________________
વૈશેષિકદ ન
૧૩૩
સંક્રાન્ત થાય છે એવા સિદ્ધાંત સ્થાપ્યા હોય એમ લાગે છે. પ્રાચીન ન્યાયવૈશેષિકને આ વિચાર સાંખ્યના વિચાર જેવા છે. કારણની કાર્યોંમાં સંક્રાન્તિ કેવળ પરિણામવાદમાં જ શકય છે. સાંખ્ય પરિણામવાદના પ્રભાવ ઉત્તરકાલીન ન્યાયવૈશેષિક દનમાં પણ કોઇક કાઇક વાર દેખા દે છે. વાચસ્પતિ જેવા પણ મેધ્યાન પળે, ખાસ કરીને બૌદ્ધ પ્રહારથી જન્મેલી તાણની તંગ અવસ્થામાં, ન્યાયવૈશેષિક કારણવાદને સાંખ્ય પરિભાષામાં ઢાળે છે. બૌદ્ધને ઉત્તર આપતાં તે કહે છે કે બીજ અંકુરનુ` ઉપાદાનકારણ છે કારણ કે બીજના સારભાગની વિક્રિયાથી જ અંકુર ઉત્પન્ન થાય છે. ૧૨ ખરેખર તે ‘વિક્રિયા' શબ્દ સાંખ્ય વિચારસરણીને છે; તેને ઉત્તરકાલીન ન્યાયવૈશેષિક કારણવાદમાં કાઈ સ્થાન નથી.
પ્રાચીન ન્યાયવેશેષિક કારણવાદની ઉત્તરકાલીન ન્યાયવૈશેષિક કારણવાદ સાથે તુલના
હવે આપણે પ્રાચીન ન્યાય—વૈશેષિક કારણવાદમાંથી ઉત્તરકાલીન ન્યાયવૈરોષિક કારણવાદ કેવી રીતે વિકસ્યા તે જોઈ એ. પ્રાચીન સિદ્ધાંત અનુસાર કાર્યા-પત્તિ પહેલાં કારણુદ્રવ્યને નારા થાય છે અને તે કારણુદ્રવ્યના અવયવામાંથી જ કાયરૂપ અવયવી ઉત્પન્ન થાય છે. અવયવે! અવયવીથી ભિન્ન દ્રવ્ય નથી. આના અર્થ અવેા નથી કે પ્રાચીન સિદ્ધાંત અવયવીને અવયવારૂપ જ માને છે. જો એમ જ હેાય તે તેના તે જ અવયવેમાંથી જુદા જુદા અવયવો બને છે એમ કેવી રીતે માની શકાય? એટલે તે અવયવીને અવયવાથી જુદો માનવા છતાં તે અને તેના અવયવ એ જુદાં દ્રવ્યો છે એમ માનવાના મતના નથી. અવયવી પેાતાના અવયવે સાથે મળીને એક દ્રવ્ય બને છે. આ પ્રાચીન સિદ્ધાંતમાં સ્વીકારાયેલ અવયવીસિદ્ધાંતના પૂરેપૂરાં કલિતા તેા બૌદ્ધો સાથેના ન્યાયવૈશેષિકના સવ માંથી પ્રગટ થવા લાગ્યાં. એ સંઘને પરિણામે ન્યાયવૈશેષિકને લાગ્યું કે અવયવાને અવયવીથી ભિન્ન દ્રવ્ય તરીકે ગણવું જોઈ એ અને તે અને દ્રવ્યો સમકાલ અસ્તિત્વ ધરાવે છે એમ પણ માનવુ જોઇએ. આમ માનતાં જ એવા સિદ્ધાંત ઘડાયા કે અવયવારૂપ કારદ્રવ્યમાંથી અવયવીરૂપ નવું જ કાર્ય દ્રવ્ય ઉત્પન્ન થાય છે. અવયવ અને અવયવી એ ભિન્ન દ્રવ્યેા હોવાથી અવયવીને સમવાયસંબંધથી અવયવેામાં રહેતા કલ્પવામાં આવ્યા અને આ સમવાય સંબંધની યુક્તિ દ્વારા બે મૃત દ્રવ્યાને એક દેશમાં રહેવું શકય બનાવવામાં આવ્યું. કાય રૂપ અવયવીને તેના અવયવેાથી ભિન્ન દ્રવ્ય તરીકે સ્વીકારેા એટલે તે અવયવી જેમાં સમવાય