________________
વૈશેષિકદન
૧૮૫
(૪) સ્મરણરૂપ જ્ઞાનને આશ્રય ઇન્દ્રિય સ ંભવી શકે નહિ. જો સ્મરણજ્ઞાનના આશ્રય ઇન્દ્રિયને માનવામાં આવે તે અંધ વ્યક્તિને પહેલાં દેખેલી વસ્તુઓનું સ્મરણ થઈ શકે નહિ. જો ચક્ષુરિન્દ્રિય જ્ઞાનના આશ્રય હોય તેા તે જ દ્રષ્ટા (ચાક્ષુષ પ્રત્યક્ષનેા કર્તા) હોવી જોઈ એ. પરંતુ દ્રષ્ટાને વિનાશ થતાં તેણે દેખેલી વસ્તુને ખીજું કાઈ સ્મરી શકે નહિ. તેથી તે અંધ વ્યક્તિની બીજી કેાઈ ઇન્દ્રિય તે વખતે ચક્ષુરિન્દ્રિયે દેખેલી વસ્તુનું સ્મરણ કરે છે એમ કહી શકાય નહિ. એ જ રીતે, ખીજી કોઈ ઇન્દ્રિય નાશ પામ્યા પછી તે ઇન્દ્રિયે પહેલાં અનુભવેલ વિષયનું સ્મરણ થઈ શકશે નહિ. પરંતુ કાઈ પણ વ્યક્તિની કાઇ ઇન્દ્રિય નાશ પામી ગયા પછી પણ તે ઇન્દ્રિય દ્વારા તેણે પહેલાં અનુભવેલ વિષયનું તે વ્યક્તિ સ્મરણ કરે છે એ તે નિર્વિવાદ છે. જે ઘડપણમાં અંધ બનેલ છે તે વ્યક્તિ પહેલાં તેણે દેખેલી વસ્તુઓનુ સ્મરણ કરે છે, પરંતુ અહીં આ સ્મરણજ્ઞાનનેા કર્યાં (=આશ્રય) કાણુ છે ? દનજ્ઞાનને આશ્રય ચક્ષુરિન્દ્રિય છે એમ માનતાં આ સ્મરણજ્ઞાનના આશ્રય તરીકે પણ ચક્ષુરિન્દ્રિયને જ માનવી પડે, પર’તુ તે તે નાશ પામી છે. એટલે દનજ્ઞાન અને તજન્ય સંસ્કારવશે ઉદ્ભવતા સ્મરણુજ્ઞાનના આશ્રય તરીકે ઇન્દ્રિયથી જુદુ' દ્રવ્ય માનવું પડે છે. તે દ્રવ્યનુ' નામ છે આત્મા.૭
(૫) ઇન્દ્રિયાન્તરવિકારની ઘટના પણ પુરવાર કરે છે કે ઇન્દ્રિય જ્ઞાનના આશ્રય ન હેાઇ શકે. મધુર રસવાળી કેરીના રીંગ દેખીને કે તેની ગ ંધ સૂંઘીને મનુષ્યની જીભમાં પાણી છૂટે છે. આમ કેમ બને છે ? આને વિચાર કરતાં સમજાય છે કે તે મનુષ્યને તે જાતનાં રંગ અને ગંધ સાથે જે મધુર સને પહેલાં અનુભવ થયેલા તે મધુર રસનુ તેને સ્મરણ થાય છે અને પરિણામે તે મધુર રસને માણવાની તેને ઇચ્છા જાગે છે, એ સિવાય તેની જીભમાં પાણી છૂટે નહિ. કેરીનેા રંગ દેખીને કે તેની ગંધ સૂંઘીને મધુર રસનું સ્મરણ થવા છતાં જેને મધુર રસની તૃષ્ણા (= ઇચ્છા ) નથી તેની જીભમાં પાણી છૂટતું નથી. પર ંતુ કેરીના રંગ દેખીને કે તેની ગંધ સૂંઘીને મધુર રસનું સ્મરણ થતાં જેને તે રસ માણવાની ઇચ્છા થાય છે તેની જીભમાં જ પાણી છૂટે છે. આમ પહેલાં અનુભવેલ રસનું સ્મરણ અને રસને માણવાની ઈચ્છા અને જીભમાં પાણી છૂટવા માટે આવશ્યક છે. રંગ જોઇને