________________
૧૬૦
પદ્દન તાર, તારતર, વગેરે ભેદો થવામાં કઈ વિરોધ જણ નથી. (૩) આકાશ વિભુ છે. વિભુ એટલે સર્વવ્યાપક. જે આકાશ વિભુ ન હોય તો બધી જગ્યાએ શબ્દોની ઉત્પત્તિ ન થઈ શકે કારણ કે સમવા થિકારણના અભાવમાં તે સમાયિકારણમાં રહેનાર કાર્યની ઉત્પત્તિ સંભવતી નથી. જ્યાં જ્યાં શબ્દ ઉત્પન્ન થાય ત્યાં ત્યાં તેનું સમાયિકારણું અવશ્ય માનવું જોઈએ. આમ શબ્દ સર્વત્ર ઉત્પન્ન થતો હોવાથી તેના સમવાધિકારણરૂપ આકાશને સર્વત્ર વ્યાપેલું માનવું જોઈએ. ૨૭ વળી, આકાશને પરમાણુપરિમાણ કે મધ્યમપરિમાણવાળું કલ્પી શકાતું નથી. પરમાણુપરિમાણુ પરમાણુમાં હોય છે અને મધ્યમપરિમાણ અવયવીમાં હોય છે. એટલે જે આકાશ વિભુ (= પરમમહરિમાણવાળું) ન હોય તો તે કાં તો પરમાણું હોવું જોઈએ કાં તો અવયવી હોવું જોઈએ. તે પરમાણુ ન હોઈ શકે કારણ કે પરમાણુનો ગુણ પ્રત્યક્ષ થતો નથી
જ્યારે આકાશને ગુણ (શદ) તા પ્રત્યક્ષ થાય છે. તે અવયવી પણ ન હાઈ શકે કારણ કે અવયવી હંમેશ સ્પર્શવત હોય છે જ્યારે આકાશ તે સ્પર્શવત નથી. આમ આકાશ અણુપરિમાણવાળું કે મધ્યમપરિમાણવાળું સિદ્ધ થતું નથી. આનો અર્થ એ કે તે પરમહત્પરિમાણ (= વિભુ પરિમાણ) ધરાવે છે.ર૮ (૩) આકાશ એક અને વિભુ છે એ ઉપરથી ફલિત થાય છે કે તે નિરવયવ છે, નિત્ય છે અને નિષ્ક્રિય છે.૨૯ (૪) સર્વવ્યાપી આકાશ અસ્પર્શવત અને નિરવયવ હોવાથી સ્પર્શવ દ્રવ્યોથી પ્રતિઘાત પામતું નથી અને પોતાને બૃહ બદલતું નથી. વળી, તે પોતે ગતિમાન મૂર્ત દ્રવ્યોની ગતિને અવરોધતું પણ નથી. આમ અચૂહ અને અવિષ્ટભ્ય આકાશના ધર્મો છે.૩૦ (૫) નિષ્ક્રમણ અને પ્રવેશનરૂપ ક્રિયાઓ આકાશની નથી કારણ આકાશ સર્વવ્યાપી હોઈ નિક્યિ છે. ઉપરાંત, નિષ્ક્રમણ અને પ્રવેશનરૂપ ક્રિયાઓ ધરાવનાર અર્થાત ગતિવાળાં દ્રવ્યોનું અધિકરણ (=આધાર, locus) પણ આકાશ નથી. (૬) આકાશ પ્રત્યક્ષગ્રાહ્ય નથી. ઊડતાં પંખીઓના અધિકારણરૂપે આકાશનું પ્રત્યક્ષ થાય છે એમ ભાટ મીમાંસકે માને છે. પરંતુ વૈશેષિક જણાવે છે કે ઊડતાં પક્ષીઓનું અધિકરણ ફેલાયેલ પ્રકાશપુંજ (વિતતારોમ) છે, આકાશ નહિ. મીમાંસકો આનો વિરોધ કરતાં કહે છે કે પ્રકાશપુંજ પણ કઈ અધિકરણમાં પ્રતીત થાય છે, જે અધિકરણ આકાશ છે. વૈશેષિક આ આપત્તિને એમ કહીને ટાળે છે કે પ્રકાશપુંજનું અધિકરણ તેના અવયવો છે, આકાશ નહિ. આમ અધિકરણની પ્રતીતિ દ્વારા આકાશ પ્રત્યક્ષ થાય છે એવી મીમાંસકાની માન્યતાને વૈશેષિક વિરોધ કરે છે અને આકાશ પ્રત્યક્ષગ્રાહ્ય નથી એ વાતને વળગી રહે છે. (૭) બાલ્યન્દ્રિય જે ગુણને ગ્રહણ કરે છે તે ગુણને વિશેષગુણ