________________
વૈશેષિકદન
૧૬૫
(=પશ્ચાદ્ અભાવ) .અને પ્રાગભાવના સૂચક નથી. એને અર્થ એ કે એમનાથી એવું નથી સચવાતું કે આકાશના પછી અભાવ થઈ ગયા કે કાળનેા પહેલાં અભાવ હતા. ભૂત-ભવિષ્યત્ અનિત્ય સૂર્ય', ચંદ્ર, ઘટ, પટ વગેરેનાં વિશેષણ અની શકે છે પર ંતુ નિત્ય આકાશ અને કાળનાં નહિ. તેથી અહીં નિત્ય પદાર્થોં સાથે જે કાળને સંબંધ જોડવામાં આવ્યે છે તે ઔપાધિક છે. તાત્પ` એ કે નિત્ય પદાર્થીના કાળ સાથે સંબંધ નથી, પરંતુ જેટલા અનિત્ય પદાર્થા છે તે બધા સાથે કાળના સંબંધ છે. બધા અનિત્ય પદાર્થો જન્મ છે, કાર્યાં છે. અને કાર્યાંની ઉત્પત્તિ કાળ વિના સંભવતી જ નથી. એટલે જ કાળને અનિત્ય પદાર્થાનું કારણ કહી શકાય. આ બધાના સાર કણાદના આ સૂત્રમાં છે—નિત્યેશ્વમાવાનિયેષુ માવાત્ ારને ાસાયેતિ (૨. ૨. ૬).
ન્યાય—વૈશેષિક અનુસાર કાળ દ્રવ્ય તે એક અને નિત્ય છે; તેના જે ભૂત, વમાન અને ભવિષ્ય ત્રણ ભેદો છે તે તે ક્રિયાને લઈ ને પડતા ઔપાધિક ભેદે છે.
વર્તમાનકાળનું અસ્તિત્વ નથી એવા પૂર્વપક્ષ
કેટલાક એવું માને છે કે કાળના ઉપયુ ક્ત ત્રણ ભેદોમાંથી જેને વત માનકાળ તરીકે એળખવામાં આવે છે તેનું અસ્તિત્વ જ નથી. તેઓ તેમના મતને નીચે પ્રમાણે સમજાવે છે : એક વૃક્ષ છે. તેના ઉપરથી પાકું ફળ નીચે પડે છે. પડતા ફળે જેટલા માગ (=રૂથ્થા, space) કાપ્યા તેને પતિત (જેમાં પતન ક્રિયા થઈ ગઈ છે એવા) માગ કેહેવામાં આવે છે અને તેની સાથે જોડાયેલા કાળને ભૂતકાળ કહેવામાં આવે છે. પડતા ફળે જેટલા માગ કાપવાના છે તેને પતિતવ્ય (જેમાં પતન ક્રિયા થવાની છે એવા) માગ કહેવામાં આવે છે અને તેની સાથે જોડાયેલા કાળને ભવિષ્યકાળ કહેવામાં આવે છે. હવે કાઈ ત્રીજો માગ બાકી રહેતા નથી કે જેની સાથે જોડાયેલા કાળને વ`માનકાળ તરીકે આપણે ગ્રહણ કરીએ. માટે વત માનકાળ નથી.૪૭
વર્તમાનકાળની સ્થાપના
આ મતના વિરેધમાં ન્યાય—વૈશેષિક જણાવે છે કે : (૧) જો વમાનકાળ ન હેાય તા ભૂતકાળ કે ભવિષ્યકાળ પણ ન સંભવી શકે કારણ કે તે ખતે વર્તમાનકાળ ઉપર આધાર રાખે છે. ન્યાયભાષ્યકાર આ દલીલને નીચે પ્રમાણે સમજાવે છે. કાળ માથી (=અધ્વાથી, space) વ્યક્ત થતા નથી પરંતુ ક્રિયાથી