________________
૧૬૬
વ્યક્ત થાય છે. તેથી જ્યારે પતનક્રિયા પૂરી થઈ જાય છે ત્યારે તે પૂરી થઈ ગયેલી પતનક્રિયા સાથે જેટલો કાળ જોડાયેલો હોય છે તેને ભૂતકાળ કહેવામાં આવે છે, જ્યારે પતનક્રિયા શરૂ થવાની હોય છે ત્યારે શરૂ થનાર પતનક્રિયા સાથે જોડાનાર કાળને ભવિષ્યકાળ કહેવામાં આવે છે અને જ્યારે દ્રવ્યમાં પ્રસ્તુત દષ્ટાંતમાં ફળમાં) પતનક્રિયા ચાલુ હોય ત્યારે તે ચાલુ પતનક્રિયા સાથે સંબંધ ધરાવતા કાળને વર્તમાનકાળ કહેવામાં આવે છે. જે દ્રવ્યમાં વર્તમાન પતનક્રિયાનું માણસ ગ્રહણ ન કરે તે પછી કઈ ક્રિયાની સમાપ્તિ અને કઈ ક્રિયાની ભાવિ ઉત્પત્તિનું તેને જ્ઞાન થશે પતનક્રિયાની સમાપ્તિ સાથે જોડાયેલ કાળ ભૂતકાળ છે અને થનારી પતનક્રિયા સાથે જોડાનારો કાળ ભવિષ્યકાળ છે. એ બંને કાળમાં દ્રવ્ય ક્રિયારહિત છે. કેવળ વર્તમાનકાળમાં જ દ્રવ્ય ક્રિયા સહિત હોય છે. નીચે પડે છે એવી પ્રતીતિ પતનક્રિયા સાથે દ્રવ્યનો સંબંધ દર્શાવે છે. આમ ક્રિયા અને દ્રવ્યને સંબંધ વર્તમાનકાળ ગ્રહણ કરાવે છે. વર્તમાનકાળને આશ્રિત બીજા બે કાળો વર્તમાનકાળનું અસ્તિત્વ ન હોય તો ઘટી ન શકે.૪૮ (૨) વળી, ભૂતકાળ અને ભવિષ્યકાળની સિદ્ધિ એકબીજાને આધારે શક્ય નથી જેથી વર્તમાનકાળ વિના ચલાવી શકાય.૪૮ (૩) ઉપરાંત, “દ્રવ્ય છે’ ‘ગુણ છે “કર્મ છે એવી પ્રતીતિઓ ઉપરથી આપણે કહી શકીએ કે વર્તમાનકાળ પદાર્થની સ્થિતિથી પણ વ્યક્ત થાય જ છે. તે પછી વર્તમાનકાળને અસ્વીકાર કેમ કાય?૫૦ (૪) વધારામાં, વર્તમાનકાળ ન હોય તો કઈ વસ્તુનું ગ્રહણ થાય નહિ કારણ કે વર્તમાનકાળના અભાવમાં પ્રત્યક્ષ અશક્ય બની જાય. પ્રત્યક્ષજ્ઞાન ઈન્દ્રિય અને વસ્તુના સંયોગમાંથી જન્મે છે. જે અવિદ્યમાન અસત હોય તેની સાથે ઇન્દ્રિયને સંયોગ નથી થઈ શકતે. આમ વર્તમાનકાળના અભાવે પ્રત્યક્ષનું નિમિત્ત ઈન્દ્રિય અર્થસંગ, પ્રત્યક્ષને ઘટ, પેટ, આદિ વિષય અને પ્રત્યક્ષ જ્ઞાન કંઈ ઘટી શકતું નથી. અને પ્રત્યક્ષ અશક્ય બનતાં બધાં પ્રમાણ અશકય બની જાય. પરિણામે કોઈ વસ્તુનું ગ્રહણ થઈ શકે નહિ. એટલે વર્તમાનકાળ માન્યા વિના ચાલશે જ નહિ.૫૧
આકાશ અને કાળ
આકાશ મહાભૂત છે જ્યારે કાળ મહાભૂત નથી. આકાશને વિશેષગુણ શબ્દ છે જ્યારે કાળને કેઈ વિશેષગુણ નથી. આકાશ ઈન્દ્રિયપ્રકૃતિ છે (અર્થાત્ શ્રોન્દ્રિયની પ્રકૃતિ છે, જ્યારે કાળ ઇન્દ્રિયપ્રકૃતિ નથી. આકાશ અને કાળ બંનેય નિત્ય અને વિભુ દ્રવ્ય હોવા છતાં તેમની વચ્ચે ઉપર જણાવેલ ભેદ છે.