________________
ષદન
કારણને તેના કાય સાથે સંબંધ એ રીતે કલ્પી શકાય કાં તેા કારણ પાતાતું સત્ત્વ કા માં સંક્રાન્ત કરે છે એમ સ્વીકારીને કાં તે તે કેવળ પેાતાના કાયની અવ્યવહિત પૂવવતી હોય છે એટલું જ સ્વીકારીને. પ્રથમ વિકલ્પ સાંખ્યા અને પ્રાચીન ન્યાયવૈશેષિકા સ્વીકારે છે જ્યારે બીજો વિકલ્પ ૌઢો અને ઉત્તરકાલીન ન્યાયવૈશેષિકે સ્વીકારે છે.
૧૪૦
ન્યાયવૈશેષિક કારણવાદમાં પરિણામ અશકય
ન્યાયવૈશેષિક દર્શનમાં કાઇ દ્રવ્ય પરિણમનશીલ નથી. જ્યાં જ્યાં આપણને પરિણામ લાગે છે ત્યાં ત્યાં ખરેખર પરિણામ છે જ નહિ પરંતુ પૂર્વાં દ્રવ્યને નાશ અને તેને સ્થાને તદ્દન નવા જ દ્રવ્યની ઉત્પત્તિ છે. આમ ‘ પરિણામ ’ · વિક્રિયા' જેવા શબ્દોને ન્યાયવૈશેષિક દર્શનમાં કાઈ સ્થાન નથી.
*
ન્યાયવૈશેષિક કારણવાદ અનુસાર જ્યાં સુધી તેનું તે જ કાય દ્રવ્ય અસ્તિત્વ ધરાવે છે ત્યાં સુધી તેના આરંભક અવ્યવામાં એકનેય વધારે। કે ઘટાડો (ચયાપચય ) અશકય છે. જે અમુક સંખ્યાવાળા અવયવોના બનેલા અવયવી છે તે તેને તે જ ન રહી શકે જો તેના તે આર્ભક અથયવામાંથી એક અવયવને પણ કાઢી લેવામાં આવે કે તેમનામાં એકને પણ ઉમેરવામાં આવે. પટમાં એક નવા તંતુના ઉમેશ એ રીતે કરી શકાય—(૧) એક નવા તંતુને એક પૃથક્ દ્રવ્ય તરીકે પટ સાથે જોડીને. આમ અહીં એ પૃથક્ બ્યાને સંવેગ થશે. (૨) વણતી વખતે જ એક નવા તંતુ ઉમેરીને. અહી પટના અસમવાયિકારણરૂપ પહેલાંને તતુઓના સ ંયેગ નાશ પામે છે અને તે સાથે જ પહેલાંને પટ નાશ પામે છે. પછી બધા તંતુએ (નવા ઉમેરાયેલા તંતુ સાથે ) નવેસરથી સંયુક્ત થાય છે અને તદ્દન નવા અવયવીરૂપ બીજો જ પટ ઉત્પન્ન થાય છે. આ ઉપરથી એ સ્પષ્ટ થાય છે કે જ્યાં સુધી કાવ્યના આર્ભક અવયવાની વાત છે ત્યાં સુધી તેમનામાં એકના પણ વધારા શકય નથી.૨ ૧
"
તેવી જ રીતે, કાયદ્રવ્યના આરંભક અવયવમાંથી એકને પણ દૂર કરી શકાતા નથી. ઉદાહરણાં, પટમાંથી એક તંતુ પણ કાઢવામાં આવે તે તેને અર્થ એ થાય કે જે અવયવેામાં પટ સમવાયસંબંધથી રહેતા હતા તેમનાથી
એક અવયવ અલગ થઈ ગયો. પરિણામે, તે તતુને ખીન્ન અવયવા સાથેના સંચાગ નાશ પામ્યા અને તેના નાશની સાથે તે જેનું અસમવાયિકારણ હતા તે મૂળ પટ પણ નાશ પામ્યા. તેથી જ્યારે જ્યારે એક તંતુને પણ કાઢી લેવામાં આવે છે ત્યારે ત્યારે તે સાથે જ મૂળ પટ નાશ પામે છે અને જે પદ્ય તંતુને