________________
વશેષિકદર્શન
૧૮૭
કારણ કે દ્રવ્યમાં પિતાના ગુણો સાથે બીજા દ્રવ્યના ગુણો પણ કેટલીક વાર જણાય છે. ઉદાહરણાર્થ, પાણીમાં તેના સ્વાભાવિક ગુણ - દ્રવતવ સાથે કેટલીક વાર અગ્નિનો ઉષ્ણતાગુણ પણ જણાય છે.
એટલે સંશય થાય છે કે શરીરમાં જણાતો જ્ઞાનગુણ તેને જ છે કે બીજા કેઈ દ્રવ્યનો. આથી શરીરમાં જ્ઞાનગુણ જણાય છે એટલા
ઉપરથી જ તે શરીરને ગુણ છે એમ નિશ્ચિતપણે ન કહી શકાય.૧૦ (૨) શરીરમાં જણાતો જ્ઞાનગુણ ખરેખર શરીરને નથી પણ બીજા દ્રવ્યને
છે. જે તે શરીરનો જ હોત તો જેમ રૂ૫ વગેરે પોતાના ગુણ વિનાનું શરીર કદી ગૃહીત થતું નથી તેમ પોતાના જ્ઞાનગુણ વિનાનું પણ તે કદી ગૃહીત ન થવું જોઈએ. પરંતુ જ્ઞાનગુણ વિનાનું શરીર કેઈક વાર (અર્થાત મૃત્યુ વખતે) ગૃહીત થાય છે. એટલે જ્ઞાનગુણ શરીરનો નથી એ નક્કી થાય છે. ઉદાહરણર્થ, ઉષ્ણતાગુણ વિનાનું પાણી કેટલીક વાર ગૃહીત થાય છે માટે ઉષ્ણતાગુણ પાણીને નથી.' શરીરનો જ જ્ઞાનગુણ છે એમ માનનાર પિતાના બચાવમાં જણાવે છે કે (કાચા) ઘડાનો શ્યામગુણ ઘડાના રહેવા છતાં નાશ પામે છે. તેમ છતાં તે ઘડાનો ગુણ છે; તેવી જ રીતે શરીરના રહેવા છતાં જ્ઞાનગુણ નાશ પામે છે તેમ છતાં તે શરીરને જ ગુણ છે.
આને પ્રતિકાર તૈયાયિક અને વૈશેષિક જુદી જુદી રીતે કરે છે. નૈયાયિક જણાવે છે કે શ્યામગુણ તો રૂપગુણને એક પર્યાય છે. પાકક્રિયાથી રૂપગુણનો એક પર્યાય શ્યામગુણ નાશ પામે છે અને તેના સ્થાને રૂપગુણનો બીજો પર્યાય રક્તગુણ ઉત્પન્ન થાય છે પરંતુ રૂપગુણને અત્યન્ત નાશ થતો નથી. એથી ઊલટું શરીરમાં કેઈક વખતે તે જ્ઞાનગુણનો અત્યન્ત નાશ થાય છે અને તેને કઈ પણ પર્યાય શરીરમાં અસ્તિત્વ ધરાવતા નથી. એટલે રૂપગુણ ઘટને ગણાય (અને તેથી રૂપગુણના પર્યાયે પણ ઘટના ગુણો ગણાય) પણ જ્ઞાનને શરીરને ગુણ ન ગણી શકાય.૩ વળી, શ્યામગુણ સાથે પાકજ રક્તગુણનું સહાવસ્થાન કદી ગૃહીત થતું નથી. એટલે પહેલાંના શ્યામગુણને પાકજ ક્તગુણ સાથે વિરેાધ જણાય છે. તેથી પાકજ રક્તગુણ ઉપન્ન થતાં પહેલાં પહેલાં શ્યામગુણ નાશ પામી જાય છે. પરંતુ શરીરમાં જ્ઞાનગુણને વિરોધી કઈ ગુણ કદી આપણે જોયું નથી કે જેની ઉત્પત્તિ થતાં જ્ઞાનગુણને નાશ થાય.