________________
વૈશેષિક દર્શન
૧૩૦
પ્રસિદ્ધ મૃપિંડ-ઘટનું છે. પ્રાચીન અવયવોને અવયવીથી ભિન્ન દ્રવ્ય કેમ નથી માનતા ? કદાચ તેમને લાગ્યું હશે કે જે અવયવોને તેમની જ અંદર કમથી ઉત્પન્ન અવયવીઓથી ભિન્ન દ્રવ્ય તરીકે માનીએ તો તેઓ પૂર્વના કારણદ્રવ્યરૂપ અવયવીના સત્ત્વને ઉત્તરના કાર્યક્રવ્યરૂપ અવયવીમાં સંક્રન્ત કરવાના માધ્યમ તરીકે કાર્ય નહિ કરી શકે. વળી, પ્રાચીનોએ એક શંખલાગત કમોત્પન્ન અવયવીઓના અવયવો એક જ માન્યા છે ભિન્ન ભિન્ન નથી માન્યા તેનું કારણ પણ એ છે કે તેઓ પૂર્વોત્તર કારણ-કાર્યરૂપ અવયવીઓની બાબતમાં કારણના સત્ત્વની સંક્રાતિ કાર્યમાં માનવા ઈચ્છે છે. પરંતુ ઉત્તરકાલીન ન્યાયવૈશેષિક અનુસાર અવયવોમાં તેમના અવયવી તરીકે રહેતું પહેલાંનું દ્રવ્ય તે અવયવોમાં જ ઉત્પન્ન થયેલા પછીના દ્રવ્યનું કારણ નથી; એને બદલે અવયવો પોતે જ તે પછીના દ્રવ્યનું કારણ મનાય છે. અવયવોને કારણે માન્યા એટલે તેમનું કાર્ય સમકાલ અસ્તિત્વ પણ માનવું પડયું. પરંતુ કારણનું સત્ત્વ તો. કાર્યથી ભિન્ન જ છે. આમ કાર્યસમકાલ પોતાનું આગવું અસ્તિત્વ ધરાવનારા અને પિતાના સત્ત્વ-તત્વને જેવું ને તેવું ટકાવી રાખનાર કારણ કેઈપણ રીતે પોતાના સર્વ-તત્ત્વને પોતાના કાર્યમાં સંક્રાન્ત કરી શકે નહિ. પરિણામે ઉત્તરકાલીન ન્યાયશેષિકોને મતે પોતાના કાર્યની અવ્યવહિત પૂર્વવતી નિયતપણે હોવું (નિચતપૂર્વવતંત્ર) એ જ કારણુતા છે. બરાબર આવું જ બૌદ્ધ પ્રતીત્યસમુત્પાદવાદમાં છે. આ બૌદ્ધ કારણવાદ પ્રમાણેય કારણ પોતાનું સર્વ પિતાના કાર્યમાં કોઈપણ રીતે સંક્રાન્ત કતું નથી. ન્યાયશેષિક સિદ્ધાંત અને બૌદ્ધ સિદ્ધાંત વચ્ચે ભેદ એ છે કે ન્યાયશેષિક સિદ્ધાંત પ્રમાણે કાર્ય ઉત્પન્ન થયા. પછી સમવાય સંબંધ દ્વારા પિતાના કારણમાં રહે છે જ્યારે બૌદ્ધ સિદ્ધાંત પ્રમાણે તે કાર્યોત્પત્તિ પહેલાં તેને નિરન્વય વિનાશ થાય છે. ન્યાયવૈશેષિક અનુસાર કાર્ય કારણમાં સમવાયસંબંધથી રહેતું હોવા છતાં તેણે પોતાનું સર્વ કારણમાંથી મેળવ્યું છે એમ માની શકાતું નથી. આમ એ સ્પષ્ટ છે કે જે. ઉત્તરકાલીમ ન્યાયશેષિક કારણવાદને એના તાર્કિક નિગમન ભણી લઈ જવામાં આવે અને તેને કારણ પણ કાર્યસમકાલ અસ્તિત્વ ધરાવે છે એવી ધારણમાંથી. મુક્ત કરવામાં આવે તે તેની અને બૌદ્ધ કારણવાદની વચ્ચે કંઈ ખાસ ભેદ રહેશે નહિ. આ બે કારણવાદો વચ્ચેનું નૈકટ પ્રાચીન વિચારકના ધ્યાન બહાર રહ્યું નથી. અને વાચસ્પતિએ એક સ્થળે તો કહી દીધું છે કે વૈશેષિકે પણ બધાં મૂર્ત દ્રવ્યોનો (પરમાણુઓ સિવાય) નિરય વિનાશ માને છે. શંકરાચાર્યે સર્વનાશિક બૌદ્ધોની સરખામણીમાં વૈશેષિકેને અર્ધનાશિક આ કારણે જ કહ્યા છે. .