________________
વેોષિકદર્શન
૧૩૫
અસંખ્ય દ્રવ્યો . સમવાયસ બંધના ચમત્કારથી એક જ જગાએ રહે છે. ઉદાહરણા, બે અણુએ એક દ્રષણુક બનાવે છે, ત્રણ દ્વણુકા એક ઋણુક બનાવે છે, અનેક ઋણુકા રૂને નાનેા કણ બનાવે છે, આવા અનેક કા એક અશુ બનાવે છે, અનેક અંશુએ એક તંતુ બનાવે છે, અનેક તંતુએ એક પટ બનાવે છે. અણુથી માંડી પટ સુધીનાં આ બધાં જ દ્રવ્યેા એક જ જગાએ રહે છે. પ્રત્યેક પછીનુ દ્રવ્ય કાય છે અને પ્રત્યેક આગાઉનું દ્રવ્ય કારણ એટલે પછી પછીનુ દ્રવ્ય તેની અવ્યવહિત પૂના દ્રવ્યમાં સમવાયસંબંધથી રહે છે. જેને અંત્યઅવયવી ગણવામાં આવે છે. તે કાય દ્રવ્યે કાય કારણની શૃંખલાને અંત આવે છે કારણ કે અત્યઅવયવી આગળના કાઈ અવયવીનું કારણ કદીય બનતું
ન
એક ન્યાયવૈશેષિક શાખાને મતે કાય કારણની શૃંખલાનાં જ દ્રવ્યે નહિ પરંતુ જેમની વચ્ચે કાર્ય-કારણના સંબંધ નથી એવા એક જ જાતિના અનેક દ્રવ્યે પણ એક જ સમયે એક દેશમાં રહે છે. આ મતના પુરસ્કર્તા શ્રીધર છે. આ મત અનુસાર જ્યારે બે તતુને સંચાગ થાય છે ત્યારે એ તંતુએના અનેલા પટરૂપે નવું દ્રવ્ય ઉત્પન્ન થાય છે, અને પછી જ્યારે ત્રીજો તંતુ ઉમેરવામાં આવે છે ત્યારે ત્રણ તતુઓના બનેલા બીજો પટ ઉત્પન્ન થાય છે. આ ખીજા પટનું તત્ત્વ પહેલા પટના તત્ત્વથી જુદુ છે. આમ ચાર તંતુઓના બનેલા, પાંચ તતંતુઓના બનેલા કે તેથી વધારે ત ંતુઓના બનેલા પટ ક્રમથી ઉત્પન્ન થાય છે અને તે બધા એક્ઝીનથી ભિન્ન દ્રવ્યેા છે. અહીં તેા કેવળ દેશ જ નહિ પણ આધાર પણ એક જ છે.એ તંતુઓના બનેલા પટના આધાર જે છે તે જ ત્રણ તતુઓના બનેલા પટના, ચાર તંતુએના બનેલા પટના તેમ જ વધારે તંતુઓના બનેલા પટના પણ આધાર છે. શ્રીધર એમ કહીને આ મુશ્કેલી પાર કરે છે કે જુદા જુદા પટાના આધાર એક જ નથી કારણ કે એ તતુઓના બનેલા પટ બે ત ંતુઓમાં રહે છે, ત્રણ તંતુને બનેલા પટ ત્રણ તંતુએમાં રહે છે—અર્થાત્ માત્ર બે ત ંતુએમાં જ રહેતા નથી પરંતુ તે જ એ તંતુએ તેમ જ વધારાના એક તંતુ એમ કુલ મળી ત્રણ તંતુઓમાં રહે છે, અને આ જ ક્રમે ચાર વગેરે તંતુએના બનેલા પટા વિશે સમજવું. આ સિદ્ધાંત પ્રમાણે, એક પટ એ ખરેખર એક પટ નથી પણ અનેક પટાનેા સમૂહ છે, એ ત તુઓમાં રહેતા પટ, ત્રણ તંતુઓમાં રહેતા પટ અને આ જ ક્રમે વધુ વધુ તંતુએમાં રહેતા પટેા બધા એક્ખીનથી ભિન્ન વ્યો છે.૧૪ આ મત એટલેા વિચિત્ર છે કે સામાન્ય બુદ્ધિને કેમેય ગળે ન ઉતરે. તેથી નવીન ન્યાયવૈશેષિક વિચારકાએ