________________
આના ઉત્તરમાં ન્યાય-વૈશેષિક ચિંતકે જણાવે છે કે ચક્ષુરિન્દ્રિય હતાં રૂપજ્ઞાન થાય છે અને તે ન હેતાં રૂપજ્ઞાન થતું નથી એ વાત સાચી પણ તેનું કારણ તે પોતે જ્ઞાનાશ્રય છે તે છે કે પછી તે પોતે પોતાનાથી ભિન્ન, જ્ઞાનના આશ્રયરૂપ દ્રવ્યનું રૂપજ્ઞાન કરવાનું સાધન છે તે છે એવો સંશય ઉદ્ભવે છે. ચક્ષુરિન્દ્રિય પોતાનાથી ભિન્ન, જ્ઞાનાશ્રયરૂપ દ્રવ્યનું રૂપજ્ઞાન કરવા માટેનું સાધન હોય તો પણ ચક્ષુરિન્દ્રિય હતાં રૂપજ્ઞાન થાય અને તે ન હોતાં રૂપજ્ઞાન ન થાય. એટલે ચક્ષુ હેતાં રૂપજ્ઞાનનું થવું અને ન હતાં ન થવું એ હકીક્ત ઉપરથી ચક્ષુ જ રૂપજ્ઞાનનો આશ્રય છે એ નિશ્ચતપણે પુરવાર
થતું નથી. (૨) આપણું અનુભવો એવા છે કે જેમાં એક જ જ્ઞાતાને રૂપજ્ઞાન, રસ
જ્ઞાન, ગન્ધજ્ઞાન, સ્પર્શજ્ઞાન, અને શબ્દજ્ઞાન થાય છે. “રૂપને જોઈ ગુન્ધને સુંઘે છે, “ગન્ધને સંધી રસને ચાખે છે’, વગેરે દષ્ટાંત રૂપજ્ઞાન, રસજ્ઞાન, ગન્ધજ્ઞાન, સ્પર્શજ્ઞાન અને શબ્દજ્ઞાન એક જ્ઞાતાને થાય છે - એવું દર્શાવે છે. પરંતુ કોઈ ઇન્દ્રિય એવી નથી કે જેને રૂપજ્ઞાન, વગેરે આ પાંચેય જ્ઞાન થતાં હોય. અર્થાત, આ પાંચેય જ્ઞાનોને આશ્રય કઈ પણ એક ઇન્દ્રિય ઘટી શક્તી નથી. એટલે આ પાંચેય જ્ઞાનના આશ્રયરૂપ ઈન્દ્રિયોથી ભિન્ન દ્રવ્ય માનવું પડે છે.
અને આ જ આત્મા છે." (૩) પ્રત્યભિજ્ઞારૂપ જ્ઞાનનો આશ્રય ઈન્દ્રિય સંભવી શકે નહિ. કઈ
અહીં શંકા ઊઠાવે છે કે પહેલાં ઈન્દ્રિયે જે વિય જાણેલે હોય તે જ વિષય ફરી તેની સમક્ષ ઉપસ્થિત થતાં ઈન્દ્રિય તેને આળખી લે છે કે “આ તે જ છે, એટલે પ્રત્યભિતાના આશ્રય માટે ઇન્દ્રિયથી જુદું કઈ દ્રવ્ય માનવાની જરૂર નથી. આના ઉત્તરમાં ન્યાય-વૈશેષિકે કહે છે કે જે ચક્ષુરિન્દ્રિય પ્રત્યભિજ્ઞાનો આશ્રય હોય તો કેવળ જમણી આંખે દેખેલી વસ્તુ કેવળ ડાબી આંખ સમક્ષ ઉપસ્થિત થતાં તે વસ્તુને ડાબી આંખ ઓળખી શકે નહિ. એકે દેખેલી વસ્તુનું પ્રત્યભિજ્ઞાન બીજાને થઈ શકતું નથી. પરંતુ જમણી આંખે દેખેલી વસ્તુનું પ્રત્યભિજ્ઞાન ડાબી આંખને થાય છે. એટલે એ બંને આંખને સાધન તરીકે પ્રયોજનાર કેઈ એક પ્રત્યભિનો આશ્રય માનવો જોઈએ. તે છે આત્મા.