________________
વૈશેષિકદર્શન
૧૫૧
બાબતમાં અન્યથાસિદ્ધ માનવી. એ તે સ્પષ્ટ છે કે આકાશની કારણુતા આકાશત્વરૂપે જ સંભવે, દ્રવ્ય વગેરે રૂપે નહિ. અને આકાશત્વને આપણે “શબ્દના સમવાધિકારણરૂપે જ સમજીએ છીએ. આકાશ પટનું પૂર્વવત છે એમ આપણે ત્યારે જ કહી શકીએ જ્યારે આપણે “શબ્દના સમવાધિકારણરૂપે આકાશનું સ્વરૂપ સમજી લીધું હોય. “આકાશ' નામવાળા દ્રવ્યને માનવામાં એટલા જ માટે આવ્યું છે કે શબ્દનું સમવાયિકારણ કેઈ દ્રવ્ય હોવું જ જોઈએ, અને શબ્દ તે બધે જ ઉત્પન્ન થાય છે, એટલે એ દ્રવ્ય આકાશ વ્યાપક અને નિત્ય હોવું જોઈએ. પરિસ્થિતિ આવી હોવાથી આકાશ પટ આદિ કાર્યોનું પૂર્વવતી પણ છે. આમ “શબ્દ પ્રત્યે આકાશન પૂર્વભાવ જાણ્યા પછી જ પટ વગેરે કાર્યો પ્રત્યેને તેને પૂર્વભાવ જ્ઞાત થાય છે, એટલે પટ વગેરે કાર્યોની બાબતમાં આકાશ અન્યથાસિદ્ધ છે. આ છે અન્યથાસિનો ત્રીજો પ્રકાર.
(૪) નનય તે પૂર્વવર્તિતામવરિજ્ઞાચ ન ચ પાસે ! અર્થાત્ કાર્યજનક (કારણુ) પ્રત્યનો જેનો પૂર્વભાવ જાણ્યા વિના કાર્ય પ્રત્યે જેનો પૂર્વભાવ ન જાણી શકાય છે. આમ આ અન્યથાસિદ્ધનો અર્થ એ છે કે કાર્યના કારણનું કારણ તે કાર્યનું કારણ નથી. જે કાર્યના કારણના કારણને પણ તે કાર્યનું કારણ માનવામાં આવે તે કારણપરંપરા ઘણી વધી જશે. એટલે કાર્યના “કારણના કારણને તે કાર્યનું કારણ નથી માનવામાં આવતું. ઉદાહરણે જોઈશું. પરનું કારણ તંતુઓ છે અને તંતુએનું કારણ અંશુઓ છે. અંશુઓને પટના કારણ તતુઓ પ્રતિ પૂર્વભાવ જાણ્યા પછી જ તેમનો પટ પ્રતિ પૂર્વભાવ જાણી શકાય છે. આમ જો કે અંશુ પટના નિયત પૂર્વવતી હોવા છતાં તેઓ પટની ભાબતમાં અન્યથાસિદ્ધ છે. બીજું ઉદાહરણ લઈએ. ઘડાનું કારણ કુંભાર છે, અને કુંભારનું કારણ “કુંભારને બાપ” છે. કુંભારના બાપને ઘટના કારણ કુંભાર પ્રતિ પૂર્વભાવ જાણ્યા પછી જ તે કુંભારના બાપનો ઘટ પ્રતિ પૂર્વભાવ જ્ઞાત થાય છે. આમ કુંભારનો બાપ ઘટનો નિયત પૂર્વવતી હોવા છતાં ઘરનું કારણ નથી. આ છે અન્યથાસિનો ચોથો પ્રકાર.
(૫) અતિમિયા ચ મચૅનિચતાવ પૂર્વમવિર:૩૬ અર્થાત નિયત અને આવશ્યકથી અતિક્તિ જે કંઈ પૂર્વવતી હોય તે બધું. જે નિયત પૂર્વવતી હોવા છતાં આવશ્યક ન હોય તે અન્યથાસિદ્ધ છે. ત્યાં બે વસ્તુઓ કાર્યના કારણ તરીકે વિકલ્પ સંભવતી હોય ત્યાં જે વસ્તુને કારણ તરીકે સ્વીકારતાં કલ્પના લાઘવ થાય તે વસ્તુને અહીં આવશ્યક કહી છે. એનાથી અતિક્તિ પેલી બીજી