________________
વૈરોષિદશન
૧૯૧
નથી અને તે બાળક પછી કયારેય માતાએ અનુભવેલા વિષયનુ સ્મરણુ કેમ કરતા નથી ?
વિરાધી ન્યાય-વૈશેષિકને ઉત્તર આપે છે કે જે શરીર ઉપાદાનકારણ હોય તે શરીરમાં પડેલા સંસ્કારા જ તે શરીરના કાય રૂપ ખીન્ન શરીરમાં સંક્રાન્ત થાય છે. એવેલ નિયમ છે. માતાનું શરીર તેની કુક્ષિમાં રહેલા બાળકના શરીરનું ઉપાદાનકારણ નથી.
ન્યાય-વૈશેષિક દાર્શનિક જણાવે છે કે આમ માનતાંય બાલશરીરગત સંસ્કારા વૃદ્ધશરીરમાં સંક્રાન્ત થઈ શકે નહિ કારણ કે ખાલશરીર ઘણા વખત પહેલાં નાશ પામ્યું હોઈ તેને વૃશરીરનું ઉપાદાનકાણુ ગણી શકાય નહિ. તે એમ કહેવામાં આવે કે વૃદ્ધશરીરમાં બલશરીરગત સંસ્કારેાની જતિના જ સંસ્કારા ઉત્પન્ન થાય છે અને આને જ અમે સંસ્કારસંક્રાન્તિ ગણીએ છીએ તેા તે પણ બરાબર નથી, કારણ કે તે જ અંતિના સંસ્કાર વ્રુદ્ધશરીરમાં ઉત્પન્ન કરનાર કંઈ કારણ નથી. ગૃહશરીરને તે જાતિના સંસ્કારાના જનક અનુભવેા થયા નથી એટલે તેને તે જ્ઞતિના સંસ્કારા સંભવે નહિ. જેણે અમુક અનુભવ નથી કર્યાં તેને તે અનુભવના સંસ્કારા સ ંભવે જ નહિ એ તા બધાં સ્વીકારે છે. આમ સ્મરણજ્ઞાનને આશ્રય શરીર નથી.રપ
(૮) ‘આ તે જ છે’ આ જાતના જ્ઞાનને પ્રત્યભિજ્ઞા કહે છે. પ્રત્યભિજ્ઞામાં પહેલાં અનુભવેલ વસ્તુ અને હાલ અનુભવાતી વસ્તુ એક જ છે એવુ અનુસંધાનરૂપ જ્ઞાન થાય છે. આવા જ્ઞાનને આશ્રય તે સ્થિર દ્રવ્ય જ હાઈ શકે. શરીર તેા ક્ષણિક છે એટલે તેને આવા જ્ઞાનના આશ્રય માની શકાય નહિ.
(૯) શરીરને જ્ઞાનને આશ્રય માનતાં શરીર જ આત્મા છે અને શરીરથી જુદું આત્મા નામનું કાઈ દ્રવ્ય નથી એવા અથ થાય. પંતુ જો શરીરને આત્મા માનવામાં આવે તે શરીશ્તે બાળી મૂકતાં તેણે કરેલાં કર્મનું ફળ તે કદી નહિ ભગવી શકે અને જે શરીર તદ્દન નવુ જન્મે છે તેને જે ભાગવવું પડે છે તે તેનાં કર્માનુ ફળ છે એમ નહિ ગણી શકાય; આમ કૃતવિનાશ અને અમૃતાભ્યાગમ દોષ। આવશે;