ઉપર્યુક્ત રીતે પાતકને સંભવ છે, અન્યથા નહિ. એટલે શરીરથી
ભિન્ન આત્મા માની તેને જ જ્ઞાનાશ્રય ગણુ જોઈએ. (iv) મન જ્ઞાનને આશ્રય નથી.
કઈ શંકા ઊઠાવે છે કે જે બધી દલીલોથી ઈન્દ્રિય અને શરીરથી ભિન્ન દ્રવ્યને જ્ઞાનાશ્રય તરીકે પુરવાર કરવામાં આવ્યું છે તે બધી દલીલ ઉપરથી તો તે દ્રવ્ય નિત્ય મન જ હોઈ શકે એમ લાગે છે.૩૦ આનો અર્થ એ કે મન જ જ્ઞાનાશ્રય છે, મને દ્રવ્યને જ ગુણ જ્ઞાન છે એમ જણાય છે.
ન્યાય-વૈશેષિક ચિંતકે ભારપૂર્વક જણાવે છે કે મનોદ્રવ્ય જ્ઞાનાશ્રય નથી અને તેને માટે તેઓ નીચેની દલીલે રજૂ કરે છે. (૧) જે દ્રવ્ય જ્ઞાનનો આશ્રય, કર્તા યા જ્ઞાતા હોય તે દ્રવ્યનાં બધાં જ
જ્ઞાનેનું સાધન યા કારણ હોય જ, નહિ તો તે જ્ઞાનાશ્રય દ્રવ્યમાં - જ્ઞાન ઉત્પન્ન જ ન થઈ શકે. તેથી સુખ, દુઃખ, આદિ આંતર
વિષયોના પ્રત્યક્ષજ્ઞાનનું કઈ કરણ અવશ્ય સ્વીકારવું જોઈએ. તે