________________
વૈશેષિક દર્શન
૧૭૩
વિધ્યને ગ્રહણ કરે છે. તેમની આ માન્યતાને અર્થ એ થાય કે મનથી અધિષ્ઠિત ઈન્દ્રિય સ્થૂળ શરીરની બહાર નીકળી પિતાનો વિષય જ્યાં હોય ત્યાં જઈ તેને ગ્રહણ કરે છે. આમાંથી તે એ ફલિત થાય કે મન સ્થૂળ શરીરની બહાર નીકળી ગતિ કરે છે. ૮ | ન્યાયવૈશેષિકે આ દલીલનું ખંડન કરતાં જણાવે છે કે શરીરાવચ્છિન્ન આત્મા સાથે મનના સંયોગથી શરીરાવચ્છિન્ન આત્મામાં બે જાતને પ્રયત્ન ઉત્પન્ન થાય છે—(શરીરના) ધારક પ્રયત્ન અને (શરીગ્નો) પ્રેશ્મ પ્રયત્ન; હવે જે મન શરીરને છોડી બહાર જાય તે શરીરાવચ્છિન્ન આત્મા સાથે એને સંયોગ છૂટી જાય, આ સંયોગ છૂટી જતાં શરીરાવચ્છિન્ન આત્મામાં ધારક પ્રયત્ન ઉત્પન્ન થતું અટકી જાય અને પરિણામે શરીર પડી જાય-મૃત્યુ થાય. ૯
આના વિરોધમાં વિરોધી જણાવે છે કે મન એટલું ઝડપથી શરીરની બહાર જઈને પાછું શરીરમાં આવી જાય છે કે આત્મામાં શરીરને ધારણ કરી રાખવાનો પ્રયત્ન ઉત્પન્ન થતું અટકી જતો નથી.૭૦
ન્યાયવૈશેષિક વિચારક અને જવાબ આપતાં કહે છે કે વિરોધીનું આ સૂચન પણ બરાબર નથી. એ સાચું કે શરીરને ધારણ કરનાર પ્રયત્ન પ્રથમ ક્ષણે ઉત્પન્ન થાય છે, બીજી ક્ષણે ટકે છે અને ત્રીજા ક્ષણે નાશ પામે છે એટલે આ ત્રણ ક્ષણમાં જ મન શરીરની બહાર જઈ પાછું આવી જાય તો ધારણ પ્રયત્નને અભાવ ન થાય અને મૃત્યુ ન થાય; પરંતુ જ્ઞાન અને સ્મૃતિની ઉત્પત્તિને ગાળે અનિયત છે એટલે મને ત્રણ ક્ષણમાં જ શરીરની બહાર જઈ શરીરમાં પાછું આવી જશે એમ કહેવાય નહિ.૭૧ ઉપરાંત, ન્યાયશેષિક દાર્શનિક જણાવે છે કે મનને શરીર બહાર જતું માનવાથી કઈ પ્રયજન સરતું નથી. આત્મામાં જ્ઞાન, સુખ, દુઃખ, ઈચ્છા, દ્વેષ, પ્રયત્ન, ધર્મ, અધર્મ અને સંસ્કાર ઉત્પન્ન કરવાં એ મનનું પ્રયોજન છે. આત્મમસંગથી આત્મામાં આ ગુણો ઉત્પન્ન થાય છે. પરંતુ અહીં એ ધ્યાનમાં રાખવાનું છે કે શરીરાવચ્છિન્ન આત્મા સાથે મનને સંગ જ શરીરાવચ્છિન્ન આત્મામાં આ નવ ગુણો ઉત્પન્ન કરી શકે છે. શરીર બહારના આત્મપ્રદેશે સાથે મનનો સંગ માનીએ તે પણ તે સંગ તે આત્મપ્રદેશમાં જ્ઞાન આદિ વિશેષ ગુણો ઉત્પન્ન કરી શકતું નથી. જે લીલ ખાતર માનીએ કે શરીર બહારના આત્મપ્રદેશે સાથે મનનો સંયોગ તે આત્મપ્રદેશમાં જ્ઞાન આદિ ઉત્પન્ન કરી શકે છે તે સ્થૂળ શરીરનું કઈ પ્રયોજન જ ન રહે. આમ શરીર બહારના આત્મપ્રદેશે સાથે મનને સંગ
કે તે