________________
વૈરોષિકદન
૧૭૧
પત્રોને એક ઉપર એક ગાઢવીને પછી તે થાકડીમાં સેય ભાંકે. સેાય તરત આરપાર નીકળી જશે. હવે કહેા કે બધાં પત્રો એક જ વખતે છેદાયાં કે ક્રમથી ? સામાન્ય રીતે તેા એમ જ લાગે કે બધાં પત્રો એક જ વખતે છેદાઈ ગયાં. પરંતુ ખરેખર એવું નથી. એક પછી એક જ તે પત્રો છેદાયાં છે. બીજું દૃષ્ટાન્ત લે. છેડે અગ્નિશિખાવાળા લાંબા તારને અત્યંત ઝડપથી માવેશ. અગ્નિશિખાવાળા છેડા તારની લંબાઈના વ્યાસથી રચાયેલા પરિધના બિંદુ પર ક્રમથી જ આવે છે, તેમ છતાં આપણને દૃષ્ટિભ્રમ થાય છે કે તે છેડે બધાં બિ ંદુ પર યુગપદ્ અસ્તિત્વ ધરાવે છે, પરિણામે આપણને અગ્નિવર્તુળ દેખાય છે. આ દૃષ્ટિભ્રમનું કારણ અગ્નિશિખાની અત્યંત ઝડપી ગતિ છે.૬૦
વળી એક શંકા જાગે છે. જ્યારે આપણે વૃક્ષ તરફ નજર નાખીએ છીએ ત્યારે શુ એક ક્ષણમાં એક પાંદડું જ દેખાય છે ? અને ક્રમથી અસંખ્ય પાંદડાં, ડાળીએ, ફૂલા, વગેરેનુ જ્ઞાન થાય છે ? આવું તે નથી થતું. એક સાથે જ ડાળાં–પાંદડાં, ફળ-ફૂલ, વગેરે બધું દેખાઈ જાય છે. એવી જ રીતે, રાતે આકાશ તરફ જોતાં અગણ્ય તારાએ એક સાથે જ દેખાય છે, એક પછી એક દેખાતા નથી. તેા પછી એમ કેમ કહી શકાય કે એક ક્ષણમાં એક જ જ્ઞાન થાય છે ?
ન્યાયવૈશેષિક આના ઉત્તરમાં જણાવે છે કે એક સાથે પાંદડાં, ફૂલ, કળા, ડાળીએ, વગેરે જે દેખાય છે તે સમૂહરૂપમાં દેખાય છે. અનેક વૃક્ષેા એક સાથે દેખાય છે ત્યારે સમૂરૂપમાં જ દેખાય છે. અહીં સમૂહનું (Group, Pattern, Gestalı) નાન એક સમયમાં થાય છે. એટલે આ જ્ઞાન સમૂહાલંબન જ્ઞાન કહેવાય છે. આ જ્ઞાનના વિષય એક સમૂહ છે, અને નહિ કે સમૂહગત નાના વિષયા. સમૂહગત વસ્તુઓ અનેક હાવાને કારણે નાના અનેક થાય છે એમ ન માનવુ` જોઈ એ. ૧
મનને ઇન્દ્રિય સાથે જોડનાર શુ છે?
૧ગ્રત અવસ્થામાં એક ઇન્દ્રિય સાથે જોડાયેલા મનને મીજી ઇન્દ્રિય તરફ ધકેલનાર શું છે ? એ છે પેલી ખીજી ઇન્દ્રિયના વિષયની આત્મામાં જાગેલી ઈચ્છા. આ ઈચ્છાથી આત્મામાં પ્રયત્ન જન્મે છે. તે પ્રયત્ન મનને જે ઇન્દ્રિયના વિષયની ઈચ્છા આત્મામાં જાગી હેય તે ઇન્દ્રિય તરફ ગતિ કરાવે છે.કર
સુષુપ્તિમાં મનના કોઈ ઇન્દ્રિય સાથે સંયોગ હાતા નથી એટલે તે વખતે ઇન્દ્રિયજ જ્ઞાન થતું નથી. સુષુપ્તિમાંથી મનુષ્ય જાગે છે ત્યારે મનના સંયોગ