________________
વૈશેષિક દર્શને
૧૬૯ દ્રષ્ટાની દષ્ટિએ જે પૂર્વમાં હોય તે બીજા દ્રષ્ટાની દષ્ટિએ પશ્ચિમમાં હોઈ શકે છે. આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે દેશિક પૂર્વાપરત્વ અનિયત છે.
દેશિક ક્રમ અનિયત છે જ્યારે કાલિક ક્રમ નિયત છે એ હકીકત નીચેના દષ્ટાન્તથી સ્પષ્ટ થશે.
વૃક્ષ
પર્વત
ઉપરની આકૃતિમાં બે વસ્તુઓની–વૃક્ષ અને પર્વતની અપેક્ષિક સ્થિતિ દર્શાવવામાં આવી છે. આપણે વૃક્ષથી ચાલીને પર્વત સુધી જઈ શકીએ છીએ અને વળી પાછા પર્વતથી ચાલી વૃક્ષ સુધી જઈ શકીએ છીએ. આ બંને કમ સંભવે છે. આમ દેશિક ક્રમ બદલી શકાય છે. પરંતુ કાળની બાબતમાં આ શક્ય નથી.
૧ ભૂત |
૧ ભૂત
મ ર વર્તમાન |-= ભવિષ્ય |
૨ વર્તમાન
કાલિક કમ નિયત છે. આપણે ભૂતથી આવીએ છીએ વર્તમાનમાં અને વર્તમાનમાંથી જઈએ છીએ ભવિષ્ય તરફ પરંતુ એનાથી ઊલટ ક્રમ શક્ય નથી. કઈ ભવિષ્યથી ભૂત તરફ જઈ શતું નથી. આ ભેદને ન્યાયશેષિક પરિભાષામાં આ રીતે જણવ્યો છે–દિફ અનિયપાધુન્નાયિકા છે જ્યારે કાળ નિયપાયુનાયક છે.પ૬
(૩) મન
મનના અસ્તિત્વની સ્થાપના ઘણું જ્ઞાને એવાં છે જે બ્રાધેન્દ્રિય દ્વારા ઉત્પન્ન થતાં નથી. સ્મૃતિ-જ્ઞાનને , માટે નેત્ર આદિ બાહ્ય ઇન્દ્રિયોની જરૂર નથી. આંધળા, બહેરા વગેરેને પણ સ્મૃતિજ્ઞાન થાય છે. એવી જ રીતે સુખ-દુઃખનું અનુભવજ્ઞાન પણ બાઘેન્દ્રિય ઉપર નિર્ભર નથી. આવાં જ્ઞાનનું કેઈ કરણ તો અવશ્ય હોવું જ જોઈએ. અને તે કરણ એ જ મન છે.પ૭
બીજી રીતે પણ મનનું અસ્તિત્વ સાબિત થાય છે. તે આ રીતે. કેઈ માણસ મધુર સંગીત સાંભળવામાં લીન હોય છે ત્યારે તેની આગળથી કેણ પસાર