________________
૧૩૬
પ્રદર્શન
આ મતને તિલાંજલિ આપી દીધી. ન્યાયસિદ્ધાંત મુક્તાવલીના કર્તા વિશ્વનાથ કહે છે કે આ સિદ્ધાંત બે મૂર્ત દ્રવ્યના એક કાળે એક દેશમાં રહેવાના દોષથી દૂષિત છે.૧૫ જેમનું પ્રતિનિધિત્વ વિશ્વનાથ કરે છે તે નવીન ન્યાયશેષિક વિચારકે માને છે કે બે તંતુઓના બનેલા પટની ઉત્પત્તિ પછી જ્યારે ત્રીજો તંતુ ઉમેરવામાં આવે છે ત્યારે પેલા બે તંતુઓનો સંયોગ કાંઠલાના આઘાતથી નાશ પામે છે અને તે સંયોગના નારા સાથે તે સંગ જેનું અસમાયિકારણ છે તે બે તંતુઓના બનેલા પટનો પણ નાશ થાય છે. આ મત પ્રમાણે એક એક તંતુ ઉમેરાતાં પૂર્વ પૂર્વને પટ નાશ પામે છે અને તેની જ જગાએ નવો નો પટ ઉત્પન્ન થાય છે. આમ અંતિમ પટ જે તંતુઓમાં રહે છે કારણ કે તેની અગાઉ કમથી ઉત્પન્ન થયેલા બધા જ પટો નાશ પામ્યા હોય છે. પરિણામે એના એ જ તંતુઓમાં અનેક પટોના એક સાથે અસ્તિત્વની વિચિત્રતા દૂર થાય છે. પરંતુ આ નવા મત અનુસાર વણાટકામની પ્રક્રિયામાં એક પછી એક નો પટ ઉત્પન્ન થાય છે અને અગાઉને પટ નાશ પામે છે, અને આમ અનેક પટોની શંખલા અસ્તિત્વમાં આવે છે. આ સિદ્ધાંત પણ ઓછો વિચિત્ર નથી.
પ્રાચીન ન્યાયશેષિક કારણવાદમાંથી ઉત્તરકાલીન ન્યાયશેષિક કારણવાદ - તરફ લઈ જતી પ્રક્રિયા ન્યાયવૈશેષિક દર્શનના ગ્રંથમાં સ્પષ્ટપણે જણાય છે. વિકાસની અંતિમ કટિએ પહોંચેલા ન્યાયશેષિક કારણવાદ અનુસાર બીજ બીજ તરીકે અંકુરનું કારણ નથી કારણ કે ચોકસાઈથી કહીએ તો જેમાં અંકુર સમવાય સંબંધથી રહે છે તે અંકુરના અવયવો જ અંકુરનું કારણ છે; બીજ તે દૂરનું અને પરંપરાથી અંકુનું કારણ છે. જ્યારે બીજ નાશ પામે છે ત્યારે તેનું તેના અવયવોમાં વિઘટન થાય છે; તે અવયવોનું અસ્તિત્વ ચાલુ રહે છે; તે અવયવો સાથે બીજાં કણો ભળે છે. તૂટવાની અને જોડાવાની સતત પ્રક્રિયા દ્વારા ભાવિ અંકુરના અવયવોનું નિર્માણ થાય છે અને તે અંકુરના અવયમાંથી નવો અવયવીરૂપ અંકુર ઉત્પન્ન થાય છે. હવે જોઈએ કે આ સિદ્ધાંત કેવી રીતે વિકસ્યો. ઉદ્યોતકર કહે છે કે “બીજનાશ એ અંકુરનું કારણ નથી.
જ્યારે બીજના અવયવોનો બૃહ વ્યાહત થાય છે અને તેની જગાએ નવો યૂહ ઉત્પન્ન થાય છે ત્યારે નવા બૃહમાંથી અંકુર ઉત્પન્ન થાય છે. આ ઉદ્યોતકરવચન પ્રાચીન ન્યાયશેષિક કારણવાદ સાથે સંગત છે. પ્રાચીન ન્યાયવૈશેષિક કારણુવાદ અનુસાર બીજ અંકુરને નવા અવયવબૃહ દ્વારા ઉત્પન્ન કરે છે. ઉદ્યોતકરના ઉપયુક્ત વાતિક ઉપર ટીકા લખતાં વાચસ્પતિ મિત્ર નીચેના પ્રશ્ન ઊઠાવે છે: “જે બીજના અવયવોનો નવો ડ્યૂહ જ અંકુનું કારણ હોય