________________
વૈશિયકદન
૧૪૧
કાઢ્યા પછી ચાલુ રહેતા લાગે છે તે હકીકતમાં તેા મૂળ પટના નાશ પછી તદ્દન નવા ઉત્પન્ન થયેલા બીજો પટ હોય છે. આમ કાયદ્રવ્યના આરંભક અવયેામાંથી એકને ઘટાડો કરવા અશકય છે.
મૂળ પટમાંથી એક તંતુને કાઢતાં તે પટને નાશ થઈ તદ્દન નવા જ પટ ઉત્પન્ન થાય છે એમ માન્યા પછી નવા પટની ઉત્પત્તિ કેવી રીતે થાય છે એ પ્રશ્ન ઉદ્ભવે છે. આનેા જવાબ વૈશેષિકા નીચે પ્રમાણે આપે છે. એક ત ંતુને ખેંચી કાઢ્યા પછી ઉત્પન્ન થનાર તદ્દન નવા પટની ઉત્પત્તિની પ્રક્રિયા એક મેટા પટને ફાડવાથી ઉત્પન્ન થતા બે નાના પટાની ઉત્પત્તિની પ્રક્રિયા જેવી જ છે. એ નાના પટોને મેટા પટના નાશ પછી ઉત્પન્ન થનાર તદ્દન એ નવાં દ્રવ્યે ગણવામાં આવે છે. આ એ નવા પટાનું સમવાયિકારણ તે! મહાપટનું જે હતુ તે જ રહે છે. એવું માનવામાં આવ્યું છે કે પ્રસ્તુત પ્રક્રિયામાં એક દ્રવ્યના નાશથી ખીજું દ્રવ્ય ઉત્પન્ન થાય છે ત્યારે તે ખીજા દ્રવ્યનું સમવાયિકારણ પહેલાંના દ્રવ્યના સમવાયિકારથી જુદું નથી હોતુ.૨૨ હવે પ્રશ્ન એ જાગે છે કે નવા એ પટાના (જે મહાપટના ફાડવાથી તદ્દન નવા ઉત્પન્ન થયા છે તે) તંતુએના સંચાગા કેવી રીતે ઉત્પન્ન થાય છે ? શ્રીધર અનુસાર તે બે નાના પટા મહાપટમાં જુદાં દ્રવ્યો તરીકે અસ્તિત્વ ધરાવતા હતાં જ એટલે તેમના તંતુએના નવા સંચાગેાની સમસ્યા ઉપસ્થિત થતી જ નથી. વિશ્વનાથ પ્રમાણે જ્યારે પટમાંથી એક તંતુ ખેંચી કાઢવામાં આવે છે ત્યારે તે પટના અસમવાયિકારણુરૂપ તતુસ ચેાગા નાશ પામે છે અને નવા જ તંતુસ ંચાગા ઉત્પન્ન થાય છે. એટલે વિશ્વનાથને મતે મહાપટને ફાડવાથી તદ્દન નવા જ ઉત્પન્ન થયેલા એ નવા પટેના તંતુસ યેાગા પણ તદ્દન નવા જ ઉત્પન્ન થાય છે. વિશ્વનાથને માટે નવા તંતુસ ચેાગેાની ઉત્પત્તિના ખુલાસા કરવો કઢિન છે—સિવાય કે એમ સ્વીકારવામાં આવે કે જે ક્રિયા મેટા પટને ફાડે છે તે જ ક્રિયા નવા સંચેાગાને ઉત્પન્ન કરે છે. શંકરમિશ્ર વિશ્વનાથના મતને સમજાવતા કહે છે કે જ્યારે મેટા પટને નાશ થાય છે ત્યારે નાના પટા અવસ્થિત સાગામાંથી જ ઉત્પન્ન થાય છે.૨૩ પરંતુ આમ કહેવું બરાબર નથી, કારણ કે વિશ્વનાથના સિદ્ધાંત પ્રમાણે નવા સંચાગાને અવસ્થિત સંચેાગા ન ગણી શકાય. હકીકતમાં તેા ન્યાયવૈશેષિક દનમાં આ સમસ્યાના ઉકેલ જ નથી. જે હા તે, એટલું સ્પષ્ટ છે કે એક પણ તંતુને પટમાંથી ખેંચી કાઢવામાં આવે છે ત્યારે તે પટનેા નાશ થાય છે. તે મેટા પટના નાશ પછી જે નાના પટ રહે છે તે કાં તે શ્રીધર માને છે તેમ પહેલાં મેટા પટમાં અવસ્થિત હતેા કાં તે વિશ્વનાથ માને છે તેમ તદ્દન નવા જ ઉત્પન્ન થયેલા છે.