________________
વૈશેષિકદન
૧૮૯
શરીરમાં અનેક જ્ઞાતા માનતાં શરીરની પ્રવૃત્તિમાં એકવાકયતા ન રહે. આં કારણે શરીરને જ્ઞાનગુણને આશ્રય ન માની શકાય.૧૮
(૪) શરીરગુણા કાં તેા અપ્રત્યક્ષ હાય છે (દા. ત. ગુરુત્વ, વગેરે) માં તા ઇન્દ્રિયગ્રાહ્ય હાય છે (દા. ત. રૂપ, વગેરે). પરંતુ જ્ઞાનગુણ નથી અપ્રત્યક્ષ (કારણ કે તે સ ંવેદ્ય છે) કે નથી ઇન્દ્રિયગ્રાહ્ય (કારણ કે તે મનેાગ્રાહ્ય છે). તેથી સાબિત થાય છે કે જ્ઞાનગુણુ શરીરને નથી પણ બીજા કાઈ દ્રવ્યને છે.૧૯
(૫) અમુક વસ્તુ પ્રાપ્ત કરવાને આભ અને અમુક વસ્તુથી દૂર રહેવારૂપ નિવૃત્તિ શરીર કરે છે. આરંભ-નિવૃત્તિ શગ-દ્વેષમાંથી ઉદ્ભવે છે. આર ંભ-નિવૃત્તિ શરીર કરે છે એટલે રાગ-દ્વેષ શરીરમાં છે. એમ પુરવાર થાય છે. જેમાં રાગ-દ્વેષ હોય તેમાં જ જ્ઞાન હોય એવે નિયમ છે. રાગદ્વેષના આશ્રય શરીર છે માટે જ્ઞાનને આશ્રય પણ શરીર છે. શરીરને જ્ઞાનનેા આશ્રય માનનાર આ રીતે દલીલ કરે છે.૨૦
આને જવાબ આપતાં ન્યાય–વૈશેષિક વિચારકા કહે છે કે શરીરગત આર ંભ-નિવૃત્તિ બે પ્રકારની છે : (a) સુનિશ્ચિત—સમાન પરિસ્થિતિમાં બધાં જ શરીરા નિયમથી એક જ જાતની આરંભ– નિવૃત્તિ કરે છે. આવી આરંભ–નિવૃત્તિને અહીં સુનિશ્ચિત ગણી છે. જે આધાર ઉપર શરીફ્ હોય તે આધારને ખસેડી લેતાં શરીર પેાતાના ગુરુત્વથી નીચે પડે છે અને નીચે પડતાં શરીરને કેાઈ આધાર મળતાં તેનું નીચે પડવું અટકી જાય છે. આ જાતની આરંભ–નિવૃત્તિ બધાં જ શરીરોની નિયમથી થાય છે. (b) અનિશ્ચિત—સમાન પરિસ્થિતિ હોવા છતાં કેટલાંક શરીરે આર ંભ કરે છે. જ્યારે કેટલાંક શરી નિવૃત્ત થાય છે. આવી આરભ-નિવૃત્તિને અહીં અનિશ્ચિત ગણી છે. એક દેશ અને એક કાળમાં પણ એક શરીર દારૂ પીએ છે જ્યારે બીજું શરીર દારૂથી દૂર રહે છે. શરીરની નિશ્ચિત આરંભ-નિવૃત્તિની નિશ્ચિતતા શાને લઈ તે છે ? શરીરની નિશ્ચિત આર ંભ–નિવૃત્તિની નિશ્ચિતતા એ કારણે છે કે તે આરંભ-નિવૃત્તિનાં નિમિત્તો શરીરમાં જ છે. શરીરના પડવારૂપ આરંભનું નિમિત્ત ગુરુત્વ શરીરમાં જ છે તેમ જ શરીરની પડવામાંથી અટકવારૂપ નિવૃત્તિનું નિમિત્ત આધારસયેાગ પણ શરીરમાં છે. શરીરની અનિશ્ચિત આરંભ-નિવૃત્તિની