________________
અધ્યયન ૧૧
આત્મા
આત્મસિદ્ધિ ન્યાય-વૈશેષિક દર્શન આત્મવાદી છે. તે આત્માને સ્વતંત્ર દ્રવ્ય તરીકે સ્વીકારે છે. તે આત્માના અસ્તિત્વને પુરવાર કરવા નીચેની દલીલ આપે છે.
(૪) ચક્ષુથી રૂપનું જ્ઞાન થાય છે. પણ એ જ્ઞાન થાય છે તેને ? ચક્ષુથી રૂપને દેખે છે કોણ? જીભથી રસને માણે છે કે ? ચક્ષુ, વગેરે ઇન્દ્રિયે તો જ્ઞાનનાં સાધન છે. તે સાધનોનો ઉપયોગ કરનાર કોણ છે ? કુહાડીથી લાકડું કપાય છે. પરંતુ કઠિયારે કુહાડીને પ્રયોગ ન કરે તે લાકડું કપાય નહિ. તેવી જ રીતે, ઈન્દ્રિયોથી જ્ઞાન થાય છે પણ ઇન્દ્રિયને પ્રજનાર ન હોય તે ઇન્દ્રિચેથી જ્ઞાન થાય નહિ. ઇન્દ્રિયને પ્રજનાર જે છે તેને જ અમે આત્મા કહીએ છીએ.
(મા) જ્ઞાન ગુણ છે. એટલે તેને આશ્રયરૂપ કેઈ દ્રવ્ય હેવું જોઈએ. તે દ્રવ્ય ઘટ, પેટ, વગેરે વિષય નથી, ઈન્દ્રિય નથી, શરીર નથી કે મન પણ નથી. તેથી તેના આશ્રયરૂપ તેમનાથી જુદું દ્રવ્ય માનવું પડે છે. તે દ્રવ્યનું નામ આત્મા છે. (i) ઘટ, પટ, વગેરે વિષયે જ્ઞાનનો આશ્રય નથી કારણ કે વિષયને નાશ
થવા છતાં તે વિષયનું સ્મરણજ્ઞાન તે થાય છે. ૨ (i) ઇન્દ્રય જ્ઞાનને આશ્રય નથી. (૧) કેટલાક માને છે કે ઈન્દ્રિય જ જ્ઞાનને આશ્રય છે. તેઓ જણાવે
છે કે ચક્ષુરિન્દ્રિય હતાં રૂપજ્ઞાન થાય છે અને ન હેતાં થતું નથી. એટલે ચક્ષુ જ રૂ૫ જ્ઞાનનો આશ્રય છે. એ જ રીતે રસજ્ઞાન, ગન્ધજ્ઞાન, સ્પર્શજ્ઞાન અને શબ્દજ્ઞાનના આશ્રય અનુક્રમે રસનેન્દ્રિય, ઘાણે ન્દ્રિય, સ્પર્શનેન્દ્રિય અને કણેન્દ્રિય છે. તો પછી ઈન્દ્રયોથી ભિન્ન આત્મા માનવાની શી જરૂર છે?