________________
૧૯૨
ષદન
ઇન્દ્રિય સાથે થાય છે એટલે ઇન્દ્રિયજ જ્ઞાન થાય છે. પરંતુ સુષુપ્તિમાંથી જાગતાં -જ મનને ઇન્દ્રિય સાથે જોડનાર શુ છે ? તેના ઉત્તર આ પ્રમાણે છે. સુષુપ્તિમાંય અદૃયુક્ત આત્મા સાથે મનને સંયોગ તે। હોય છે જ. આ સંચેાગને લીધે આત્મામાં પ્રયત્ન થતા હાય છે. આ પ્રયત્નને જીવન કહેવામાં આવે છે. આ જીવનપ્રયત્ન સુષુપ્તિમાંથી જાગતાં મનને ગતિ કરાવી ઇન્દ્રિય સાથે જોડે છે. સુષુસિમાંથી જાગતાં જ મન કઈ ઇન્દ્રિય સાથે જોડાશે તેને આધાર અદૃષ્ટ ઉપર રહે છે. ૩
મનની ગતિ
શું મન સ્થૂળ શરીરની અંદર જ ગતિ કરે છે કે તે શરીરની બહાર જઈ પાછું શરીરમાં આવી શકે છે ? ન્યાયવૈશેષિક વિચારકે માને છે કે જ્યાં સુધી સ્થૂળ શરીર પડે નહિ ત્યાં સુધી મન તેની બહાર નીકળતું નથી.૬૪ જ્યારે મૃત્યુ થાય છે અને સ્થૂળ શરીર પડે છે ત્યારે જ મન તેની બહાર નીકળી ગતિ કરે છે. આ ગતિ એ પ્રકારની છે—અપક્ષપણુ અને ઉપસણુ. વમાન જન્મમાં ભોગવવાનાં કર્યાં ભાગવાઈ જતાં સ્થૂળ શરીર પડે છે અને મન તેમાંથી બહાર નીકળે છે. આ મનનું અપસપણુ કહેવાય છે. સ્થૂળ શરીર પડતાં નવા જન્મમાં ભાગવવાનાં કર્યાં (ધર્માધ) ઉદયમાં આવે છે અને તે ઉદ્યમાં આવેલાં કૉને ભાગવવા માટે યોગ્ય નવા સ્થૂળ શરીરમાં મન દાખલ થાય છે. આ મનનું ઉપસપ ણુ કહેવાય છે. મનનુ અપસણુ અને ઉપસર્પણ અદૃષ્ટયુક્ત આત્મા અને મનના સ ંચાગને લઈ તે થાય છે અને તે અને પ્રકારની ગતિમાં અદષ્ટ પણ સહાય કરે છે. પ
પૂર્વ સ્થૂળ શરીરથી પર સ્થૂળ શરીર સુધી મનને ગતિ કરવી પડે છે કારણુ કે તે વિભુ નથી પણ અણુ છે. આ ગતિ મન આશ્રયરૂપ આતિવાહિક શીર દ્વારા કરે છે એમ પ્રશસ્તપાદ જણાવે છે. પરંતુ સૂત્રમાં આતિવાહિક શરીરને કોઈ નિર્દેશ નથી. શ્રીધર માને છે કે આશ્રયરૂપ આતિવાહિક શી વિના મન પૂર્વ સ્થૂળ શરીર અને પર સ્થૂળ શરીર વચ્ચેનું લાંખું અન્તર કાપી શકે નહિ. ક વળી, તે જણાવે છે કે મહાપ્રલયના અંતકાળને બાદ કરતાં મનને શરીર વિના ગતિ હાતી જ નથી. ૬૭
જ્યાં સુધી સ્થૂળ શરીર પડે નહિ ત્યાં સુધી તેની બહાર મન ગતિ કરતું નથી એ મતના વિરોધમાં કેટલાક નીચેની લીલ કરે છે. ન્યાયવૈશેષિકા માને છે કે ઇન્દ્રિયા સ્થૂળ શરીરની બહાર જઈ પોતપોતાના વિષયને ગ્રહણ કરે છે. વળી, તે સ્વીકારે છે કે મનથી જોડાયેલી (મનેઽધિષ્ઠિત) ઇન્દ્રિય જ પેાતાના