________________
૧૭o
દર્શન
થયું એની તેને ખબર પડતી નથી. જ્યારે તે સુંદર દશ્ય જોવામાં લીન હોય છે ત્યારે તે કાને અથડાતા બોલ પણ સાંભળી શકતો નથી. આવો અનુભવ દરેકને થાય છે. અહીં પ્રશ્ન ઊઠે છે કે નેન્દ્રિય સાથે વિષયને સંયોગ થવા છતાં આપણે તેને કેટલીક વાર જોઈ શકતા કેમ નથી અને બોલ કાને અથડાવા છતાં આપણે તેને કેટલીક વાર સાંભળી શક્તા કેમ નથી ? ન્યાયશેષિક ઉત્તર આપે છે કે આનો ખુલાસો પ્રતિશરીર એક અણુરૂપ મને દ્રવ્ય માન્યા વિના થઈ શકશે નહિ. કેવળ વિષયને ઇન્દ્રિય સાથે સંયોગ થવાથી જ આપણને તે વિષયનું પ્રત્યક્ષ થઈ જતું નથી; વિષયને ઇન્દ્રિય સાથે સંયોગ થવા ઉપરાંત તે જ ઇન્દ્રિયને મન સાથે સંયોગ થવો પણ જરૂરી છે. પાંચેય ઈન્દ્રિય તે પિતાપિતાના વિષય સાથે એક જ ક્ષણે જોડાઈ શકે છે પરંતુ મન પાંચેય ઇન્દ્રિયો સાથે એક જ ક્ષણે જોડાઈ શકતું નથી. એટલે જ ઉપર દર્શાવેલી અન્યમનસ્કતાની ઘટના બને છે. પરંતુ મન શા કારણે પાંચેય ઇન્દ્રિય સાથે એક જ ક્ષણે જોડાઈ શકતું. નથી ? કારણ કે, તે શરીરવ્યાપી કે વિભુ નથી.૫૮ વળી શરીરવ્યાપી કે વિભુ ન હોવા છતાં જો એકથી વધુ મન શરીરમાં હોય તો પણ ઉપર દર્શાવેલી અન્યમનતાની ઘટના ન બને કારણ કે તે મને માંનું એક એક ઈન્દ્રિય સાથે, બીજું બીજી ઈન્દ્રિય સાથે, ત્રીજું ત્રીજી ઈન્દ્રિય સાથે ચેડ્યું એથી ઈન્દ્રિય સાથે, - પાંચમું પાંચમી ઇન્દ્રિય સાથે એક જ ક્ષણે જોડાઈ શકે ૫૦
જ્ઞાનયોગપઘની ભ્રાન્તિ કોઈ શંકા કરે છે કે જે મન પાંચ ઇન્દ્રિ સાથે એક ક્ષણે જોડાઈ શકતું ન હોય તે આપણને એક ક્ષણે જુદી જુદી ઈન્દ્રિયો દ્વારા પાંચ જ્ઞાને થાય છે તેનો ખુલાસે શો ? જલેબી ખાનાર વ્યક્તિને હાથ દ્વારા સ્પર્શ, નેત્ર દ્વારા રૂપ, નાક દ્વારા ગંધ, જીભ દ્વારા સ્વાદ અને કાન દ્વારા શબ્દ એક જ ક્ષણે જ્ઞાત થાય છે.
આ શંકાનું સમાધાન ન્યાયશેષિક નીચે પ્રમાણે કરે છે. ઉપર જે અન્યમનસ્કતાનું દષ્ટાંત આપ્યું છે તે તો સામાન્ય માણસને તેનો અનુભવ છે એટલે. હકીક્તમાં તે કઈ પણ બે પ્રત્યક્ષ જ્ઞાન એક ક્ષણે ઉત્પન્ન થતાં જ નથી. જ્ઞાનનું યૌગપદ્ય ન્યાય-વૈશેષિક વિચારકેને માન્ય નથી. જ્યાં જ્ઞાનનું યૌગપદ્ય આપણને જણાય છે ત્યાં ખરેખર જ્ઞાનોનું યૌગપદ્ય છે જ નહિ. જ્ઞાન અત્યંત ઝડપથી એક પછી એક ઉત્પન્ન થાય છે એટલે આપણે તેમના ક્રમને ગ્રહણ કરી શકતા નથી અને તે જ્ઞાને આપણને યુગપ૬ ઉત્પન્ન થતાં લાગે છે. સે કમલ